ક્રોસ કેસમાં કલમ ૩૦૨ ના ગુનામાં જામીન અરજી મુકવામા આવેલ હતી.જેમા સેસન્શ જજ દ્વારા એમ ઠરાવીને જામીન અરજી મંજુર કરવામાં આવેલ હતી કે, ક્રોસ કેસ છે તેથી આરોપી ને પ્રાઇવેટ ડીફેન્સનો હક્ક છે,એટલે કે,સેલ્ફ ડીફેન્સ નો હક્ક છે તેમ ઠરાવીને જામીન મંજુર કરેલા. જેમાં નામદાર હાઈકોર્ટે ઠરાવેલ છે કે, સેશન્સ જજ નો હુકમ ભૂલ ભરેલો છે, કારણ કે તે કેસ મા ૨૯ આરોપીઓ હતા જયારે સામે ના કેસ મા માત્ર ૨ આરોપીઓ હતા તેથી સેસન્શ જજ નુ તારણ ભૂલ ભરેલું છે આમ ઠરાવીને રીવીઝન અરજીને કેન્સ્લેસન અરજી તરીકે ટ્રીટ કરીને મેટર રિમાન્ડ કરવાનો હુકમ કરવામાં આવેલો છે.