મહિલા અત્યાચાર

મહિલા ઉપરના અત્યાચારો કઈ રીતે રોકી શકાય

            કોઈ મહિલાને પોતાનો પતિ કે સાસરિયાં તરફથી જાનનું જોખમ લાગે કે પોતાને માનસિક, શારીરિક ત્રાસનો ભય લાગે તો તેણીને તેનાં માતા-પિતાના ઘરે, વિકાસગૃહમાં કે બીજી કોઈ જગ્યાએ જવામાં પોલીસ અધિકારી મદદ કરશે. મહિલાને તેના લગ્નજીવનનાં દસ વર્ષની અંદર પતિ કે પતિનાં સગાંઓ તરફથી ત્રાસ આપવામાં આવે તો આવી માહિતી પોલીસ અધિકારી તરત જ મહિલા સુરક્ષા સમિતિને ખાતરી માટે મોકલશે. સુરક્ષા સમિતિ મહિલા પ્રત્યેનું વર્તન સુધારવા સમજાવશે. મહિલા આપઘાતની કોશિશ કરે તો ઇન્ડિયન પિનલ કોડની કલમ 3૦૯ હેઠળ તેણીને અટક ન કરવી અને ‘ઈ’ સમરી ભરવી. લગ્નજીવનનાં દસ વર્ષની અંદર મહિલાનું શંકાસ્પદ કે કુદરતી મૃત્યુ થાય તો એકજીમેજી.શ્રી સ્થળ ઉપર ઇન્ક્વેસ્ટ ભરવું પડે, પોસ્ટમોર્ટમ પેનલ ડોક્ટરોથી કરાવવું પડે. મહિલાની લાશને પોલીસને જાણ કર્યા વિના બાળી નાખે કે દફનાવી નાખે તો ઇન્ડિયન પિનલ કોડની કલમ 3૦ર, ર૦૧ હેઠળ ગુનો દાખલ કરવો. મહિલાના ખૂનના ગુનાને આપઘાત કે અકસ્માતમાં ખપાવવાની પોલીસ અધિકારી કોશિશ કરે તો ઇન્ડિયન પિનલ કોડની કલમ ર૧૭, ર૧૮ હેઠળ કાર્યવાહી કરશે (સંદર્ભ- ગુજરાત સરકાર ગૃહ વિભાગ પરિપત્ર નં.પરચ/ર૯૮૮/ ૧૦૬૯૮/ડ તા. 3/ર/૧૯૮૯).

ધરપકડ સામે મહિલાને કયા કયા અધિકારો છે

·         મહિલાની ઝડતી તપાસ મહિલા દ્વારા જ થવી જોઈએ.

·         ઝડતી વખતે એક સાક્ષી મહિલા પંચ તરીકે રાખવી.

·         મહિલાની ધરપકડ સૂર્યાસ્ત અને સૂર્યોદય વચ્ચે કરી શકાય નહીં.

·         રાત્રે મહિલાની ધરપકડ અનિવાર્ય હોય તો ઉપરી અધિકારીની પૂર્વ મંજૂરી લેવી પડે છે અને રાત્રે ધરપકડ કરવાની અનિવાર્યતા અંગે ધરપકડ કરનાર અધિકારીએ સ્ટેશન ડાયરીમાં નોંધ કરવી પડે.

·         જામીનલાયક ગુનામાં મહિલાને વિલંબ કર્યા વિના જામીન ઉપર મુક્ત કરવી પડે.

·         ગુનો બિનજામીનલાયક હોય તો વિલંબ કર્યા વિના કોર્ટ કસ્ટડીમાં મહિલા આરોપીને મોકલી આપવી પડે.

·         અટક કરેલી મહિલાને કોર્ટ કે જેલ લઈ જતી વખતે તેણીના પતિ કે સગાં સાથે રહી શકે છે.

·         મહિલાને પૂરતાં કારણોસર પોલીસ કસ્ટડીમાં રાખવાની થાય તો મહિલા લોકઅપમાં રાખવી પડે, જો મહિલા લોકઅપ ના હોય તો અલગ ખંડની વ્યવસ્થા રાખવી, મહિલાનાં સગાંઓને કસ્ટડી પાસે રહેવાની છૂટ છે.

·         મહિલાને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવે ત્યારે કે રિમાન્ડ માગવામાં આવે ત્યારે રાજ્યપત્રિત અધિકારીએ મહિલાની ધરપકડ અંગેનાં કારણો તથા તેની સલામતીની વ્યવસ્થા અંગે ખાતરી કરવી પડે.

·         સાક્ષી તરીકે મહિલાને પોલીસ ચોકીએ કે પોલીસ સ્ટેશને બોલાવી શકાય નહીં, મહિલાના નિવાસસ્થાને જઈને નિવેદન લઈ શકાય.

·         મહિલાની અટક, તપાસ, જડતી, રિમાન્ડ, પોલીસ કસ્ટડી, કોર્ટ કે જેલ સુધી લઈ જતી વેળાએ તેમની ઉપર દેખરેખ માટે મહિલા પોલીસની સેવા લેવી (સંદર્ભ- ગુજરાત સરકાર ગૃહ વિભાગ પરિપત્ર નં. ખઈજ/૧૦૮૦/ગઈ /રપ-ડ તા. 3૧/3/૧૯૮૦).

અનુસૂચિત જાતિ/જનજાતિની મહિલાઓને કયા કયા અધિકાર છે

·                     મહિલાની આબરૂ લેવાના ઇરાદાથી હુમલો કરે, તે બળ વાપરે ત્યારે ઇન્ડિયન પિનલ કોડની કલમ 3પ૪ સાથે એટ્રોસિટી એક્ટ કલમ3(૧)(૧૧) ઉમેરાય.

·         મહિલાનું જાતીય શોષણ કરવા હોદ્દાનો દુરુપયોગ કરે તો એટ્રોસિટી કલમ 3(૧)(૧ર) લાગુ પડે.

·         મહિલા ઉપર બળાત્કાર કરે તો ઇન્ડિયન પિનલ કોડની કલમ 3૭૬ સાથે એટ્રોસિટી એક્ટ કલમ 3(ર)(પ) લાગુ પડે.

·         મહિલાનું ખૂન કરે તો ઇન્ડિયન પિનલ કોડની કલમ 3૦ર સાથે એટ્રોસિટી એક્ટ કલમ 3(ર)(પ) લાગુ પડે.

·         બળાત્કારના કિસ્સામાં એક લાખ તથા ખૂનના કિસ્સામાં બે લાખનું વળતર સરકારશ્રી આપે છે.

બળાત્કારનો ભોગ બનેલી મહિલાને કયા અધિકારો છે

·         કોર્ટ કાર્યવાહી દરમિયાન બળાત્કાર થયા અંગેનું વર્ણન બળાત્કારના અનુભવ કરતાં વધુ ખરાબ હોવાનું ભોગ બનનારને જણાય છે. તેથી મહિલાની મદદમાં સેવાભાવી સંસ્થાઓ રહી શકે છે અને વકીલનું માર્ગદર્શન મેળવી શકે છે.

·         બળાત્કારનો ભોગ બનેલી મહિલા ફરિયાદ કરવા આવે ત્યારે પોલીસે કાનૂની માર્ગદર્શન આપવું, વકીલની સેવા ઉપલબ્ધ કરાવવી અને વકીલ સાથે રાખીને મહિલાને પોતાની રજૂઆત વ્યવસ્થિત રીતે કરવાનો હક્ક છે અને તે અંગેની જાણ મહિલાને કરવામાં આવે છે તેની નોંધ પોલીસે કરવી પડે.

·         બળાત્કારનો ભોગ બનેલી મહિલાનું નામ જાહેર કરી શકાય નહીં (સંદર્ભ- પોલીસ મહા.અને મુ.પો.અધિ. ગુ.રા. પરિપત્ર નં. ૧/ઈ-3/૧૯૧૧/૯૬/૧૧૯૦ તા.ર૦/૭/૧૯૯૬).

મંથન કરીએ

·         આથિર્ક અને સામાજિક પછાત સમાજમાં માનવીય સંબંધો ઘણા વિકૃત અને તંગ હોય છે, આર્થિક પછાતપણું સામાજિક પછાતપણું દૂર કરવા તરફની ગતિ એ સાચો ઉકેલ છે.

·         મહિલા સ્વનિર્ભર બને તેવા પ્રયત્નો કરીએ.

·         દીકરાની આશાએ વધુ પડતાં બાળકોએ મહિલાનું એક પ્રકારનું શોષણ છે.

·         મહિલાઓની ધાર્મિક માન્યતાઓ જ એમની ગુલામીને ટકાવી રાખનાર સૌથી મોટું પરિબળ છે.

મહિલા અંગે કાયદાની કઈ કઈ જોગવાઈઓ છે

·         દહેજથી મૃત્યુ – ઇન્ડિયન પિનલ કોડની કલમ ૩૦૪ મુજબ સજા: આજીવન કેદ (મહિલાનું સાત વર્ષની અંદર દહેજના ત્રાસથી મૃત્યુ થાય તો).

·         મૃત્યુ – ઇન્ડિયન પિનલ કોડની કલમ ૩૦ર મુજબ સજા: ફાંસી કે જનમટીપ.

·         ત્રાસના કારણે આપઘાત – ઇન્ડિયન પિનલ કોડની કલમ 3૦૬ મુજબ સજા: દશ વર્ષની કેદ.

·         આપઘાતની કોશિશ – ઇન્ડિયન પિનલ કોડની કલમ 3૦૯ મુજબ અટક કરી શકાય નહીં.

·         શારીરિક માનસિક ત્રાસ – ઇન્ડિયન પિનલ કોડની કલમ ૪૯૮(અ) મુજબ સજા: ત્રણ વર્ષ સુધીની સાદી કેદ.

·         બળાત્કાર – ઇન્ડિયન પિનલ કોડની કલમ 3૭૬ મુજબ સજા: આજીવન કેદ.

·         સામૂહિક બળાત્કાર – ઇન્ડિયન પિનલ કોડની કલમ 3૭૬ મુજબ સજા: ઓછામાં ઓછી દશ વર્ષ સુધીની કેદ.

·         આબરૂ લેવાની કોશિશ – ઇન્ડિયન પિનલ કોડની કલમ 3પ૪ સજા: બે વર્ષની કેદ.

·         દહેજની માગણી – દહેજ પ્રતિબંધક ધારો, ૧૯૬૧ કલમ- ૪ મુજબ સજા: બે વર્ષની કેદ.

·         દહેજ લેવું – કલમ-3 મુજબ સજા: બે વર્ષની કેદ.

·         સ્ત્રીધન પરત ન કરવું કે મહિલાને ઉપયોગ કરવા માટે ન આપવું – ઇન્ડિયન પિનલ કોડની કલમ ૪૦૬ મુજબ સજા:: ત્રણ વર્ષની કેદ.

·         મહિલાનું અશ્લીલ પ્રદર્શન – ઇન્ડિસન્ટ રિપ્રેઝન્ટેશન ઓફ વુમન એક્ટ ૧૯૮૬ કમલ-૬ મુજબ સજા:બે વર્ષની કેદ.

·         હાનિકર્તા પ્રકાશન-ધી યંગ પર્સન્સ હાર્મફુલ પબ્લિકેશન એક્ટ ૧૯પ૬ કલમ.3 મુજબ સજા: છ મહિના સુધીની કેદ.

·         અશ્લીલ ફિલ્મ-ધી સિનેમેટોગ્રાફ એક્ટ ૧૯પર કલમ-૭ મુજબ સજા: ત્રણ વર્ષની કેદ.

·         (ઉપરના તમામ ગુનાઓ કોગ્નિઝેબલ છે.)

ભોગ બનનાર મહિલાઓ માટે મુખ્ય ભલામણ શી છે

·         ભોગ બનનાર મહિલાને વળતર મળવું જોઈએ. ઇન્ડિયન પિનલ કોડની કલમ 3પ૭ મુજબ કોર્ટ વળતર આપી શકે છે, પરંતુ વળતરની જોગવાઈઓ ફરજિયાત કરવી જોઈએ.

·         બોધસત્ત્વ ગૌતમ વ. શુભા ચક્રવર્તી-૧૯૯૬- ૪૯૦.

·         વ્યવસ્થિત સહાયક ફંડની રચના કરવી જોઈએ. તામિલનાડુએ ૧૯૯પથી આ પ્રકારના ફંડની રચના કરી છે જેમાં સ્ત્રી પર બળાત્કાર કે અપહરણ અથવા દહેજના કારણે જીવતી સળગાવી હોય તેવા કિસ્સામાં રૂ. પ૦૦૦/- વળતર મળી શકે છે અને જો આપઘાત કરે તો તેના બાળકને રૂ. ૧૦,૦૦૦/- મળે છે. આવું ફંડ દરેક રાજ્યોમાં હોવું જોઈએ.

·         જાતીય ગુનાઓમાં ભોગ બનનારનું નામ જાહેર નહીં કરવા કોર્ટે સ્પષ્ટ સૂચના આપવી જોઈએ.

·         મેડિકલ અને સાયકોલોજિકલ આસિસ્ટન્ટ સેલની રચના કરવી જોઈએ. તેમાં ગાયનેકોલોજિસ્ટ, ફોરેન્સિક સાયન્ટિસ્ટ સાઇકિયાટ્રિસ્ટ હોવા જોઈએ. જે ભોગ બનેલી મહિલાને આઘાતમાંથી બહાર કાઢે છે. ભોગ બનેલી મહિલાને સેવાભાવી સંસ્થાઓની મદદ આપવી જોઈએ, બળાત્કારનો ગુનો વિજિટેશનનો બનાવવો જોઈએ. રૂ. પ૦,૦૦૦ સુધીની ઘરફોડનો ગુનો કરતાં બળાત્કારનો ગુનો એ ગંભીર ગુનો ગણાય. જેથી મિલકત કરતાં વ્યક્તિ સ્વાતંત્ર્ય સામેના ગુના ગંભીર ગણવા જોઈએ.

·         બળાત્કારના કેસની સુનાવણી કોર્ટ ઇન કેમેરા ચેમ્બરમાં કરવી જોઈએ.

·         પ્રથમ લગ્નની બાબત છુપાવીને જો કોઈ પુરુષ બીજા લગ્ન કરે તો આવી બીજી પત્ની ભરણપોષણ માગી શકે તેવી જોગવાઈ ઇન્ડિયન પિનલ કોડની કલમ ૧રપમાં કરવી જોઈએ.

·         ગર્ભવતી મહિલાને કે સાત વર્ષ સુધીના બાળકની માતાને જેલમાં પૂરવી ન જોઈએ. આવા કિસ્સામાં મહિલાને તેના ઘરે જ અટકાયત હેઠળ રાખી શકાય.

·         ઇન્ડિયન પિનલ કોડની કલમ 3૧ર (ગર્ભપાત), ઇન્ડિયન પિનલ કોડની કલમ ૪૯૪ (બીજા લગ્ન), ઇન્ડિયન પિનલ કોડની કલમ ૪૯૭ (વ્યભિચાર), ઇન્ડિયન પિનલ કોડની કલમ ૪૯૮(પરિણીત મહિલાને ભગાડી જવી કે કબજામાં રાખવી) જેવા કોગ્નિઝેબલ ગુનાઓ બિનજામીનલાયક બનાવવા જોઈએ.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday