રાતના સમયે પોલિસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર સોનલ બહેન ( નામ બદલેલ છે) નો ફોન આવેલ કે મારો પતિ દારૂપી ને મને માર મારે છે.તો પોલીસ મદદ મોકલી આપવા વિનતી છે. જેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક ટીમ ને મેસેજ વાળી જગ્યા પર મોકલી આપતા મેસેજ વાળી જગ્યા એ તપાસ કરતા. સોનલ બેન જણાવે છે. કે તેમને તેમના સાસરિય માં હેરાનગતિ બાબતે ફરિયાદ કરવાની છે.આમ બને પક્ષો ને નરોડા પોલીસ સ્ટેશન માં લાવતા તેઓ ના વિરુધ ગુ.ર.ન.32/15 આઈ.પી.સી.કલમ 498(ક) 506(2),114 મુજબ ગુનો દાખલ કરેલ છે.જેથી પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનની ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલિસ મદદ મોકલી આપતા સોનલ બેન સાથે કોઈ મોટો અનીચ્છનીય બનાવ બનતા અટકેલ છે.