વારસાઈ સર્ટિફિકેટ , વારસા સર્ટિફિકેટ , પેઢીનામું , લેટર ઓફ એડમીનસ્ટ્રેટર શું છે ?

સક્શેશન સટીફીકેટ , લીગલ હિયરશીપ સર્ટિફિકેટ , વારસદારો  વારસાઈ સર્ટિફિકેટ , પેઢીનામું અને લેટર ઓફ એડમિનિસ્ટ્રેટર જેવા શબ્દો તમો રોજબરોજ સાંભળેલા હશે પરંતુ તેનો ઉપયોગ શું અને કેવી રીતે તમે તેનો લાભ લઇ શકો છો તેની માહિતી વિષે ચર્ચા કરીશું.

સૌપ્રથમ પેઢીનામા વિષે ચર્ચા કરતા – પેઢીનામું એ તલાટી મંત્રી દ્વારા નીકાળી આપવામાં આવે છે. જેને દેશી ભાષા માં કુટુંબ નો આંબો કહેવામાં આવે છે. અને પેઢીનામા માં માતા – પિતા અને દીકરી – દીકરા અને પૌત્રો ના નામ હોય છે અને જયારે કોઈ પણ જગ્યા એ તમે વારસદારો છો કે કેમ તેવું સાબિત કરવાનું હોય તો પેઢીનામું રજૂ કરવાનું હોય છે.  બેન્ક માં જો નોમિનેશન કરેલ ના હોય તો, પેઢીનામું માંગી શકે છે. જમીન મિલ્કત ના મુખ્યત્વે ખેડૂત ખાતેદાર પોતાની હયાતી માં તેઓ ના વારસદારો નું નામ રેવન્યુ રેકર્ડ માં ચાડવા માંગતા હોય તો, તે પેઢીનામા થી થઇ શકે છે. પરંતુ દરેક જગ્યા એ પેઢીનામું ચાલતું નથી એટલે તેના માટે કોર્ટ દ્વારા ઇસ્યુ કરાયેલ સર્ટિફિકેટ ઉપર આધાર રાખવો પડતો હોય છે.

જયારે કોઈ વ્યક્તિ બિન વસિયતે અવસાન પામે અને જયારે તેની સ્થાવર અને જંગમ મિલ્કત માં નોમિનેશન ના હોય કે વારસદારો   નું નામ ચડાવેલ ના હોય ત્યારે આવા પ્રમાણપત્ર ની કોર્ટ માં થી અરજી કરી ને મેળવવાના રહે છે.

સ્થાવર મિલ્કત એટલે કે જમીન મકાન કે જેમાં વીલ ના આધારે વારસદારો  નું નામ ચડાવી શકાય છે. પરંતુ જયારે કોર્ટ માં થી પ્રોબેટ લેવાનું થાય તો  વીલ ને કોર્ટ માં સાબિત કરી ને કોર્ટ માંથી પ્રોબેટ સર્ટિફિકેટ મેળવવાનું રહે છે.

સેક્સશન સર્ટિફિકેટ એ ભારતીય સક્સેશન એક્ટ ની કલમ 272 મુજબ કોર્ટ માં એપ્લિકેશન કરી ને જંગમ મિલ્કત (MOVABLE PROPERTY) માટે મળી શકે છે. જેમાં બેન્ક ની થાપણો શેર ડિબેન્ચર , પોસ્ટ ની થાપણો, વીમા ની થાપણો માટે જરૂર પડે છે.

જમીન – મકાન માટે જો વારસાઈ થયેલ ના હોય તેના માટે કોર્ટ માંથી લેટર ઓફ ઍડ્મિનિસ્ટ્રેસન – ભારતીય સક્સેશન ના કાયદા મુજબ ની જોગવાઈ થી મેળવવાનું રહે છે. જમીન મકાન માટે વારસાઈ સર્ટિફિકેટ 272   હેઠળ મળી શકે નહિ. જો મેળવવું હોય તો બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ મુજબ અલગ થી અરજી કરી ને મેળવી શકાય.

ટૂંકમાં વીલ ને સાબિત કરો તો પ્રોબેટ સર્ટી મળે , જંગમ  મિલકત માટે વારસાઈ સર્ટી મળે , સ્થાવર મિલ્કત માટે લેટર ઓફ એડમિનિસ્ટ્રેશન અથવા બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ હેઠળ સર્ટિફિકેટ મળે અને પેઢીનામું એ તલાટી કમ મંત્રી ની ઓફિસ માંથી મળે.

જો તમે રેગ્યુલર દરેક થાપણો જેમ કે બેન્ક માં નોમિનેશન કરાવેલું હશે અને રેવન્યુ રેકર્ડ માં નામ ચડાવેલ હશે તો, આવા સર્ટિફિકેટ ની જરૂર રહેશે નહિ. અને લીગલ ખર્ચ માંથી બચી  શકશો.

 

આવું કોઈ પ્રમાણપત્ર જો ખોઈ વ્યક્તિ દ્વારા ખોટું બનાવેલ હોય તો તે સર્ટિફિકેટ ને કોર્ટ માં ચેલેન્જ કરી ને ખોટું છે તેવું સાબિત કરી શકાય છે. પેઢીનામા માં કે વારસાઈ માં કોઈ એક ભાઈ – બહેન નું નામ જણાવેલ ના હોય અને ખોટી રીતે મિલ્કત ઝડપવા માટે બનાવેલ પ્રમાણપત્ર ને કોર્ટ દ્વારા ખોટું સાબિત થાય તો ફોજદારી ગુનો નોંધાવી શકાય છે. 

Download PDF – અગત્ય ના ચુકાદા અને આર્ટિકલ :- 

#Succession Certificate #Letter of Administration #Probate #will #LegalHeir Certificate

પરિમાણ

જંગમ મિલકત

સ્થાવર મિલકત

ઉદાહરણો અને ઉદાહરણો

ઘડિયાળો, ઘરેણાં, પૈસા, કમ્પ્યુટર વગેરે.

ફેક્ટરી, ઘર, વેરહાઉસ, મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ, વારસાગત ભથ્થાં વગેરે જેવી રિયલ એસ્ટેટને સ્થાવર મિલકત હેઠળ ગણવામાં આવે છે.

નોંધણી

જરૂરી નથી

નોંધણી અધિનિયમ, 1908 હેઠળ નોંધાયેલ હોવું જોઈએ, જો તેની કિંમત રૂ.થી વધુ હોય. 100.

વારસો

તેને સરળતાથી વિભાજિત કરી શકાય છે

આ સરળતાથી વિભાજ્ય અથવા તોડી શકાય તેવું નથી

ટ્રાન્સફર

તેને સરળતાથી ટ્રાન્સફર કરી શકાય છે

વિલ, પાર્ટીશન અથવા ગિફ્ટ ડીડ વિના ટ્રાન્સફર કરી શકાતું નથી

જ્યારે સુરક્ષા તરીકે ઉપયોગ થાય છે

સંકલ્પ

પૂર્વાધિકાર/ગીરો

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday