કોર્ટ મેરેજ કરવા ઘરે થી ભાગી જવાય ?
ના, ઘરે થી ભાગવાની કોઈ જરૂર નથી. ઘરે થી ભાગતા લોકો એટલા માટે ભાગે છે કારણ કે તેમના ઘર વાળા આવા લગ્ન માટે રાજી હોતા નથીએટલે જો હાથ માં આવી જાય તો માર પડે. બીજી છોકરી ના ઘરવાળા તરત જો પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોઘવે કે અપહરણ કરી દીધેલ છે. તો છોકરા ના ટાંટિયા તોડી નાખે પોલીસ. અને જો છોકરી પુખ્ત ઉમરની ના હોય અને ભાગી ગયા તો, છોકરાની પથારી ફરી જવાની. ભાગી ને જો તેઓ સુહાગ રાત માનવી લે અને પછી છોકરી રેપ નો કેસ ઠોકી દેશે તો છોકરાની જિંદગીની પથારી ફરી જાય. એટલે છોકરી જો ભાગ્યા બાદ ફરી જાય તો, પોલીસ પકડી લેશે. ગામડા માં નાની ઉમર ની છોકરીઓ ભાગી જાય છે પછી પકડાય ત્યારે પોક્સો નો ગુનો બને છે. અમુક છોકરીઓ નાની ઉમરે પ્રેગનેન્ટ પણ થઇ જાય છે. તો પછી કેસ સીધો ગુજરાત હાઈકોર્ટ સુધી જાય છે.