આ કામે જે જે આર્ટીકલ જપ્ત કરવામાં આવેલ હતા તે એફ.એસ.એલ. મા તપાસ અર્થે મોકલવામાં આવેલ હતા પરંતુ ઘણો સમય થયો તેમ છતા કેમિકલ તપાસનો રીપોર્ટ જામીન અરજીની સુનવણી વખતે પ્રોસીક્યુશન પાસે આવી ગયેલ ન હતો પછી અગાઉના એક પુરાવા ઉપર આધાર રાખી પોતાની દલીલના સમર્થનમા એડવોકેટે એવું જણાવેલ હતું કે, ગાંજો એટલે ભાંગના છોડના ફૂલો અને સાયન્ટીફીક ઓફિસરના રીપોર્ટ વગેરે આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ.ની કલમ ૨૦(એ) માટે જવાબદાર ઠેરવી શકાય નહી. અને તેથી આરોપી વિરુદ્ધ ઉપરોક્ત એક્ટ ની કલમ અન્વયેની અટકાયત ગેરકાયદેસર કહી શકાય. પરંતુ કોર્ટ આ દલીલ સાથે સંમત થતી નથી, કારણકે એ બાબત બિનવિવાદાસ્પદ છે કે આરોપીએ એન.ડી.પી.એસ. ની કલમ ૨૦(એ) ના ગુના માટે ધરપકડ કરવામાં આવેલ છે વધુમાં એફ.એસ.એલ. ના રીપોર્ટ વગર અને તેની ગેરહાજરીમાં કોર્ટ એવું નક્કી કરી શકે નહિ કે જે પદાર્થ ગાંજો નથી. અને આ બાબત ટ્રાયલ દરમ્યાન નક્કી કરી શકાય.
એ.આઈ.આર.૨૦૦૧ સુપ્રીમ કોર્ટ ૩૩૧૭ યુનિયન ઓફ ઇન્ડિયા વિરુદ્ધ ઇકરામખાન.