એન.ડી.પી.એસ. ની કલમ ૩૭(૧) મુજબ જામીન મંજુર કરતી વખતે એ ધ્યાનમા રાખવું જોઈએ કે આ અન્વયેના ગુના માટે આરોપીઓ ને પાંચ વર્ષ કે વધુ સમય ની સજા થઈ શકે કે કેમ તેથી સામાન્ય રીતે આરોપીને જામીન ઉપર મુક્ત કરી શકાય નહિ,કારણકે, એન.ડી.પી.એસ.ની. કલમ ૩૭(અ) અન્વયે જામીન અરજી નામંજૂર કરવી તે નિયમ છે અને મંજુર કરવી એ અપવાદ છે અને જામીન મંજુર કરતી વખતે કોર્ટે એ જોવું જોઈએ કે તેની સમક્ષ તપાસ ના જે કાગળો રજુ કરવામાં આવેલા છે તે જોતા પ્રથમ દર્શનીય રીતે એ માનવાને પૂરતા કારણો છે કે, આરોપીએ આ એક્ટ અન્વયેનો કોઈ ગુનો કરેલ નથી કે જેના માટે તેની ધરપકડ કરવામાં આવેલ. તથા જો આરોપી ને જામીન ઉપર મુક્ત કરવામાં આવે તો તે ફરી થી આ કે આવા પ્રકારનો ગુનો કરશે નહિ. વધુ મા એવું પણ જણાવવામાં આવેલ છે કે, કલમ૩૭(૧) અન્વયે જામીન મંજુર કરતી વખતે તેમાં જણાવેલ શરતો ઉપરાંત ક્રી.પ્રો.કોડ અગર તે સમયે પ્રવર્તમાન અન્ય કાયદાઓ અન્વયે કોર્ટ જામીન ઉપર છોડવા માટે વધારની શરતો લાદી શકશે.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday