ઊક્ત કેસમાં સર્વોચ્ય અદાલતે જણાવ્યું હતું કે ખાસ પબ્લીક પ્રોસિક્યુટરને જે વળતર ચુકવવાનું થાય છે તે સરકાર ચૂકવશે.
સરકાર પોતાની નાણાંકીય જવાબદારીમાંથી કે તેને કોઈ ખાનગી વ્યક્તિ પાસેથી વળતર મેળવવાની સૂચના આપવામાંથી છટકી નહિ શકે.
કારણ એ છે કે જો ખાસ પબ્લીક પ્રોસીક્યુટરને ખાનગી પાર્ટી પાસેથી વળતર મેળવવાનું હોય તો પોતાની ફરજો બજાવવાની ક્ષમતા અને કાર્યદક્ષતાને વિપરીત હાની પહોંચે છે.