1. સ્વૈચ્છિક સંસ્થા એટલે શું ?
    • વ્યાખ્યા :
  • સ્વૈચ્છિક સંસ્થા શબ્દો એવી સંસ્થાઓને સામાન્ય રીતે લાગુ પડે છે કે જે સરકારનો ભાગ ન હોય કે વ્યવસાયિક સંસ્થા (નફો કરનારી) ન હોય. તે સામાન્ય રીતે સામાન્ય નાગરીકોએ જ સ્થાપી હોય છે.
  • સ્વૈચ્છિક સંસ્થા નાગરીકો માટેની સંસ્થા છે.
  • તે સરકારથી સ્વતંત્ર રીતે કામ કરે છે.
  • તે સ્ત્રોતો પહોંચાડવા કે કોઈ સામાજીક કે રાજકીય હેતુ પાર પાડવા માટે કામ કરતી હોય છે.
  • સ્વૈચ્છિક સંસ્થાનું ધ્યેય સામાજીક પ્રવૃત્તિઓ કરવાનું હોય છે.
  • આ સંસ્થાઓ વ્યાપારી પ્રવૃત્તિઓ કરતી નથી.

 

  • સ્વૈચ્છિક સંસ્થાઓનાં પ્રકારો :

સ્વૈચ્છિક સંસ્થાઓનાં પ્રકારો તેમનાં પસંદગીની પ્રવૃત્તિઓ અને કામગીરીનાં સ્તર પરથી પાડી શકાય છે.

  • પસંદગીની પ્રવૃત્તિઓનાં આધારે વર્ગીકરણ :
  • લોકહિતની સંસ્થાઓ :

આમાં એવી સ્વૈચ્છિક સંસ્થાઓનો સમાવેશ થાય છે કે ગરીબો માટે કામ કરતી હોય દા.ત. તેમને ખોરાક, વસ્ત્રો, દવાઓ, ઘર વગેરે આપવા.

  • સેવાભાવિ સંસ્થાઓ :

આમાં એવી સ્વૈચ્છિક સંસ્થાઓનો સમાવેશ થાય છે કે જે આરોગ્ય, કુટુંબિનિયોજન, શિક્ષણ વગેરે પ્રવૃત્તિઓ કરે, અહીં કાર્યક્રમ, જે તે સ્વૈચ્છિક સંસ્થા ઘડી કાઢે છે.

  • ભાગીદાર સંસ્થાઓ :

આમાં સ્વસહાયનાં પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે કે જેમાં સ્થાનિક લોકો કોઈ પ્રોજેક્ટના અમલીકરણમાં ભાગ લેતા હોય.

  • મજબૂત કરતી સંસ્થાઓ :

આવી સંસ્થાઓનું ધ્યેય ગરીબોને તેમનાં જીવનને અસર કરતાં સામાજીક, રાજકીય અને આર્થિક પરિબળોની સમજણ આપવાનું હોય છે.

કામગીરીનાં સ્તર પરથી સ્વૈચ્છિક સંસ્થાઓનું વર્ગીકરણ :

  • સમાજ-આધારિત સંસ્થાઓ :

લોકોની પોતાની પહેલથી શરૂ થાય છે. દા.ત. સ્પોર્ટસ કલબો, મહિલા-સંસ્થાઓ વગેરે.

  • શહેરમાં કામ કરતી સંસ્થાઓ :

દા.ત. રોટરી કે લાયસન્સ કલબ, ચેમ્બસ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, વ્યવસાયિક જૂથો વગેરે.

  • રાષ્ટ્રીય સ્વૈચ્છિક સંસ્થાઓ :

આમાં રેડક્રોસ, વાય.એમ.સી.એ. / વાય.ડબલ્યુ.સી.એ., વ્યવસાયિક સંસ્થાઓ વગેરેનો સમાવેશ થાય છે.

  • આંતરરાષ્ટ્રીય સ્વૈચ્છિક સંસ્થાઓ :

સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓને ફંડ પુરૂં પાડવું કે પ્રોજેક્ટોને ફંડ પુરૂં પાડવા કરતાં તેમની પ્રવૃત્તિઓ જુદી પડે છે. દા.ત. OXFAM, CARE, Ford વગેરે.

સ્વૈચ્છિક સંસ્થાઓ એક મિશ્ર જૂથ ઉભું કરે છે અને કામની અલગ અલગ તકો સાથે અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરતી ઘણી સંસ્થાઓ તેમાં રહેલી હોય છે. સ્વૈચ્છિક સંસ્થાઓ ઉપરાંત ખાનગી સ્વૈચ્છિક સંસ્થાઓ, સભ્ય સમાજ, સ્વતંત્ર ક્ષેત્ર, સ્વસહાય સંસ્થાઓ, પાયારૂપ સંસ્થાઓ, સ્વૈચ્છિક ક્ષેત્ર, અખીલ-ભારતીય સામાજિક આંદોલન સંસ્થાઓ અને બિનસરકારી ક્રિયાશીલો જેવા નામ તેમને આપવામાં આવે છે.

સ્વૈચ્છિક સંસ્થાઓ માટે વપારાતાં કેટલાંક નામો નીચે પ્રમાણે છે :

  • બિન્ગો : વ્યવસાય મિત્ર આંતરરાષ્ટ્રીય સ્વૈચ્છિક સંસ્થા માટે વપરાતું ટૂંકુ નામ.
  • CITS : યુવાનોને સંશોધન અને વિકાસમાં રસ લેતા કરીને આ સંસ્થા મૂળભૂતપણે વૈજ્ઞાનિક સમાજને મદદ કરે છે.
  • CSO : સિવિલ સોસાયટી ઓર્ગેનાઈઝેશનનું ટૂંકું નામ.
  • DONGO : ડોનર ઓર્ગેનાઈઝડ એમ.જી.ઓ.
  • ENGO : એનવાર્યનમેન્ટલ એન.જી.ઓ., જેવી કે ગ્લોબલ-2000.
  • GONGO : ગર્વનમેન્ટ ઓપરેટેડ એન.જી.ઓ.
  • INGO : ઈન્ટરનેશન ઓ.એન.જી. દા.ત. Oxfam
  • QUANGO : અંશતઃ સ્વાયત એન.ઓ.જી. દા.ત. (ISO) ધરાવતી બિન-સરકારી સંસ્થા.
  • TANGO : ટેકનિકલ મદદ કરતી NGO
  • GSO : ગ્રારૂટ્સ સ્પોર્ટ ઓર્ગેનાઈઝેશન.
  • MANGO : માર્કેટ એડવોક્સી NGO
  • CHARDS : કોમ્યુનિટી હેલ્થ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી.
    • સ્વૈચ્છિક (બિનસરકારી) સંસ્થાઓનું કાયદાકીય સ્થાન :

સ્વૈચ્છિક સંસ્થાઓ નીચેનામાંથી કઈ પણ ભારતીય કાયદા હેઠળ નોંધણી કરાવી શકે છે.

  1. સોસાયટીઝ રજીસ્ટ્રેશન એક્ટ-1860
  2. ચેરિટેબલ ટ્રસ્ટ
  3. ભારતનાં કંપની લો-1956 હેઠળ હનેલી લિમિટેડ કંપની.

  1. સોસાયટીઝ રજીસ્ટ્રેશન એક્ટ નીચે નોંધાયેલી સંસ્થાઓ : સંસ્થા અહીં એક કંપની કે લોકોનું જૂથ હોય છે કે જે, કોઈ સમાન હેતુ માટે કાર્ય કરવા માટે એકઠા થયેલ હોય છે. રાજ્ય સ્તરે ઓછામાં ઓછા સાત સભ્યો સાથે અને કેન્દ્રીય સ્તરે ઓછામાં ઓછા આઠ સભ્યો સાથે તે કોઈ કોન્ટ્રાક્ટ કરી શકે છે.
  2. ચેરિટેબલ ટ્રસ્ટ : ‘ટ્રસ્ટ’ની વ્યાખ્યા એવી કરવામાં આવે છે કે તે એક એવી જવાબદારી છે કે જે કોઈ મિલકતની માલિકી સાથે સંકળાયેલી છે અને માલિકનો તેનામાં અને તેનો માલિકમાં વિશ્વાસ રહેલો છે. જેમાં બેમાંથી એકને કે બન્નેને લાભ થાય છે.

 

ટ્રસ્ટના પ્રકારો :

  • મૌખિક અને લેખિત ટ્રસ્ટ
  • સાદું અને વિશિષ્ટ ટ્રસ્ટ
  • એક્સપ્રેસ એન્ડ ઈમ્પ્લાઈડ ટ્રસ્ટ
  • રચનાત્મક (કન્સટ્રક્ટીવ ટ્રસ્ટ)
  • પરિણામી (રિઝલ્ટીંગ) ટ્રસ્ટ
  • એક્ઝીક્યુટેડ એન્ડ એક્ઝીક્યુટરી ટ્રસ્ટ
  • રિવોકેબલ (બંધ કરી શકાય તેવું) અને ઈરિવોકેબલ (બંધ ન કરી શકાય તેવું) ટ્રસ્ટ
  • જાહેર અને ખાનગી (પબ્લીક એન્ડ પ્રાઈવેટ) ટ્રસ્ટ
  • પબ્લીક કમ પ્રાઈવેટ ટ્રસ્ટ
  • સ્પેસિફીક એન્ડ ડિસ્ક્રીશનરી ટ્રસ્ટ
  • રિલિજીયસ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ

c). લિમિટેડ કંપની :

કંપનીઝ એક્ટના સેક્શન-25 હેઠળ વ્યાપાર, કલા, વિજ્ઞાન, ધર્મ, સખાયત વગેરેમાંથી ગમે તે કાર્ય માટે બનેલી કે બનાવવા ધારેલી કંપની કે જે પોતાનાં નફાને ઉપરોક્ત કાર્યો માટે વાપરે અને તેના સભ્યોને ડિવિડન્ડ ન આપે તેને લિમિટેડ કે પ્રાઈવેટ લિમિટેડ શબ્દો વાપર્યા વિના સ્થાપવાની મંજુરી અપાય છે. અન્ય કંપનીઓની જેમ જ તેની નોંધણી માટે અરજી કરી શકાય છે. જો રજિસ્ટ્રારને સંતોષ થાય કે તમામ જરૂરી વિધિઓ પૂરી કરવામાં આવી છે, તો તે એક પ્રમાણપત્ર આપશે જેની તારીખથી કંપની અસ્તિત્વમાં આવેલી ગણાશે.

  • સ્વૈચ્છિક સંસ્થાને મળવા ફંડના સ્ત્રોત :

રકમનાં થોડાક જ દાન કરતાં. સરકારથી સ્વતંત્ર હોવા છતાં ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ તેમનાં પ્રોજેક્ટો ચલાવવા માટે, કામગીરી કરવા માટે, પગારો આપવા માટે અને અન્ય ખર્ચને પહોંચી વળવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓ ઘણા સ્ત્રોત પર આધાર રાખતી હોય છે. સ્વૈચ્છિક સંસ્થાઓનું વાર્ષિક બજેટ લાભો (કે કરોડો) ડોલરમાં હોઈ શકે છે અને તેથી આવી બિનસરકારી સંસ્થાઓનાં અસ્તિત્વ અને સફળતા માટે ફંડ ઉભું કરવું તેના માટે અનિવાર્ય બની રહે છે. વ્યક્તિગત ખાનગી દાનવીરો આવી સંસ્થાઓ માટે એક મહત્વનો સ્ત્રોત હોય છે. આવા કેટલાંક દાન અત્યંત ધનાઢય દાનવીરો પાસેથી આવાતં હોય છે, દા.ત. ટેડ ટર્નરનું યુનાઈટેડ નેશન્સને એક બિલિયન ડોલરનું દાન, વોરને બેફેટે આઓ જ પ્રમાણે બર્કશાયર – હાઈવેનાં 10 મિલિયન કલાર-બી શેરો બીલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનને આપવાનું જાહેર કર્યું છે. (જેની કિંમત 2006ના જૂન માસમાં 31 બિલિયન ડોલર થતી હતી.) આમ છતાં ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ નાની રકમનાં ઘણા દાન પર આધાર રાખતી હોય છે. (મોટી ફંડ માટે સરકાર પર જ આધાર રાખતી હોય છે !

નીચેનામાંથી કેટલાંક સ્ત્રોતો પર બિનસરકારી સંસ્થાઓ આધાર રાખતી હોય છે :

  • ખાનગી દાન
  • લોકહિતની સંસ્થાઓ / આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ (યુનાઈટેડ નેશન્સ, વિશ્વ બેન્ક, એશિયન ડેવલપમેન્ટ બેન્ક વગેરે)
  • કોર્પોરેટર એન્જસીઓ.
  • રાજ્ય સરકાર / કેન્દ્ર સરકાર
  • નાના સાહસો, માઈક્રોફાઈનાન્સ, માઈક્રો-ઈન્શ્યોરન્સ
  • વ્યક્તિઓ કે અનૌપચારિક જૂથો પાસેથી મળતા દાન કે ભેટ
  • સભ્ય ફી
  • વસ્તુઓ કે સેવાઓનું વેચાણ
  • સ્થાનિક, રાજ્ય સરકાર કે કેન્દ્રીય એજન્સીઓ તરફથી ગ્રાન્ટ

  • સ્વૈચ્છિક સંસ્થાઓનું માખળું :
બોર્ડના સભ્યો
કાર્યક્રમ અધિકારી
ક્ષેત્રીય કાર્યકર
વહીવટી અધિકારી
હિસાબી અધિકારી
પ્રોજેક્ટ કોઓર્ડિનેટર (શિક્ષણ)
પ્રોજેક્ટ કોઓર્ડિનેટર (રોજગાર)
પ્રોજેક્ટ કોઓડિનેટર (આરોગ્ય)
ફિલ્ડ વર્કર
ફિલ્ડ વર્કર
ફિલ્ડ વર્કર
ફિલ્ડ વર્કર
ફિલ્ડ વર્કર
ડાયરેક્ટરો

 

  • સ્વૈચ્છિક સંસ્થાઓનાં કાર્યો અને ધ્યેયો :
  • ગરીબોનાં હિતોનું રક્ષણ કરવું
  • પર્યાવરણનું રક્ષણ કરવું
  • પ્રાથમિક સામાજિક સેવાઓ પૂરી પાડવી
  • સમાજનાં વિકાસનાં કાર્યો હાથ પર લેવા
  • (લોકોની) સમસ્યાઓ અને દુઃખો દૂર કરવા.

  • સ્વૈચ્છિક સંસ્થાઓનાં લક્ષણો :
  • લોકોની વિવિધ જરૂરીયાતો અને હિતોનું રક્ષણ કરવું.
    • લોકો આવી સંસ્થાઓનાં સ્વૈચ્છિક રીતે ભાગ લે છે.
    • બોર્ડ ઓફ ડિરેક્ટરો સ્વૈચ્છિક રીતે તેનાં વહીવટ માટે સમય આપે છે.
    • લોકો અને અન્ય સંસ્થાઓ પાસેથી ફંડ ઉભા કરે છે કે દાન મેળવે છે.
    • તેના ભાગરૂપે લોકોના હિતો કે જરૂરીયાતોની પૂર્તિ માટે જરૂરી કાર્યક્રમો યોજે છે.
    • સ્વતંત્ર હોય છે અને તેમના ‘સારા કામ’ માટે જાણીતી હોય છે.
    • સ્વૈચ્છિક સંસ્થાઓની સમાજિક વિકાસમાં કામગીરી :
  • સ્વૈચ્છિક સંસ્થાઓ નાગરીકોને તેમનાં સમાજ માટે કામ કરવાની તક આપે છે.
  • એક સરખાં મૂલ્યો અને હિતો ધરાવતી વ્યક્તિઓ એકઠી થઈને આવી સંસ્થા બનાવે છે ત્યારે તેમનો અવાજ બુલંદ થાય છે.
  • ઘણી વખત સ્વૈચ્છિક સંસ્થાઓ નાગરીકો અને શાસન વચ્ચે સમજણ વધારે છે.
  • સ્વૈચ્છિક સંસ્થાઓ નાગરીકોનાં સમાજમાં સમાજની વૈવિધ્યપૂર્ણ અને જટિલ જરૂરીયાતોને વ્યક્ત કરવામાં અને તેની પૂર્તિ કરવામાં યોગદાન આપે છે.
  • કેન્દ્રીકૃત શાસન એજન્સીઓનો તે વિક્લપ પૂરો પાડે છે અને વધુ સ્વાતંત્ર્ય અને લવચીકતા (ફ્લેક્સિબિલિટી) સાથે સેવાઓ પૂરી પાડે છે.
  • સ્વૈચ્છિક સંસ્થાઓ, દરેક વાત માટે સરકારી સત્તા અને લાભો પર આધાર રાખવાને બદલે નાગરીકોને સક્રિય થવા માટે પ્રોત્સાહિત કરે છે.
  • સ્વૈચ્છિક સંસ્થાઓ એવી પ્રક્રિયાઓ સ્થાપિત કરે છે, જેમનાં વડે સરકાર અને બજારને લોકો જવાબદાર ઠેરવી (કે બનાવી) શકે.
  • સ્વૈચ્છિક સંસ્થાઓ વિવિધ મંતવ્યો અને સહિષ્ણુતાને ટેકો આપે છે અને સાંસ્કૃતિક, લોકસાંસ્કૃતિક, ધાર્મિક, ભાષાકીય અને અન્ય ઓળખને મજબૂત કરે છે.
  • સ્વૈચ્છિક સંસ્થાઓ વિજ્ઞાન અને વિચારને મહત્વ આપે છે, તેઓ કલા અને સંસ્કૃતિનો વિકાલ કરે છે, પર્યાવરણની રક્ષા કરે છે અને એક ધબકતા નાગરીક સમાજનું ઘડતર કરનારી તમામ પ્રવૃત્તિઓને ઉત્તેજન આપે છે.

  1. પોલીસદળ અને સ્વૈચ્છિક સંસ્થાઓ વચ્ચેનો સંબંધ :

 

  • નાગરીકો અને પોલીસદળ વચ્ચેનાં સંબંધો સુધારવામાં સ્વૈચ્છિક સંસ્થાઓની કામગીરી :
  • અલગ અલગ સમાજનાં સાંસ્કૃતિક પરિબળો વિશે વધુ સારી જાગૃતિ કેળવવામાં સ્વૈચ્છિક સંસ્થાઓ પોલીસદળને મદદ કરી શકે છે.
  • એવી સમિતિઓની રચના કરી શકાય કે જે પોલીસ, સ્થાનિક સરકાર અને સ્થાનિક સમાજનાં પ્રતિનિધિઓને નજીક લાવે કે જેથી ગૂનાખોરી સામે સંગઠિત રીતે કામ કરી શકાય.
  • એવી માન્યતા દૂર કરી શકે કે ‘કશું થવાનું નથી’
  • પોલીસદળ તરફનો અવિશ્વાસ અથવા ભય દૂર કરી શકે.
  • વળતા હુમલાનો ભય દૂર કરી શકે.
  • ગૂનાખોરીને લગતા કાયદાઓનું જ્ઞાન આપી શકે.
  • શરમની લાગણીમાંથી બહાર લાવી શકે.
  • ગૂનાની ગંભીરતા સમજવામાં મદદ કરી શકે.
  • ઓળખ છતી થઈ જવાનો ભય દૂર કરી શકે.
  • પોલીસદળ કે અન્ય સત્તાવાળાઓએ ફરિયાદ નોંધવા માટે નિરૂત્સાહિત કર્યા હોય તેવાં ભાગ બનેલાઓને મદદ કરી શકે.

  • પોલીસદળની જવાબદારી વધારવામાં સ્વૈચ્છિક સંસ્થાઓની કામગીરી :
  • પોલીસ-સંસ્કૃતિને સમજવી
  • મૂલ્યો દ્વારા નેતૃત્વ પુરૂં પાડવું
  • સમાજ તરફની જવાબદારી નિભાવવી
  • નિયંત્રણની વહીવટી પ્રક્રિયામાં ફેરફાર કરવો
  • જે મૂલ્યો આપણા બંધારણ અને કાયદાઓમાં વ્યક્ત થાય છે તેનાથી પોલીસદળને માહિતાગર કરવું.

  • એ ક્ષેત્રો કે જેમાં સ્વૈચ્છિક સંસ્થાઓ પોલીસદળને તેમની જવાબદારીનું વહન કરવામાં મદદ કરે છે :
  • પોલીસદળની સત્તાઓ અને માનવ-અધિકારો માટેનો આદર.
  • પોલીસદળનાં કાર્યો અને માનવ-અધિકારોનું રક્ષણ
  • માનવ-અધિકારોનાં ભંગની તપાસની જરૂર સમજવી
  • પોલીસદળનાં માનવ-અધિકારોથી તેમને માહિતગાર કરવા
  • પોલીસદળ માટે માનવ-અધિકારોનાં સિદ્ધાંતોનું શિક્ષણ આપવું

 

  1. પોલીસદળમાં માનવ-અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવામાં સ્વૈચ્છિક સંસ્થાઓનો ફાળો :
    • માનવ-અધિકારોનાં રક્ષણમાં પોલીસદળનો ફાળો :
  • ગંભીર કટોકટીની પરિસ્થિતિમાં જીવનનાં અધિકારનાં રક્ષણની ફરજ પોલીસદળને સોંપાયેલી છે.
  • પોલીસદળ કાયદો અને વ્યવસ્થા જાળવે છે, જેને કારણે આપણને જે અધિકારો છે તે આપણે ભોગવી શકીએ છીએ.

 

પોલીસદળ માનવ-અધિકારો પ્રત્યે જાગૃત થાય તેની જરૂરીયાત :

  • એ સ્વીકારવા માટે કે પોલીસદળની કામગીરીમાં માનવ-અધિકારો મહત્વનો ભાગ ભજવે છે.
  • એ ભૂલભરેલી માન્યતાનું ખંડન કરવું કે માનવ-અધિકારોનાં ધોરણોનું પાલન કરવામાં પોલીસદળની અસરકારકતા ઓછી થાય છે.
    • પોલીસદળ માનવ-અધિકારો વિષે અજ્ઞાન હોવાના કારણો :
  • સમાજનાં હિતમાં કે વધુ સારા હિત માટે ગેરકાયદે વર્તન કરવા લલચાઈ જાય છે.
  • કાર્યક્ષમતા પર વધુ પડતા ભારને કારણે માનવ-અધિકારોનું પાલન યા અવગણવામાં આવે છે યા તો જરૂરી ગણાતું નથી.
  • એવી માનસિકતા કે જે પરિણામો પૂરવાર કરે છે કે સાધનો સાચાં હતાં પર ભાર મુકતી હોય. અહીં ગેરકાયદે પણાં કે અનૈતિક પોલીસ પદ્ધતિઓ કરતા પરિણામો પર વધુ ભાર મૂકવામાં આવે છે.
  • ટૂંકા રસ્તાઓ અપનાવી, કાયદેસરપણાં કે નૈતિક ધોરણોની અવગણના કરવાનું અને માનવ-અધિકારોનો ઈરાદાપૂર્વક દુરૂપયોગ કરવાનું દબાણ.
  • જે કાયદા હેઠળ પોલીસદળ કામ કરતું હોય તે કાયદો જ માનવ-અધિકાર ભંગને પ્રોત્સાહન આપતો હોય તેમ બની શકે.

  • તિરસ્કાર (ઘૃણા) ને કારણે થતાં ગૂનાઓ સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ અને પોલીસદળ દ્વારા કઈ તે કામ લેવાય છે ?
  • તિરસ્કારને કારણે થતા ગૂનાઓ એટલે શું ?
    • કોઈ વ્યક્તિ તરફનાં પૂર્વગ્રહ કે અણગમને લીધે થતાં ગૂનાઓને તિરસ્કારને કારણે થતાં ગૂના (હેઈટ-ક્રાઈમ્સ) કહેવાય છે. તેઓ નીચેનાની સામે થઈ શકે છે.
  • કોઈ વ્યક્તિ કે મિલકત
  • વિકલાંગપણું
  • જાતિ કે સંસ્કૃતિ
  • ધર્મ કે માન્યતા
  • જાતીય પસંદગી

આનો ભોગ બનનાર વ્યક્તિ, એ જૂથનો સભ્ય હોવી જરૂરી નથી કે જેને નિશાન બનાવવામાં આવે છે. હકીકતમાં, કોઈ પણ વ્યક્તિ ‘હેઈટ ક્રાઈમ’નો ભોગ બની શકે છે.

 

  • હેઈટ ક્રાઈમસાથે કામ પાડવામાં સ્વૈચ્છિક સંસ્થાઓ અને પોલીસની કામગીરી :
  • માનવ-અધિકારો માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ સાથેનાં સહકારથી પોલીસદળ એવાં જૂથો પર નજર રાખી શકે છે કે જેમનાં સુધી પહોંચવું તેમનાં માટે સામાન્ય રીતે અઘરૂ હોય. દા.ત. લઘુમત્તી કામોનાં જૂથો, આર્થિક રીતે પછાત લોકો, ઘરવિહોણાં લોકો, ડ્રગ્ઝનાં બંધાણીઓ વગેરે.
  • માનવ-અધિકારો માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે કામ કરવાને કારણે પોલીસદળ વધુ વિશ્વસનીયતા અને લોકોનો વિશ્વાસ હાંસલ કરે છે.
  • સ્વૈચ્છિક સંસ્થાઓ પોલીસદળને અસરકારક તાલીમ કાર્યક્રમો યોજવામાં અને જવાબદારી પોલીસ-સેવા માટેની પ્રક્રિયા નક્કી કરવામાં મદદ કરી શકે છે.

  • હેઈટ-ક્રાઈમ સાથે કામ પાડવામાં પોલીસદળ સામેનાં પડકારો :
  • ગૂનો કરવામાં વ્યક્તિગત દુશ્મનાવટ કે બીજો હેતુ હોતો નથી. ફક્ત ઘૃણા જ હોય છે.
  • એવાં લોકો દ્વારા ગૂનો કરાય છે, જે તેનો ભોગ બનનારને ઓળખતા હોતા નથી. અને ભોગ બનનારની પસંદગી તેમનાં વિષે જે માનવામાં આવે છે તેને આધારે થાય છે.
  • ભોગ બનનારાઓ ઘણી વખત બહાર આવતા નથી. તેમને એ વાતમાં વિશ્વાસ બેસતો નથી કે ગૂનેગારો સામે કડક પગલાં લેવાશે.
  • આવા જે ગૂનાઓમાં ગૂનેગાર પકડાતા નથી કે હકીકતોને આધારે તેનો હેતુ નિશ્ચિત થતો નથી તે ‘હેઈટ ક્રાઈમ’ તરીકે નોંધાતા નથી.
  • હેટ-ક્રાઈમ કરનારાઓ સામે પગલાં લેવાથી કેટલીક વખત કોઈ ચોક્કસ જૂથ આવાં વધુ ગૂનાઓ કરવા પ્રેરાય છે.
  • રાજકીય કે સામાજિક વાતાવરણ જ્યારે સંવેદનશીલ બને છે ત્યારે ચોક્કસ કોમોને કારણે હેઈટ-ક્રાઈમ્સની સંખ્યામાં વધારો થાય છે.

  • હેઈટ-ક્રાઈમ્સ સાથે કામ લેવામાં સ્વૈચ્છિક સંસ્થાઓ પોલીસદળને કઈ રીતે મદદ કરી શકે ?
  • સ્વૈચ્છિક સંસ્થાઓ માહિતી એકઠી કરી શકે અને તેમનાં સમાજની હેઈટ-ક્રાઈમ્સની વાસ્તવિકતા વિષે આંકડાઓ એકઠા કરી શકે.
  • સ્વૈચ્છિક સંસ્થાની માહિતી, જેમાં સર્વે દ્વારા મળેલા આંકડાઓ હોય તે હિંસાની બદલાતી તરાહ દર્શાવવી શકે.
  • સ્વૈચ્છિક સંસ્થાઓ પોલીસદળના, વકીલો અને ન્યાયાધીશોનાં હેઈટ-ક્રાઈમ્સ સામેનાં પ્રત્યાઘાતો જાણી શકે અને વખતોવખત આ માહિતી પ્રસિદ્ધ કરી શકે.
  • એવું એક વિશ્વાસનું વાતાવરણ સર્જી શકે કે જેમાં ભોગ બનેલાઓ અને તેમનાં કુટુંબીઓ, ફરિયાદ કરવા માટે હિંમત કરી શકે.
  • હેઈટ-ક્રાઈમ્સના ભોગ બનેલા માર્ટ ઈમરજન્સી હેલ્પલાઈન ચલાવી શકે.
  • સલાહ આપી શકે, આથી મદદ કે કાઉન્સેલિંગ આપી શકે, પોલીસદળ કે અન્ય સ્થાનિક સત્તાવાળાઓનો સંપર્ક કરવા માંગનારાઓને મદદ કરી શકે.
  • પોલીસદળ અને અન્ય જાહેર તંત્રો સાથેની ચર્ચામાં સ્વૈચ્છિક સંસ્થાઓ, ભોગ બનેલાઓનું પ્રતિનિધિત્વ ત્રીજા પક્ષ (થર્ડ પાર્ટી) તરીકે કરી શકે.
  • ગૂનાનાં કિસ્સાઓમાં સ્વૈચ્છિક સંસ્થાઓ ‘હેઈટ ક્રાઈમ્સ’ના ભોગ બનેલાઓનાં કાયદેસરના પ્રતિનિધિ બની શકે.
  • બીજી સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંબંધો બાંધી શકે અને સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક જૂથો સાથે હેઈટ-ક્રાઈમ્સ અટકાવવા માટે કામ કરી શકે.
  • સ્વૈચ્છિક સંસ્થાઓ અમુક કામોની ખુલ્લી મીટીંગો કરી શકે, જેમાં તે હેઈટ-ક્રાઈમ્સ વિષે માહિતી આપી શકે, હેઈટ-ક્રાઈમ્સ પછી ફેલાતી અફવાઓનું ખંડન કરી શકે.
  • તિરસ્કારપૂર્વકનાં ભાષણો (હેઈટ-સ્પીચ)થી ખડા થતાં અસહિષ્ણુતાના વાતાવરણને સ્વૈચ્છિક સંસ્થાઓ પડકારી શકે.
  • સ્વૈચ્છિક સંસ્થાઓ હેઈટ ક્રાઈમ્સ વિષે જાગૃતિમાં વધારો કરી શકે, જેને કારણે લોકોનાં હેઈટ-ક્રાઈમ્સ સામે એક મજબૂત મત ઉભો થાય.

  • માનવ-દેહનાં વ્યાપારને અટકાવવામાં સ્વૈચ્છિક સંસ્થાઓનાં ઉપયોગનો વ્યાપ :
  • એચ.આઈ.વી. / એઈડ્ઝનું જોખમ ધરાવતા જૂથોને ઓળખી કાઢવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે ભાગીદારી કરવી, માનવ-દેહનાં વ્યાપારને અટકાવવા માટે તેમ કરવું, જાતીય દુરાચાર જ્યાં થતાં હોય તે સ્થળોને ઓળખી કાઢવા અને તે અટકાવવા કામ કરવું.
  • દેહવ્યાપાર વિરૂદ્ધનાં પગલામાં પોલીસદળને માહિતગાર અને જાગૃત કરવું.
  • કોન્ટ્રાક્ટરો અને બાંધકામ ક્ષેત્રનાં કારીગરાં જાગૃતિ લાવવી.
  • તેમનાં પ્રોજેક્ટના વિસ્તારમાં જે લોકો ભોગ બની શકે તેમ હોવ તેમને સલામતી પૂરી પાડવા માટે વધુ પગલાં લેવા.
  • વિકાસને લગતા પ્રોજેક્ટોમાં મજૂરોની સલામતી (દેહવ્યાપાર અટકાવવા સહિત) માટે કામ કરવું.
  • દેહવ્યાપાર વિશે જાગૃતિમાં વધારો કરવો, વિદેશમાં કામ કરવા અંગેના ભયસ્થાનોથી માહિતગાર કરવા, તેમનાં (મજદૂરોના) અધિકારો તેમને જણાવવા.
  • નબળા લોકોને, ભોગ બનતા લોકોનો તેમનો અવાજ ઉઠાવવા માટે શક્તિમાન બનવવા, તેમનાં અધિકારો (વ્યક્તિગત અને મિલકત વિષયો) માંગવા માટે તેમને પ્રેરવા.
  • પોલીસદળ, સરકારી ખાતાઓ (દા.ત. મહિલા અને બાળકલ્યાણ ખાતું, મજુર ખાતું) માધ્યમો, ખાનગી ક્ષેત્ર વગેરે સંબંધિતોને સહકાર કરવા માટે પ્રેરવા.
  • ભોગ બનેલાઓને કેન્દ્રસ્થાને રાખીને તેમનાં / બચેલી વ્યક્તિનાં શ્રેષ્ઠ હિતમાં કામ કરવું. ફરી વાર આવી વ્યક્તિ ભોગ ન બને તે જોવું.

  • સગીર ગૂનેગારો દ્વારા થતાં ગૂનાઓ અટકાવવામાં સ્વૈચ્છિક સંસ્થાઓને જોતરવી :
  • ગૂનાખોરી અટકાવવા માટે વિકાસનો અભિગમ લેવો.
  • યુવાનો સાથે સંબંધો બાંધવા અને હકારાત્મક આદર્શો (રોલ મોડેલ) પૂરા પાડવા,
  • સગીરોને નીચેના સેવાઓ પૂરી પાડવી.
    • રહેઠાણ કટોકટીનાં સમયમાં, ટૂંકા, મધ્યમ અને લાંબા સમય માટે.
    • યુવાનો માટે જાહેર સ્થળો, ખાસ કરીને શહેરમાં
    • યુવાનો દ્વારા નિર્મિત કાર્યક્રમો
    • ડ્રગ્ઝ છોડાવવા માટેના કાર્યક્રમો
    • વિશિષ્ટ પ્રકારનાં સ્થાનિક કાર્યક્રમો
    • વૈકલ્પિક શિક્ષણનાં કાર્યક્રમો
  • જે યુવનો પોતે કશાકનો ભોગ બનતા હોવાનું જણાવે તેમને જરૂરી ટેકો, મદદ કરવી.

  • સગીર ગૂનાઓ માટેનાં મુખ્ય કારણો :
  • માતાપિતાનું અપૂરતું ધ્યાન
  • આર્થિક બેહાલી
  • સરખી ઉંમરનાં લોકો / મિત્રો ગૂનાહિત વર્તણુંકમાં સંડોવાયા હોય,
  • સમસ્યાજનક પદાર્થોનો ઉપયોગ (દા.ત. ડ્રગ્ઝ)
  • પ્રથમ ગૂના વખતની (કાચી) ઉંમર
  • ન્યાય પદ્ધતિ સાથે અગાઉનો અનુભવ.

  • સગીર ગૂનાખોરી સાથે કામ પાડવામાં પોલીસદળની કામગીરી :
  • પોલીસ અધિકારીઓએ કાયદાનાં અમલમાં ખરેખર તો ત્રણ પ્રકારની કામગીરી બજાવવી જોઈએ. (1) કાયદાનો અમલ (2) વ્યવસ્થાની જાળવણી (3) સેવાને લગતા કાર્યો.
  • યુવાનોની કાયદાનાં અમલ પ્રત્યેનો અભિગમ, પહેલી વખત તેમનો પોલીસ અધિકારી સાથે જે અનુભવ થાય છે તેનાં પર આધાર રાખે છે.
  • સાંસ્કૃતિક જાગૃતિને લગતી તાલીમ દ્વારા સગીરો સાથે સંબંધો સુધારવાનો પ્રયત્ન પોલીસ એજન્સીઓ કરી શકે છે.
  • પોલીસ અધિકારીઓએ પ્રતિષ્ઠિત નાગરીકોની મદદ લઈને એ જોવું જોઈએ કે બાળકો અને સગીરો પર ત્રાસ ન થાય.
  • પોલીસદળે માનવ-અધિકારો અને બાળકોનાં મૂળભૂત અધિકારો પ્રત્યે આદર દાખવવો જોઈએ.
error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday