આ સેશનમાં, આપણે ભારતીય સશસ્ત્ર દળોનો ઈતિહાસ અને તેના જૂદા જૂદા વિભાગોની કામગીરી અને સંસ્થાકીય માળખા વિશે વિસ્તૃતમાં શીખીશું.

ભારતીય સશસ્ત્ર દળની આજના આધુનિક સમયમાં પોલીસ તરીકેની ભુમિકા વિશે દરેક મૂળભૂત બાબતો શિખવી ખૂબ જ જરૂરી છે. ભારતીય પોલીસને કેટલીક વખત અન્ય શબ્દોમાં “ઓલ રાઉન્ડર” પણ કહેવામાં આવે છે. ભારતીય પોલીસ આતંકવાદ, બળવાખોરો, ડાબેરી પક્ષના ઉગ્રતાવાદ,વગેરે જેવા મુદ્દઓ સાથે સાથે કાયદાનું પાલન, VIP સુરક્ષા અને ટોળાને કાબૂ કરવું, વગેરે જેવા કામો પાર પાડતી હોવાથી તેઓને ઓલ રાઉન્ડર કહેવામાં આવે છે.

તેથી, ભારતીય પોલીસની ભુમિકાઓ બહુમુખી છે અને કેટલીક વખત તેઓ આર્મી સાથે મળીને પણ કામ કરે છે. આથી, ભારતીય સશસ્ત્ર દળો વિશે કેટલીક મહત્વપૂર્ણ હકીકતો જાણવી જરૂરી છે.

  1. ભારતીય સશસ્ત્ર દળોનો ઈતિહાસ

ભારતીય આર્મી(લશ્કર)નો પ્રતિષ્ઠિત ઈતિહાસ એક હજાર વર્ષથી પણ વધુ જૂનો છે. ભારતીય લશ્કરનું માળખું એ “રામયણ” અને ”મહાભારત” જેવા ભવ્ય મહાકાવ્યોના મૂળભૂત માળખાના આધારે બનાવવામાં આવેલ છે. ઉત્તર-મધ્ય ભારતના કુરુક્ષેત્રમાં લડાયેલા મહાયુધ્ધ ”મહાભારતે” ભારત પર કાયમી છાપ છોડી છે. એકધારે અઢાર દીવસ સુધી શાંતી માટે લડાયેલી આ લડાઈની સૈન્ય-શક્તિ, આ મહાકાવ્ય અનુસાર ૧૮ ‘અક્ષણિ’, જેમાંથી ‘પાંડવો’ સાથે સાત અને ‘કૌરવો’ સાથે અગિયાર અને કૂલ આશરે ૪,૦૦,૦૦૦ લાખ રથ, હાથી, ઘોડા પર અને પાયદળ સૈનિકો હતા.

જોકે ત્યાર પછી વૈશ્વિક શાંતી માટે અને ‘ધર્મ’ માટે અસંખ્ય લડાઈઓ લડવામાં આવી હતી. જ્યારે શાંતી જોખમાય માત્ર ત્યારે જ શસ્ત્રો પર આધાર રાખવામાં આવતો હતો. ખરેખરમાં તો આ શબ્દ ‘શાંતી’નો હાર્દ ભારતીય તત્વજ્ઞાનના મૂળમાં છે, કે જે ભારતના એક પ્રાચીન ગ્રંથ “યદુર્વેદ”માં મળી આવે છે. તેની શરૂઆત એક શ્લોકમાં છે, કે જેનો ગુજરાતી મતલબ-‘આકાશમાં શાંતી થઈ શકે, વતાવરણ શાંતીપૂર્ણ થઈ શકે, ધરતી શાંતીપૂર્ણ થઈ શકે, શાશ્વત શાંતી આપણને પ્રાપ્ત થઈ શકે.’

ભારતનો પૂરાતત્વનો ઈતિહાસ ઈ.સ. પૂર્વે ૨૫૦૦ કરતા પણ જૂનો છે જ્યારે શહેરીકરણ સંસ્કૃતિ સિંધુખીણની સંસ્કૃતિ તરીકે જાણીતી હતી. જે સિંધુ નદીના કિનારે ઉત્તરમાં કાંપવાળી જમીનોમાં અને પશ્ચિમી મેદાનોમાં વિકાસ પામી હતી. સમાન તારણો જેવા કે લોથલ અને દ્વારકાના દરિયાકિનારાના શહેરો ગુજરાતના દરિયા કિનારે તાજેતરમાં પ્રકાશમાં આવ્યા. જોકે, સિંધુખીણની સંસ્કૃતિના બે શહેરી કેન્દ્રો મોહેન્જોદડો અને હડપ્પામાં ઈ.સ.પૂર્વેની બીજી સહસ્ત્રાબ્દિમાં ધીમે ધીમે ઘટાડો થયો, અને ઈ.સ.પૂર્વે ૧૫૦૦ની આસપાસ નદીઓ સુકાઈ જવાની અને દુકાળની પરિસ્થિતીને કારણે લગભગ સંપૂર્ણપણે નાશ પામી. આ દરિયાકિનારાના શહેરો ભારે પૂરને કારણે નાશ થઈ ગયા.

જેમ કે સંસ્કૃતિનો ક્રમશઃ વિનાશ થવાને કારણે, ઉત્તર-પશ્ચિમ હિંદુકુશ પર્વતમાળાઓ દ્વારા આક્રમણ માટેનો રસ્તો સદીઓ સુધી અરક્ષિત રહ્યો, અને ધીમે ધીમે અનેક લોકો અને આદિ જાતિઓ સારી આર્થિક સંભાવનાઓને કારણે તેઓ ઓળંગવાની વ્યવથા કરી શક્યા. એશિયન-યુરોપિયન લોકોના આક્રમણને રદિયો આપતા સીમાચિહ્ન તારણો હાલમાં છે, અથવા ભારતીય ઉપખંડમાં આર્યન મોટા સમૂહમાં આવ્યા, ભારતનો લશ્કરી ઈતિહાસ ઈ.સ. પૂર્વે છઠ્ઠિ સદી જૂનો છે, આ સમયગાળામાં જ્યારે વધુ યુધ્ધવાળા દળો જેવા કે પર્શિયનો, ગ્રીકો, તુર્કો, હુણ અને મોન્ગોલ ઉત્તર-પશ્ચિમનો રસ્તો ઓળંગીને ભારતના વધુ કાંપવાળા ફળદ્રુપ મેદાનોમાં આવ્યા.

જોકે આક્રમણ દળો વચ્ચેના પ્રારંભિક સંઘર્ષોની અલ્પ વિગતો ઉપલબ્ધ છે, પુરાવાઓ દર્શાવે છે કે કેટલાક આક્રમણકારો ધીમે ધીમે પશ્ચિમ ભારત પર હુમલાઓ કર્યા. અને ભારતના ગંગાના મેદાનો પર પોતાની પક્કડ મજબૂત બનાવી, અને પીચ લડાઈની પ્રક્રિયા દ્વારા સંખ્યાબંધ મૂળ આદિવાસી રજવાડાઓ તાબે થઈ ગયા. તેઓની આગળની આગેકૂચ સામાન્ય રીતે દક્ષિણમાં આવેલા વિંધ્ય પર્વતોને આવરી લેતા જંગલો દ્વારા અટકાવાયેલી હતી. તે સિવાય પશ્ચિમી કિનારા અને ડેક્કનના ઉચ્ચ પ્રદેશોની સાથે સાથે ચોક્કસ વિસ્તારો ડુંગરાળ અને છુટ્ટા છવાયા હતા-જે નોંધપાત્ર રીતે લોકોના શરીરના હલનચલન માટે પ્રતિકૂળ હતા. જોકે આ વિશાળ વિસ્તારે પોતે પણ યોધ્ધાઓની છૂટીછવાઈ લડાઈઓના આક્રમણ સામે સાનૂકૂળ પ્રતિકાર આપ્યો હતો, જેવા કે મરાઠાઓ કે જેઓ પાછળથી ગણનાપાત્ર સેના પૂરવાર થયા હતા. ભારતમાં યુધ્ધની બીજી પૂર્વ શરત આબોહવા હતી. જૂન અને સપ્ટેમ્બર વચ્ચે ચોમાસાનો વરસાદ સૈન્યની હિલચાલને અશક્ય બનાવે છે. અભિયાન માટે શ્રેષ્ઠ સિઝન હંમેશા ઓક્ટોબર અને નવેમ્બર હતી, કે જ્યારે પાક પાકીને તૈયાર હતા, ધરતી પર ઘાંસ અને લીલી વનસ્પતિને કારણે તે દેશમાં રહેવું શક્ય હતું.

વિદેશી આક્રમણો વચ્ચે, ઉત્તરમાં યુધ્ધ એ રાજાઓ અને ઉમરાઓ માટે એક રમત બની ગઈ, અને જ્યારે ઉત્તર-પશ્ચિમમાંથી નવા આક્રમણખોરોનો આ બખેડો દાખલ થયો ત્યારે અસ્તિત્વને ટકાવી રાખવા માટે ભાગ્યે જ તે રાષ્ટ્રિય સંઘર્ષ બની ગયો હશે.

સ્થાનિક આદી જાતીઓના લશ્કર મોટે ભાગે પગ સૈનિકોના બનેલા હતા કે જેઓ પાછળથી પાયદળ તરીકે જાણીતા બન્યા. તીર અને કમાન તેમના મુખ્ય હથિયારો હતા. ઘોડાઓ ડરેલા હતા તેથી ઘોડેસવારો અસ્તિત્વ ધરાવતા ન હતા. ઈ.સ. પૂર્વે ૫૩૭ની આસપાસ પર્શિયાના સાયરસ આધુનિક પેશાવર વિસ્તારોમાં પહોંચ્યા, અને તેના વારસદાર ડેરિયસે ઉત્તર-પશ્ચિમના પંજાબના ભાગ ઉપર વિજય મેળવ્યો હતો. ઘોડેસવારોના મહત્વ અને ઊપયોગિતા માટે તેમના આક્રમણો ભારતીયોના ઘરો સુધી પહોંચ્યા, જોકે ભારતીય હવામાન પરિસ્થિતી સારી જાતના ઘોડાના સંર્વર્ધન માટે અનુકૂળ ન હતી, તેથી રાજાઓ અને ઉમરાઓના યુધ્ધરથ ખેંચવા માટે અનામત રાખવામાં આવતા હતા. તેથી પાયદળ પર યુધ્ધ માટે નિર્ણાયક હથિયાર તરીકે ભરોસો રાખવામાં આવતો હતો. યોધ્ધાઓ સમાજના સૌથી સન્માનિત અને અગ્રણી વર્ગો હતા.

સામાન્ય રીતે યુધ્ધના હેતુઓ મર્યાદિત હતા અને વિશ્વના અન્ય સ્થળો કરતા ઓછા જંગલિયાત ભર્યા મોટા ભાગે હિસ્સા માટે લડાયા હતા. ભાગ્યે જ સ્થાનિક વિજય બાદ સામૂહિક સંહારની મજા માણતા. સ્ત્રી દાક્ષણ્ય અને થોડા ઘણા અંશે ધાર્મિક આચાર-વ્યવહાર અને મહદઅંશે સરળ આક્રમણો દ્વારા યુધ્ધમાં જીત મેળવી હતી.

ભારતીય રાજકીય ઈતિહાસમાં સૌપ્રથમ નોંધાયેલ માહિતી અનુસાર ઈ.સ. પૂર્વે ૩૨૭-૬માં એલેક્ઝાન્ડર ધ ગ્રેટ હેઠળ ગ્રીકો દ્વારા આક્રમણ થયેલ છે. હિંદુકુશ પર્વતમાળા પાર કર્યા બાદ, એલેક્ઝાન્ડરે તક્ષશિલા શહેર પર કબજો કર્યો અને જેલમના યુધ્ધમાં ભારતના રાજા પોરસને હરાવ્યો. પોરસના સૈન્ય હેઠળ રથો હજુ પણ મહત્વનું બળ હતા, ચામડાની લાંબી પટ્ટી સાથે બંધાયેલા તે લાકડામાંથી બનાવવામાં આવતા અને તેને બે ઘોડાઓ દ્વારા ખેંચવામાં આવતા હતા. દરેક રથને સારથી અને તીરંદારાજ હતા. કેટલાક ભારે રથને ચાર ઘોડાઓ અને ચાર વ્યક્તિઓ રહેતા, જેમાં બે ઢાલ ઉંચકનાર, બે મુખ્ય અને બે સારથી કે જેઓ યુધ્ધ દરમિયાન નાનકડું હથિયાર ફેંકવાનું કાર્ય કરતા હતા. જેલમ વખતે રથ કાદવમાં ફસાઈ જવાથી બરાબર કામગીરી કરી શક્યા ન હતા. રાજા પોરસ ખૂદ હાથી પર સવાર થઈ યુધ્ધ માટે આવ્યા હતા. આક્રમણકારો જેવા કે એલેક્ઝાન્ડરે ભારતમાં વિજય મેળવ્યા બાદ સ્થાનિક લશ્કરી રીતરિવાજોની પ્રશંસા કરી અને અપનાવ્યા અને તેની નાગરિક સંસ્કૃતીને પણ અપનાવી હતી. નવા રાજ્યો અને કેટલાક જોડાણો તરત જ રચવામાં આવ્યા, પરંતુ દુખદાયક એ હતું કે વિદેશી આક્રમણો સામે અપૂરતા સાબિત થયા.

પ્રાચીન ભારતના રાજકારણ અને સાહિત્ય યુધ્ધો સૌથી મુખ્ય હતા. ક્યારેક ક્યારેક મહાન રાજાઓ જેવા કે ચંદ્રગુપ્ત મૌર્ય ભારતના લોકોને જીતવામાં અને સંગઠીત કરવામાં સફળ થયા હતા. ઈ.સ. પૂર્વે ૩૦૦ થી ઈ.સ ૧૦૦ના સમયગાળા દરમિયાન રાજ્યની રચના સંબંધીત માર્ગદર્શિકા કૈટિલ્યનું ”અર્થશાસ્ત્ર” લશ્કરી ઈતિહાસમાં અત્યાર સુધી લખાયેલો એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તે સરકાર, કાયદા અને યુધ્ધ વિશેની શરૂઆતની વિભાવનાઓ પર એક સંપૂર્ણ ગ્રંથ છે. તેનો લશ્કરી વિભાગ સૈન્યની રચના અને માળખું, શસ્ત્રોના કાર્યો અને ભુમિકા અને સેવાઓ, તાલિમ ખ્યાલો અને પધ્ધતીઓ, લશ્કરના વિવિધ કર્મચારીઓની ફરજો, વ્યુહાત્મક અને સુનિયોજીત વિભાવનાઓ, રક્ષણાત્મક કિલ્લેબંધી, નેતૃત્વ અને મોટા લશ્કરના વ્યવસ્થાપનને આવરી લે છે.

ચંદ્રગુપ્ત મૌર્ય હેઠળ, મધ્ય એશિયાના આક્રમણકારો જેવાકે હુણો, જેઓએ તેમના સમયમાં સંસ્કૃતવિશ્વ તરીકે જાણીતો મોટો ભાગ લૂંટી લીધો હતો અને જમીનદોસ્ત કર્યું હતો, તેઓએ ઉભા રહીને ચેક કર્યું હતું. ચંદ્રગુપ્તે મેકડોનિયનના આ અવષેશોને હરાવ્યો અને પ્રથમ મહાન મૌર્યવંશના સામ્રાજ્યની સ્થાપના કરી. ચંદ્રગુપ્ત પોતાના સામ્રાજ્યની હદ વધારીને સૌથી પ્રથમ વિશાળ, કાયમી સેના જાળવનાર હતો. બિંદુસાર સામ્રાજ્ય વિસ્તર્યું અને અશોકે મૌર્ય સામ્રાજ્યની સત્તા અને કિર્તીને ઉંચાઈ સુધી પહોંચાડી હતી. કલિંગનું યુધ્ધ તેના જીવન માટે વળાંકરૂપ સાબિત થયું હતું. ત્યાર બાદ અશોકે તલવારનો ત્યાગ કર્યો અને બૌધ ધર્મ અપનાવ્યો. અને તેમના અનુયાયીઓ મારફતે દૂર દૂર સુધી તેનો ફેલાવો કર્યો.

આ સમયગાળો એ હતો કે હાથીઓ યુધ્ધના મેદાનમાં યુધ્ધમાં દેખાવ કરતા હતા અને તે છેક સત્તરમી સદી સુધી સતત ભારતીય યોધ્ધાઓ દ્વારા તેનો ઉપયોગ થતો રહ્યો. તેમ છતાં મૌર્ય કાયમી લશ્કર પાયદળ આધારિત હતું, જેમાં ૩૦,૦૦૦ ઘોડેસવારો, ૮૦૦૦ રથ અને ૯૦૦૦ હાથીઓ તેઓની તાકાત હતા. આ ઘોડેસવારો તાલીમબધ્ધ હતા અને તેમને એક બાજૂ હુમલો કરવા ભરતી કરવામાં આવતા હતા અને જગ્યાઓ કબજે કરવા માટે શોષણ થતું હતું. દરમિયાન અગાઉથી તેઓ આગળ અને પાછળની બાજૂથી સુરક્ષિત હતા. સંરક્ષણ માટે તેઓને અનામત રાખવામાં આવતા હતા અને આક્રમણ દળોને પરેશાન કરવામાં અને દુશ્મન જ્યારે આક્રમક હોય ત્યારે તેમનો પીછો કરી તેમને હરાવવા માટે ઉપયોગ થતો હતો. હાથી સાથે મુખ્ય શસ્ત્ર તરીકે તીર-કમાનનો ઉપયોગ થતો હતો અને વધારામાં નાનકડા ભાલા રાખવામાં આવતા હતા.

પછીથી મૌર્ય સામ્રાજ્ય દ્વારા શાંતીની સ્થાપના કરવામાં આવી હતી, આ શાંતીવાદી સંસ્કૃતી બૌધ ધર્મના ફેલાવા સાથે ભારતથી અફઘાનિસ્તાન, તિબેટ, બર્મા, ચીન, ઈન્ડો-ચાઈના, જાપાન અને ઈન્ડોનેશિયાના દ્વિપ સમૂહોમાં મોટા નૈતિક પક્ષપાત અને અહિંસા ઊભી થઈ હતી. આ પ્રકારની આધ્યાત્મિક જીતથી ઉત્તર-પશ્ચિમમાંથી સંયુક્ત આક્રમણની સંભાવનાઓનો સામનો કરવા માટે કોઈ પણ પ્રાદેશિક જોડાણ અને રાજકીય ઐક્યનો અભાવ હતો.

ઈ.સ. ૩૨૦ થી ૫૫૦ વચ્ચેનો સમયગાળો ગુપ્ત સામ્રાજ્ય માટે ‘સુવર્ણ યુગ’ હતો. આ સમયગાળા દરમિયાન સૌથી નોંધપાત્ર સિધ્ધીઓ ધર્મ, શિક્ષણ, ગણિત, વિજ્ઞાન, કલા, વૈદિક અને સંસ્કૃત, સાહિત્ય અને નાટકોના ક્ષેત્રોમાં મેળવી હતી. હર્ષવર્ધને ભારતની ભવ્યતાને પુનઃસ્થાપિત કરી અને ઉત્તર ભારતને ફરી એક વખત જોડ્યું હતું. આ શાંતી અને સમ્રૃધ્ધી ઘણા વર્ષો એટલે કે ઈ.સ. ૧૦૦૦ સુધી જળવાઈ રહ્યા અને ભારતીય સંસ્કૃતી ખુશહાલ બની હતી. આમ પ્રાચીન ભારતીય ઈતિહાસ બીજા મહાન પ્રકરણ ઈસ્લામિક આક્રમણકારોના આગમન તરફ દોરી ગયા.

ઈ.સ. ૯૮૫-૧૦૫૪ વચ્ચે જ્યારે ઉત્તર ભારત હવે વિદેશી સત્તાની તકરારના નવા પ્રકરણ સાથે, ચોલા રાજાઓ, દક્ષિણ ભારતમાં તેમની પ્રાદેશિક લશ્કરી શક્તિનો અંદાજ હતો. નૌકાદળના જહાજો કોરામંડલ કિનારેથી બહાર આગળ પૂર્વ ભારતના દ્વિપકલ્પ શ્રીલંકા અને ત્યાંથી સીધા મલાયા દ્વિપકલ્પ, જાવા, સુમાત્રા અને બોર્નિયો ગયા. ત્યાર બાદ ચોલા રાજાઓએ તેમની પક્કડ થાઈલેન્ડ અને વિયેતનામ સુધી વધુ વિસ્તારી. આ જીત વધુ વ્યાપાર આધારીત હતી અને તલવારની જીત કરતા તે હિંદુ સંસ્કૃતીના ફેલાવાને પ્રતિબિંબિત કરે છે. સમય જતા જ્યાં સુધી તેઓ ટકી શક્યા ત્યાં સુધી તેઓએ ભારતીય કલા, સંસ્કૃતી અને ધર્મનો પ્રભાવ આ દેશોમાં ફેલાવ્યો.

પાછા ઉત્તરમાં જોઈએ તો, ભારતની તુર્કીશ જીતે એક ચોક્કસ પેટર્ન વિકસાવી હતી, આ એક ક્રમશઃ પ્રક્રિયા હતી જે દસમી સદીમાં શરૂ થઈ. તુર્કો દ્વારા સરહદને પર હુમલાઓ શરૂ થયા. આ આક્રમણમાં વિકાસ પામેલ જે દરમિયાન નજીકના ભારતીય રાજાની ભિષણ યુધ્ધમાં હાર થઈ. આ પ્રથમ જીતનો સ્પ્રિંગબોર્ડ તરીકે બીજી વખત ઉપયોગ કરવામાં આવ્યો. આ પ્રક્રિયા ૧૭મી સદીમાં ગઈ કે જ્યારે આસામના ગાઢ જંગલોના આદિવાસીઓએ આક્રમણ દળોને અટકાવી રાખ્યા.

ભારતીય સશસ્ત્રો દળોનો ઈતિહાસ વિશાળ છે. અહી સમગ્ર ભારતીય લશ્કરી ઈતિહાસને આવરી લેવાનું શક્ય નથી તેમ છતાં સીંધુખીણની સંસ્કૃતીથી અધિક ભારત સુધી તેને જોઈ ગયા.

  • ભારતીય સશસ્ત દળોની ઓળખ

ભારતીય સશસ્ત્ર દળો સ્વતંત્ર ભારતના લશ્કરી દળો છે. તેઓમાં લશ્કર, નૌકાદળ, હવાઈદળ અને ભારતીય કોર્ડનો સમાવેશ થાય છે અને તે અર્ધલશ્કરી દળો(આસામ રાઈફલ્સ, સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ)ને ટેકો પૂરો પાડે છે અને વિવિધ આંતરીક સેવાઓની સંસ્થાઓ જેવી કે વ્યુહાત્મક ફોર્સીસ કમાન્ડ, ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર છે. ભારતીય સશસ્ત્ર દળોનું સંચાલન રક્ષામંત્રાલય(MoD) હેઠળ કેન્દ્રિય સંરક્ષણ કેબિનેટ મંત્રીના નેતૃત્વમાં થાય છે.

ભારતીય સશસ્ત્ર દળોની લશ્કરી કામગીરીમાં રોકાયેલા રહેવું તે મુખ્ય કામગીરી, ૧૯૪૭,૧૯૬૫ અને ૧૯૭૧માં ભારત-પાકિસ્તાન યુધ્ધ, ભારત ચીન યુધ્ધ, ૧૯૮૭ ભારત-ચીન યુધ્ધ, કાર્ગીલ યુધ્ધ અને અન્ય સીયાચીન સંઘર્ષોનો સમાવેશ થાય છે. ભારત તેના સશસ્ત્ર દળો અને લશ્કરના કર્મચારીઓનું ૭ ડિસેમ્બર, સશસ્ત્ર દળોના વાર્ષિક ધ્વજ દિને સન્માન કરે છે.

The figure shows the classification of the Indian armed forces

 

  1. ભારતીય સેના વિશેની ઓળખ
    • ભારતીય સેનાની ભુમિકા

ભારતના બંધારણના આદર્શને સમર્થન આપવા, ભારતીય સેના એ ભારતીય સશસ્ત્ર દળોનો જમીન દળ(પાયદળ) તરીકેનો એક ઘટક અસ્તિત્વમાં છે. ભારતીય નૌસેના અને ભારતીય વાયુસેનાની સાથે રાષ્ટ્રિય શક્તિના મુખ્ય ઘટક તરીકે ભારતીય સેનાની ભુમિકા નીચે મુજબ છે:-

પ્રાથમિક ભુમિકા: રાષ્ટ્રિય હિતોનું રક્ષણ કરવું અને સાર્વભૌમત્વની સલામતી, પ્રાદેશિક અખંડિતતા અને ભારતની એકતાના રક્ષણ માટે બાહરી જોખમો સામે યુધ્ધ ચાલું રાખવું.

દ્વિતીય ભુમિકા:   પ્રોક્સિ વોર અને અન્ય આંતરીક જોખમોનો સામનો કરવા માટે સરકારી સંસ્થાઓને મદદ કરવી અને જ્યારે જરૂર પડે ત્યારે લોક સત્તાતંત્રને આ હેતુ માટે સાધનો પૂરા પાડવા.

  • ભારતીય સશસ્ત્ર દળોને આદેશ અને નિયંત્રણ

 

ભારતના રાષ્ટ્રિપતી ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર છે. બધી લોકશાહીની જેમ જ, ભારતીય સશસ્ત્ર દળો દેશના ચૂંટાયેલા રાજકીય નેતૃત્વ દ્વારા નિયંત્રીત થાય છે. ભારત સરકાર કારોબારી, કેન્દ્રિય કેબિનેટ, રક્ષામંત્રી, સ્ટાફ સમિતીના ચીફ(COSC) અને ભુમિસેના, નૌસેના અને વાયુસેનાઓના સ્ટાફ દ્વારા ક્રમશઃ નિયંત્રીત થાય છે. રક્ષા મંત્રાલય કર્મચારી, નાણાકીય અને સંશોધનોના વ્યવસ્થાપન સંબંધીત બાબતો હાથ ધરે છે.

  • ભારતીય સેનાની કામગીરી

 

ભારતીય સેના બાહરી જોખમો અને આંતરીક અશાંતી અને અવ્યવસ્થાનો સામનો કરી દેશમાં એકતા અને અખંડિતતા જાળવવા માટે અંતીમ સાધન તરીકે સેવા આપે છે. ભારતીય સેનાના કાર્યો નીચે અનુસાર છે:-

અસરકારક અને મજબૂત અને સારી માળખાકીય યુધ્ધની ક્ષમતા દ્વારા યોજનાઓનું નિવારણ અને અટકાયત.

સંઘર્ષના સમગ્ર વિસ્તારમાં એકલા અથવા સંયુક્ત રીતે તમામ પ્રકારની લશ્કરી કામગીરીમાં જોડાવા અને હાથ ધરવા તૈયાર રહે છે.

વ્યુહાત્મક કમાન્ડ દળોને જરૂરી જમીની દળોના ઘટક પૂરા પાડે છે.

જ્યારે પણ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે લોક સત્તાતંત્ર બોલાવે ત્યારે મદદ પૂરી પાડવી, આપત્તિઓ અને આફતો અથવા અન્ય કોઈ પણ સંજોગોમાં આવશ્યક સેવાઓની જાળવણી સહિત માનવીય સહાયની મદદ કરવી.

યુનાઈટેડ નેશન્સ ચાર્ટર માટે ભારતની પ્રતિબધ્ધતાને અનુરૂપ યુનાઈટેડ નેશન્સની શાંતી જાળવી રાખવાની કામગીરીમાં ભાગ લેવો.

મિત્ર રાષ્ટ્રોને જ્યારે જરૂર પડે ત્યારે લશ્કરી સહાય પૂરી પાડવા તૈયાર રહેવું.

 

  • ભારતીય સેનાના વિભાગો:

ભારતીય સેના પાંચ ક્ષેત્રીય કમાન્ડમાં વહેંચાયેલ છે

સેન્ટ્રલ કમાન્ડ મુખ્ય કાર્યાલય, લખનૌ;

પૂર્વિય કમાન્ડ મુખ્ય કાર્યાલય, કલકત્તા;

ઉત્તરી કમાન્ડ મુખ્ય કાર્યાલય, ઉધમપૂર;

પશ્ચિમી કમાન્ડ મુખ્ય કાર્યાલય,ચંડી મંદીર; અને

દક્ષિણી કમાન્ડ મુખ્ય કાર્યાલય,પુણે.

વધારામાં, સેનાની ટ્રેનિંગ પોલિસીને અમલમાં મૂકવા માટે સિમલામાં આર્મિ ટ્રેનિંગ કમાન્ડ કાર્યરત છે.

  • ભારતીય લશ્કરનું સંસ્થાકીય માળખું

ભારતીય લશ્કર અને જુદા જુદા ફિલ્ડ ફોર્મેશનોનું સંસ્થાકીય માળખું નીચે અનુસાર છે:

ક્લાસ ૧ અધિકારીઓ(ચઢતા ક્રમમાં) ક્લાસ ૨ના અધિકારીઓ(ચઢતા ક્રમમાં)
જનરલ સુબેદાર મેજર/રિસેલદાર મેજર
લેફ્ટનન્ટ જનરલ સુબેદાર/રિસેલદાર
મેજર જનરલ નાયબ સુબેદાર/નાયબ રિસેલદાર
બ્રિગેડિયર  
કર્નલ  
લેફ્ટનન્ટ કર્નલ  
મેજર  
કેપ્ટન  
લેફ્ટનન્ટ  

લશ્કરમાં વાપરાતા જુદા જુદા ફિલ્ડ ફોર્મેશનો અને તેનું વર્ણન નીચે અનુસાર છે:

ફિલ્ડ ફોર્મેશન વર્ણન
ડિવિઝન •        મેજર જનરલની કક્ષાના જનરલ કમાન્ડિંગ ઓફિસર દ્વારા નિયંત્રીત છે.

•        ૧૫૦૦૦ લડાકુ સૈનિકો અને ૮૦૦૦ આધાર તત્વોનો સમાવેશ કરે છે.

•        હાલમાં તેમાં ૩૭ વિભાગો છે.

 

બ્રિગેડ •        બ્રિગેડિયર અથવા બ્રિગેડિયર જનરલની કક્ષાના કમાન્ડિંગ ઓફિસર દ્વારા નિયંત્રીત છે.

•        ૩૦૦૦ લડાકુ સૈનિકો અને આધાર તત્વોનો સમાવેશ કરે છે.

•        સામાન્ય રીતે પાયદળ બ્રિગેડમાં ૩ પાયદળ બટાલિયનો હોય છે.

રેજિમેન્ટ •        કર્નલની કક્ષાના સીઓ દ્વારા નિયંત્રીત છે.

•        ૧૫૦૦ લડાકુ સૈનિકો અને આધાર તત્વોનો સમાવેશ કરે છે.

 

બટાલિયન •        લેફ્ટનન્ટ કર્નલની કક્ષાના અધિકારી દ્વારા નિયંત્રીત છે.

•        તે મુખ્ય પાયદળ યુનિટ છે.

•        ૯૦૦થી પણ વધુ લડાકુ સૈનિકો ધરાવે છે.

કંપની •        કેપ્ટન/મેજરની કક્ષાના અધિકારી દ્વારા નિયંત્રીત છે.

•        ૧૨૦ સૈનિકો ધરાવે છે.

 

પ્લટૂન •        કંપની અને સેક્શન વચ્ચેનો મધ્યવર્તી વિભાગ છે.

•        લેફ્ટનન્ટની કક્ષાના અધિકારી(જો હાજર હોય તો) દ્વારા નિયંત્રણ અથવા ૩૨ સૈનિકો ધરાવતા સુબેદાર જેવા જુનિયર અધિકારી દ્વારા નિયંત્રણ

સેક્શન •        સૌથી નાનો લશ્કરી એકમ

•        સૈનિકોની સંખ્યા ૧૦

•        સારજન્ટ મેજર દ્વારા નિયંત્રણ

ભારતીય સેનાના ક્લાસ ૧ અને ક્લાસ ૨ના અધિકારીઓના ચિહ્નો નીચે દર્શાવ્યા છે:

  • ભારતીય લશ્કરના વિભાગો
    • વિભાગો

વિભાગો ખરેખરમાં ઓપરેશનો કરનાર ટુકડીઓનો સમાવેશ કરે છે. તેમાં નીચે પ્રમાણેનો સમાવેશ થાય છે.

પાયદળ (હવાઈ માર્ગો અને યાંત્રીક ટુકડીઓ સહીત)

યુધ્ધ જહાજ

ઉડ્ડયન વિમાન સંચાલન

તોપખાનું

એર ડિફેન્સ આર્ટિલરી

ઈજનેરો

સીગ્નલ અને

ઈન્ટેલિજન્સ

આ વિભાગો જૂદા જૂદા સ્તર પર કમાન્ડના યુનિટો અને પેટા-યુનિટોમાં વહેંચાયેલ છે.

  • સેવાઓ

લશ્કરનો બાકી રહેલ વિભાગએ સેવા છે. લોજિસ્ટિક્સ અને વહીવટી સેવાઓ પુરી પાડવી એ તેઓની પ્રાથમીક ફરજ છે.

  • ભારતીય લશ્કરના ખાસ દળો/કમાન્ડો યુનિટ:
    • પેરા કમાન્ડો:

 

પેરા કમાન્ડોએ ભારતીય લશ્કરનું ખાસ યુનિટ/દળ છે. તેની રચના ૧૯૬૬માં કરવામાં આવી હતી, પેરા કમાન્ડોએ ભારતની સૌથી મોટું અને ખાસ દળ છે. તેઓ ખાસ તાલીમ પામેલ એવા પેરાશૂટ રેજિમેન્ટનો ભાગ છે અને સામાન્ય રીતે, પેરા કમાન્ડોના દરેક સૈનિકને તેમાંથી જ પસંદ કરવામાં આવે છે. તેઓ એક ક્રેક ફોર્સ છે અને તેઓ મૂળ સૈન્યને વધુ નુકશાન સિવાય દુશ્મનોને સરહદથી દૂર રાખવામાં મદદ પૂરી પાડે છે. દુશ્મનો પર પાછળથી હુમલો કરવા માટે દુશ્મનોની સરહદ પાછળ સૈનિકોનું ઝડપી એકત્રીકરણ અને તેઓની પ્રથમ કક્ષાની સુરક્ષાને તોડી નાખવી એ પેરાશૂટ રેજિમેન્ટ હોવાનો મૂળ ધ્યેય છે. પેરાશૂટ રેજિમેન્ટ એ પેરા(SF) અને પેરા(SF) એરબોન બટાલિયઓનો સમાવેશ કરે છે, કે જે ભારતીય સૈન્યના સ્વયંસેવકોનું ચુનંદા દળ છે. ખાસ ભુમિકાને કારણે, રેજિમેન્ટને તેઓની મહત્તમ સ્તરની ઓપરેશનલ કાર્યક્ષમતા અને શારીરિક યોગ્યતા જાળવી રાખવી જરૂરી છે. અંતમાં, સોંપવામાં આવેલ ઓપરેશનલ કાર્યોને સફળતાપૂર્વક પાર પાડવા માટે ખાસ પ્રકારે પસંદગી પામેલ આ માનવબળ(સૈનિકો) એકંદરે જુવાન, શારીરિક રીતે સક્ષમ અને માનસીક રીતે મજબૂત, બુદ્ધિશાળી, સર્જનાત્મક અને ખૂબ પ્રોત્સાહિત હોવા જોઈએ.

 

 

 

 

 

  • ઘાતક ફોર્સ કમાન્ડો:

ઘાતક ફોર્સ કમાન્ડો એ ખાસ ઓપરેશનો કરવા માટે સક્ષમ પાયદળ ટુકડી છે. ભારતીય સૈન્યમાં દરેક પાયદળ બટાલિયનમાં તેની એક ટૂકડી હોય છે. ઘાતક એ હિન્દી શબ્દ છે કે જેનો મતલબ “કીલર(ખૂની)” અથવા ”ઘાતક” થાય છે. તેઓ શોક ટ્રૂપ્સ તરીકે વર્તે છે અને બટાલિયનોમાં હુમલો કરવામાં અગ્રગામી રહે છે.

  • કેટલીક નોંધનીય લડાઈઓ:
    • ભારત-ચીન યુધ્ધ(૧૯૬૨)

અક્સાઈ ચીન અને અરૂણાચલપ્રદેશના વિસ્તૃત સરહદી વિસ્તારોના સાર્વભૌમત્વ પરનો વિવાદ એ આ યુધ્ધનું કારણ બન્યું હતું. અક્સાઈ ચીન એ ભારત દ્વારા કાશ્મિરનો ભાગ અને ચીન દ્વારા ઝિન્જીયાન્ગનો ભાગ હોવાનો દાવો કરાયો હતો, કે જ્યાં ચીનના તિબેટ અને ઝિન્જીયાન્ગ વિસ્તારોને જોડતો એક મહત્વનો રસ્તો આવેલ છે, ચીન દ્વારા આ રસ્તાનું નિર્માણ એ આ યુધ્ધનું એક કારણ હતું.

ભારતીય અને ચીની દળો વચ્ચેના નાના નાના વિવાદોને પરિણામે ભારતે વિવાદાસ્પદ એવી મેકમોહન લાઈનને બે દેશો વચ્ચેની આંતરરાષ્ટ્રિય સરહદ બનાવી દેવા પર ભાર મુક્યો. ચીની ટુકડીઓએ ભારત દ્વારા ક્રોસ બોર્ડર ગોળીબારનો બદલો ન લેવાનો દાવો કર્યો, આમ છતાં ભારતની તિબેટમાં સંડોવણી અંગે ચીનની શંકાએ બંને દેશો વચ્ચે ઝઘડામાં વધારો કર્યો.

૧૯૬૨માં, ભારતીય સેનાને ભૂતાન અને અરૂણાચલપ્રદેશ પાસે સ્થિત અને વિવાદાસ્પદ મેકમોહન લાઈનથી પાંચ કીલોમીટરના અંતરે સ્થિત Thag La ridge પાસે ખસવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન ચીની ટુકડીઓએ પણ ભારતીય પ્રદેશો પર આક્રમણ ક્રયું અને જ્યારે ભારતીય દળોને ચીન દ્વારા અક્સાઈ ચીનમાં બનાવાયેલા રસ્તાની જાણ થઈ ત્યારે બંને દેશો વચ્ચેનો તણાવ ખૂબ જ વધી ગયો. ઘણી બધી નિષ્ફળ વાટાઘાટો બાદ, Thag La ridge પાસે પીપલ્સ લિબરેશન આર્મીએ ભારતીય સેના પર હુમલો કર્યો. ચીનના આ પગલાએ ભારતને અચંબામાં નાખી દીધું અને ૧૨ ઓક્ટોબર સુધીમાં નહેરૂએ ચીનીઓને અક્સાઈ ચીનમાંથી હાંકી કાઢવાનો હુકમ કર્યો. આમ છતાં ભારતીય સેનાના જૂદા જૂદા વિભાગોમાં નબળા સંકલન અને મોટા પ્રમાણમાં ભારતીય વાયુસેનાનો ઉપયોગ કરવાનો નિર્ણય મોડેથી લેવાતા ચીનને ભારત પર સુનિયોજીત નિર્ણાયક અને વ્યૂહાત્મક લાભ મળ્યો. ૨૦ ઓક્ટોબરે, ચીની સૈનિકોએ ઉત્તર-પૂર્વીય અને ઉત્તર-પશ્ચીમી વિસ્તારો પર હુમલાઓ કરીને મોટા પ્રમાણમાં અક્સાઈચીન અને અરૂણાચલપ્રદેશના ઘણા વિસ્તારો પર કબજો કરી લીધો.

વિવાદાસ્પદ પ્રદેશો ઉપરાંત પણ બીજા પ્રદેશોમાં લડાઈઓ પ્રસરતા, ચીની સરકાર ભારત સરકાર સાથે વાટાઘાટો કરવા તૈયાર થઈ, છતાં ભારત સરકાર ગુમાવેલ વિસ્તારો પાછા લેવા માટે અટલ રહી. કોઈ પણ પ્રકારના શાંતી-કરાર વિના, ચીને એકતરફી રીતે અરૂણાચલપ્રદેશમાંથી તેઓની સેના હટાવી લીધી. સેના હટાવવા પાછળના કારણો ભારત સાથે વિવાદાસ્પદ છે, ચીન માટે પરિવહનની સમસ્યા અને યુનાઈટેડ સ્ટેટ્સના રાજનૈતિક સહયોગ મળવાથી અને જ્યારે ચીને કહ્યું કે તેઓ હજુ પણ એવા વિસ્તારો ધરાવે છે કે જેના પર રાજનૈતિક રીતે દાવો કરી શકાય છે. ભારતીય અને ચીની દળો વચ્ચેની સીમાને ‘ધ લાઈન ઓફ એકચ્યુલ કન્ટ્રોલ’ નામ આપવામાં આવ્યું હતું.

ભારતના મિલિટરી કમાન્ડરો અને ખરેખરમાં તો રાજનૈતિક આગેવાનો દ્વારા લેવાયેલા નબળા(ખરાબ) નિર્ણયોએ કેટલાક સવાલો ઊભા કર્યા. તે પછી ટૂંક જ સમયમાં ભારત સરકારે ભારતીય લશ્કરની નબળી કામગીરીના કારણોની તપાસ માટે હેન્ડરસન-બ્રુકસ અને ભગત કમિટિઓની રચના કરી હતી. ચીનના રિપોર્ટમાં પણ યુધ્ધ શરૂ થયા પછી અને ચીની હવાઈદળો દ્વારા ભારતીય માનવ વસ્તીવાળા વિસ્તારોમાં વળતા હુમલાના ભયથી ભારતીય હવાઈદળોને ચીની પરીવહન રેખા પર હુમલા માટે મંજૂરી ન આપવાના નિર્ણયની ટીકા કરવામાં આવી હતી. ઘણા બધા આરોપો માટે રક્ષામંત્રી, ક્રિશ્ના મેનનની અક્ષમતાને લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા, જેઓએ યુધ્ધ પૂર્ણ થયા પછી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. આમ છતાં વારંવાર તેના(રિપોર્ટના) રજૂઆત માટેની માંગને જોતાં, હેન્ડરસન-બ્રુકસનો રિપોર્ટ હજૂ પણ યોગ્ય રીતે વર્ગીકૃત રહ્યો છે. નેવિલ મેક્સવેલે યુધ્ધના કારણો અંગે ખુલાસો કરેલ છે.

  • ભારત-પાકિસ્તાન યુધ્ધ(૧૯૭૧)

પૂર્વિય પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ચળવળ શરૂ થઈ હતી, કે જેને પાકિસ્તાની દળો દ્વારા નિર્દયતા પૂર્વક દબાવી દેવામાં આવી હતી. તેઓ વિરૂધ્ધ ખૂબ મોટા પ્રમાણમાં અત્યાચારને લીધે, તેઓને ત્યાં શરણાર્થીઓના સંકટને કારણે હજારો બંગાળીઓએ પાડોશી દેશ ભારતમાં આશ્રય લીધો હતો. ૧૯૭૧ની શરૂઆતમાં, ભારતે મુક્તિ બાહીની તરીકે જાણીતા બંગાળી બળવાખોરોને ટેકો આપવાની ઘોષણા કરી અને ભારતીય એજન્ટો તેમની મદદ માટેના ગુપ્ત ઓપરેશનોમાં વ્યાપક પ્રમાણમાં સામેલ થયા હતા.

૨૦ નવેમ્બર ૧૯૭૧ના રોજ, ભારતીય લશ્કરે પોતાના ૧૪ પંજાબ બટાલિયનો ૪૫ કેવેલરીઓને ગરીબપુરમાં ખસેડી, કે જે વ્યાહાત્મક રીતે ભારતની પૂર્વિય પાકિસ્તાન સાથેની સીમા પરનું મહત્વપૂર્ણ શહેર છે અને તેને સફળતાપૂર્વક કબજે કર્યું હતું. બીજા દિવસે, ભારતીય અને પાકિસ્તાની દળો વચ્ચે ખૂબ સંધર્ષ શરૂ થયા. બંગાળી બળવાઓમાં ભારતની વધતી સંડોવણીથી સાવચેત થતા, પાકિસ્તાની એરફોર્સે(PAF) શ્રીનગર, જમ્મૂ, પઠાણકોટ, અમૃતસર, આગ્રા, આદમપુર, જોધપુર, જૈસલમેર, ઉત્તરલઈ, સિર્સામાં ૧૦ ભારતીય એર બેઝ પર ૩ ડિસેમ્બરના રોજ ૧૭:૪૫ વાગ્યે આગોતરા હુમલાની શરૂઆત કરી હતી. આ હવાઈ હુમલોનો મૂળ ઉદ્દેશ પૂરો ન થયો છતાં પણ આ કિસ્સાએ ભારતને તે જ દિવસથી પાકિસ્તાન વિરૂધ્ધ યુધ્ધ શરૂ કરવા બહાનું આપ્યું. અડધીરાત સુધીમાં, ભારતીય લશ્કરે, ભારતીય હવાઈદળ સાથે મળીને પૂર્વ પાકિસ્તાનમાં ત્રણ મોટા ઓચીંતાના હુમલા કર્યા. ભારતીય સેનાએ battle of Hilli સહિતની પૂર્વિય મોરચા પરની કેટલિક લડાઈઓમાં જીત હાંસલ કરી હતી, આ જ એક એવો વિસ્તાર હતો કે જ્યાં પાકિસ્તાની સેના નોંધપાત્ર પ્રતિકાર કરવાની ક્ષમતા ધરાવતા હતા. આ ઓપરેશનમાં તંગાલી(Tangali)માં બટાલિયન-લેવલ પર એરબોર્ન ઓપરેશનનો પણ સમાવેશ થાય છે કે જેનું પરિણામ એમ આવ્યું કે માત્ર પાંચ જ દિવસમાં બધા જ વિરોધીઓએ શરતી શરણાગતિ સ્વિકારી. ભારતની વહેલી સફળતાનું કારણ ઝડપ અને સુગમતા હતી કે જેના કારણે ઈન્ડિયન આર્મર્ડ ડિવિઝન્સ પૂર્વ પાકિસ્તાનને પાર જઈ શક્યા.

પાકિસ્તાને ભારત વિરૂધ્ધ વળતો  હુમલો પશ્ચિમી છેડેથી શરૂ કર્યો હતો. ૪ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ, ભારતના પંજાબ રેજિમેન્ટના ૨૩મા બટાલિયનની A કંપનીએ રામગઢ, રાજસ્થાન નજીક ૫૧મી પાકિસ્તાની પાયદળ બ્રિગેડને શોધી કાઢી અને તેઓની હિલચાલ/ચળવળોને અટકાવી. લોન્જવાલાની લડાઈ પરિણમી કે જે દરમિયાન A  કંપની એ, મોટી સંખ્યામાં સૈનિકો હોવા છતાં, જ્યાં સુધી ભારતીય હવાઈદળ પાકિસ્તાની ટેન્કોને નષ્ટ કરવા પોતાના પાઈલટોને દિશા દેખાડે ત્યાં સુધીમાં પાકિસ્તાનીઓને અગાઉથી જ નિષ્ફળ બનાવ્યા. નિશ્ચિત સમયમાં યુધ્ધ સમાપ્ત થયું, ૩૮ પાકિસ્તાની ટેન્કો અને ૧૦૦ શસ્ત્રોથી સજ્જ વાહનો નષ્ટ કરી દેવામાં આવ્યા અથવા તો તેઓને તેમજ છોડી દેવામાં આવ્યા. ૨૦૦ પાકિસ્તાની ટુકડીઓને યુધ્ધ દરમિયાન તેઓની જાન ગુમાવી જ્યારે માત્ર ૨ જ ભારતીય સૈનિકોએ યુધ્ધ દરમિયાન પોતાની જાન ગુમાવી. ૪ થી ૧૬ ડિસેમ્બર સુધી પશ્ચિમી મોરચે લડવામાં આવેલ બસંતરના યુધ્ધમાં અન્ય એક મોટી હારને કારણે પાકિસ્તાનને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી. યુધ્ધના અંત સુધીમાં, ૬૬ પાકિસ્તાની ટેંકોને નષ્ટ કરી દેવામાં આવ્યા હતા અને અન્ય ૪૦ને કબજે કરવામાં આવ્યા હતા. આના બદલામાં, પાકિસ્તાની દળો માત્ર ૧૧ ભારતીય ટેન્કો નષ્ટ કરવામાં સફળ થયા. પશ્ચિમી મોરચા પર પાકિસ્તાનના અસંખ્ય હુમલાઓમાંથી કોઈ હુમલો નોંધપાત્ર નુકશાન ન પહોંચાડી શક્યો. ૧૬ ડિસેમ્બર સુધીમાં પાકિસ્તાને તેના પૂર્વિય અને પશ્ચિમી એમ બંને મોરચા પર નોંધપાત્ર પ્રદેશો ગુમાવ્યા.

બસંતરના યુધ્ધની સમાપ્તી પછીના એક દિવસ પછી, ૧૬ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ લેફ્ટનન્ટ જનરલ જે. એસ. અરોરાના નેતૃત્વ હેઠળ ભારતીય સેનાના ત્રણ દળોએ પૂર્વ પાકિસ્તાન પર આક્રમણ કર્યું, તેઓ ઢકામાં પ્રવેશ્યા અને પાકિસ્તાની દળોને શરણાગતી સ્વિકારવા માટે દબાણ કર્યું. પાકિસ્તાનના લેફ્ટનન્ટ જનરલ A.A.K. Niazi એ Instrument of Surrender સાઈન કર્યા બાદ ભારતે યુધ્ધના ૯૦,૦૦૦થી વધુ પાકિસ્તાની કેદીઓને હસ્તક લીધા. Instrument of Surrender પર સાઈન કરવાના સમયે, યુધ્ધમાં ૧૧,૦૦૦ પાકિસ્તાની સૈનિકોને મારી નાખવામાં આવ્યા જ્યારે ભારતમાં યુધ્ધને સંબંધીત માત્ર ૩,૫૦૦ મૃત્યુ નોંધાયા. વધુમાં, પાકિસ્તાને ભારતના ૬૯ ટેંકોની સરખામણીમાં ૨૨૦ ટેન્કો ગુમાવ્યા. ૧૯૭૨માં, સિમલા કરાર સાઈન થયા બાદ બંને દેશો વચ્ચે તણાવ ઓછો થયો. આમ છતાં, રાજનૈતિક તણાવોને કારણે ક્યારેક થતા કેટલાક સંઘર્ષો કે જે લશ્કરી તકેદારીની પરાકાષ્ઠાએ પહોંચી ગયા હતા.

  • કારગીલ યુધ્ધ(૧૯૯૯)

૧૯૯૮માં, ભારતે પરમાણુ પરિક્ષણો કર્યા અને તેના કેટલાક દિવસો બાદ, પાકિસ્તાને તેના જવાબમાં બંને દેશોની પરમાણ્વિય ક્ષમતાનો તફાવત દર્શાવતા વધુ પરમાણુ પરિક્ષણો કર્યા, ત્યાર બાદ ભારતે પાકિસ્તાન પાસે અભાવ હતો તેવા ત્રણ હાઈડ્રોજન બોમ્બનો વિસ્ફોટ કર્યો. ૧૯૯૯માં યોજાયેલી લાહોર સમિટ બાદ રાજનૈતિક સમસ્યાઓ હળવી બની. પરંતુ આ આશાવાદ ટૂંક સમયનો જ હતો, ૧૯૯૯ના મધ્ય સુધીમાં પાકિસ્તાની પેરામિલિટરી દળો અને કાશ્મીરી બળવાખોરોએ રણપ્રદેશ પર કબજો કરી લીધો, પરંતુ વ્યૂહાત્મક રીતે ભારતના કારગીલમાં હિમાલયના પર્વતોને પણ. આ સ્થળો ભારતીય સેના દ્વારા શિયાળાની પ્રતિકૂળ ઠંડી ઋતુમાં છોડી દેવામાં આવ્યા અને વસંતમાં ફરીથી કબજે કરવામાં આવ્યા. પાકિસ્તાની દળો કે જેઓએ આ વિસ્તારો પર નિયંત્રણ લીધો હતો તેઓને પાકિસ્તાન તરફથી શસ્ત્રો અને પૂરવઠો એમ બંને રીતે મહત્વની સહાયતા મળી રહી હતી. કેટલાક શિખરો તેઓના નિયંત્રણમાં હતા જેમાં ટાઈગર હીલ, દુર્લક્ષ એવો મહત્વપૂર્ણનો શ્રીનગર-લેહ હાઈવે(NH 1A), બતાલીક અને દ્રાસનો સમાવેશ થતો હતો.

એક સમયે પાકિસ્તાની આક્રમણનું ધોરણ સમજાતા, ભારતીય સેનાએ ખૂબ જ ટૂંક સમયમાં ૨,૦૦,૦૦૦ ટુકડીઓ એકત્ર કરી અને ઓપરેશન મેઘદૂત શરૂ કર્યું. આમ છતાં, શિખરો પાકિસ્તાનીઓના કબજે હોવાથી, વ્યુહાત્મક રીતે ભારત નુકશાનમાં હતું. પાકિસ્તાનીઓની નિરક્ષણની જગ્યાઓએથી, પાકિસ્તાની દળો નેશનલ હાઈવે 1A પર તોપમારો કરી શકે તેવો અને મોટા પ્રમાણમાં ભારતીયોને જાનહાની પહોંચાડી શકે તેવો સ્પષ્ટ દ્રષ્ટિપથ હતો. આ હાઈવે હેરફેર અને પુરવઠા માટેનો મુખ્યમાર્ગ હોવાથી ભારતીય સેના માટે આ એક મોટી સમસ્યા હતી. આમ, નેશનલ હાઈવે 1A ની આસપાસના શિખરો ફરીથી કબજે કરવા એ ભારતીય સેનાનો પ્રાથમિક ઉદ્દેશ હતો. આનું પરિણામ એમ આવ્યું કે ભારતીય દળોએ સૌપ્રથમ ટાઈગર હીલ અને દ્રાસમાં તોલોલીંગને નિશાન બનાવ્યા. ત્યાર બાદ સિયાચીન ગ્લેસિયર પર નિયંત્રણ માટે બટાલીક-તુર્ટોક પર વધુ હુમલાઓ કર્યા. નેશનલ હાઈવે 1Aથી સૌથી નજીકના પોઈન્ટ ૪૫૯૦ પર ભારતીય દળોએ ૧૪ જૂનના રોજ સફળતાપૂર્વક ફરી કબજો મેળવી લીધો.

જોકે હાઈવેની આસપાસની દરેક પોસ્ટ જૂન મહિનાની મધ્ય સુધીમાં દૂર કરવામાં આવી હતી, દ્રાસ નજીક હાઈવેના કેટલાક ભાગો પર યુધ્ધ પુરું થયું ત્યાં સુધી છૂટોછવાયો તોપમારો જોવા મળતો હતો. એક વખત નેશનલ હાઈવે 1A ક્લિયર થયા બાદ, ભારતીય સેનાએ આક્રમણ કરનાર દળોને લાઈન ઓફ કંટ્રોલને પાર પહોંચાડવાનું કામ કર્યું. અન્ય હુમલાઓ પૈકી તોતોલિંગની લડાઈએ યુધ્ધને ધીરે ધીરે ભારતના પક્ષમાં લાવી દીધું.  તોપણ, ટાઈગર હીલ(પોઈન્ટ ૫૧૪૦) સહીતની કેટલિક પોસ્ટ પર સખત પ્રતિકાર પણ કરવામાં આવ્યો હતો કે જે  યુધ્ધમાં પછીથી વિનાશક બન્યું. જ્યાં ઓપરેશન સંપૂર્ણપણે ચાલી રહ્યું હતું, ત્યાં કેટલીક જગ્યાઓ કે જે સીધો દ્રષ્ટિપથ ધરાવતી હતી ત્યાં ઘૂસણખોરોને દૂર કરવા માટે આશરે ૨૫૦ જેટલી આર્ટિલરી ગન લાવવામાં આવી હતી. ઘણી મહત્વની જગ્યાઓ પર કે જે દૃશ્યમાન વિસ્તારની બહાર રહેલી પાકિસ્તાની સૈનિકો દ્વારા બનાવેલી દૂરની ચોકીઓ પર આર્ટિલરી કે હવાઈદળ સ્પષ્ટ કરી શકે તેમ ન હતા. ભારતીય સેનાએ સીધા જ આગળના ગ્રાઉન્ડ પર હુમલાઓનો સામનો કરતા ધીમી ચઢાઈ કરી અને અને શિખર પર ૧૮,૦00 ફૂટ(૫,૫૦૦ મીટર) ઊંચાઈ પર સીધી ચડાઈ કરવા માટે તેઓએ મોટા પ્રમાણમાં ભોગ આપ્યો. બે મહિનાની લડાઈ દરમિયાન, ભારતીય સેનાની ટુકડીઓએ ધીરે ધીરે ગુમાવેલા મોટા ભાગના દરેક શિખરો પાછા મેળવ્યા; સત્તાવાર ગણતરી અનુસાર ૭૫%-૮૦% જેટલો વિસ્તાર અને આશરે દરેક ઉંચાઈવાળી જગ્યાઓ ફરીથી ભારતીયોના નિયંત્રણમાં હતી.

૪ જુલાઈએ વોશિંગ્ટન સમજૂતી અનુસાર, કે જે અનુસાર શરિફ પાકિસ્તાની ટુકડીઓને પાછી બોલવી લેવા માટે તૈયાર થયા, મોટા ભાગની લડાઈઓ ધીરે ધીરે થોભી, પરંતુ કેટલીક પાકિસ્તાની ટુકડીઓ હજુ પણ ભારત તરફની લાઈન ઓફ કંટ્રોલ પર તેઓના પહેલાના સ્થાન પર જ હતી. વધુમાં, યુનાઈટેડ જીહાદ કાઉન્સિલે(ઉગ્રવાદી સમૂહોને માટે છત્ર રૂપ) પાકિસ્તાનના પાછળ હટવાના પ્રસ્તાવને નામંજૂર કરી નાખ્યો અને લડત ચાલુ રાખવાનો નિર્ણય લીધો. દ્રાસના પેટા ક્ષેત્રો પરથી પાકિસ્તાની દળો દૂર થયા બાદ તરત જ ભારતીય સેનાએ તેનો અંતીમ હુમલો જુલાઈના અંતીમ અઠવાડિયામાં કર્યો, લડાઈ ૨૬ જુલાઈએ પૂર્ણ થઈ. આ દિવસ ભારતમાં કારગિલ વિજય દિવસ તરીકે ઉજવાય છે. યુધ્ધના અંત સુધીમાં, જુલાઈ ૧૯૭૨માં સિમલા સમજૂતી અનુસાર નક્કી કરવામાં આવેલ, લાઈન ઓફ કંટ્રોલના દક્ષિણ અને પૂર્વ પાસેના દરેક વિસ્તારોમાંથી ભારતે સેના પાછી બોલાવી લીધી. સમયસર યુધ્ધ પૂર્ણ થયું, યુધ્ધ દરમિયાન ૫૨૭ ભારતીય સૈનિકોએ જાન ગુમાવી, જ્યારે કે પાકિસ્તાની સેનાના ૭૦૦થી વધુ સૈનિકોએ પોતાની જાન ગુમાવી હતી. ભારતીય સશસ્ત્ર દળો દ્વારા યુધ્ધ દરમિયાન ઈસ્લામિક યોદ્ધાઓ કે જેઓ મુજાહિદ્દીન તરીકે પણ જાણીતા છે તેવા ૩,૦૦૦ સૈનિકોને મારી નાખવામાં આવ્યા હતા.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ?