કામચલાઉ મનાઈહુકમ માટે ‘સગવડની સમતુલા’ અને ‘ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન’ દર્શાવવું જ જોઈએ.

પોતાના મકાનને થયેલ નુકસાન બદલ દાખલ કરેલ નુકસાનીના દાવામાં વાદીએ પ્રતિવાદીઓ વિરુદ્ધ કામચલાઉ મનાઈહુકમ માટે અરજી દાખલ કરી હતી અને દાદ માંગી હતી કે, પ્રતિવાદીએ હાથ ધરેલ મકાનનું બાંધકામ આગળ વધા૨તા તેઓને અટકાવવામાં આવે.

તેના વિરોધમાં પ્રતિવાદીઓએ રજૂઆત કરી હતી કે, જ્યારે જૂના બાંધકામને તોડી પાડવામાં આવી રહ્યું હતું ત્યારે, અથવા જ્યારે નવું બાંધકામ શરૂ ક૨વામાં આવ્યું હતું, ત્યારે અરજદારે કોર્ટને પહેલ ક૨વામાં ઉતાવળ કરી નહોતી, અને હવે જ્યારે બાંધકામ લગભગ પૂર્ણ થવા ઉ૫૨ છે અને માત્ર મકાનના અંદ૨ના ભાગોને આખરી ઓપ આપવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે, તે કામ અટકાવવાનો મનાઈ હુકમ આપી શકાય નહીં.

કોર્ટે નોંધ્યું હતું કે, અ૨જદા૨ે તેણીના મકાનને થયેલ નુકસાન બદલ રૂ।. ૧૫,૭૩,૦૦૦/–ની નુકસાની માંગી હતી અને તે મુજબ થયેલ નુકસાન નાણાંમાં આકાર્યુ હોઈ, તેને કયારેય પણ ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન કહી શકાય નહીં.

અ૨જદાર ‘સગવડની સમતુલા’ અને ‘ભરપાઈન થઈ શકે તેવા નુકસાન’ના તત્ત્વો સાબિત ક૨વામાં નિષ્ફળ ગયા હોઈ, મનાઈહુકમ મેળવવા હક્કદાર નથી.

(Ref: શ્રીમતી પ્રતિમા નંદા વિ. મેસર્સ ઈકોસ આઈ હોસ્પિટલ નામદાર ઓરિસ્સા ૨૦૧૫)

Citation: 2016(1) Civil LJ 897.

Acts: Code Of Civil Procedure, 1908 Or 39R 2, Or 39R 1, Sec 151

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday