1. બાળ-અધિકાર
    • બાળ-અધિકારને લગતા મુખ્ય મુદ્દાઓ :
  • બાળ-મજુરી
  • બાળ-લગ્ન
  • બાળકોનો વ્યાપાર
  • શારીરિક દુરૂપયોગ
  • જાતીય દુરૂપયોગ
  • જીવવાનો અધિકાર
  • મુશ્કેલીમાં જીવતાં બાળકો
  • અનાથ અને ત્યજી દેવાયેલા બાળકો, જેમને પૂરતી સંભાળ મળતી નથી.
  • શિક્ષણનો અભાવ કે હલકી ગુણવત્તાનું શિક્ષણ
  • શેરીઓ અને રેલ્વે પ્લેટફોર્મો પર રહેવા બાળકોને ફેરિયાઓ, પોલીસદળ અને અન્યો દ્વારા કરાતી પરેશાની.

  • બાળ-અધિકારોનાં રક્ષણમાં પોલીસદળની કામગીરી :
  • વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન અને કૌશલ્યો
  • અટકાવ કરવો / બચાવ કરવો
  • બાળ-અધિકારનાં ભંગની જાણ કરવી
  • તપાસની કામગીરી
  • બાળકનાં રક્ષણમાં સહાય કરવી
  • તુરંત પ્રતિસાદ આપવો
  • ભોગ બનેલાને સહાય કરવી
  • સંભાળ અને રક્ષણની જરૂર ધરાવતા બાળકો સુધી પહોંચવું
  • લાંબા સમયનાં પુનર્વસવાટની સેવાઓ સાથે બાળકોને જોડવા
  • ખોવાયેલા બાળકોને શોધવા માટે રાષ્ટ્રીય નેટવર્ક દ્વારા કામ કરવું
  • બાળકોનાં રક્ષણને લગતી સેવાઓનો ડેટાબેઝ જાળવવો
  • 1098 હેલ્પલાઈન (ચાઈલ્ડ લાઈન) વિષે જાગૃતિ ઉભી કરવી
  • લોકો, ફરિયાદો, પોલીસદળ, મ્યુનિસિપલ અને રેલ્વે સ્ટાફને શેરીઓમાં તથા રેલ્વે પ્લેટફોર્મ પર રહેતા બાળકોનાં મુદ્દાઓ વિષે તાલીમ આપવી અને સંવેદનશીલ બનાવવા.

  • સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સહકારનો વ્યાપ :
  • જરૂરીયાતવાળા બાળકોને અસ્તિત્વ ટકાવવા મદદ કરવી
  • ઓળખ કરવી, માતાપિતાને શોધી કાઢવા અને શેરીનાં બાળકોનું પુનર્વસન કરવું
  • અનાથ બાળકોને આરોગ્ય અને શિક્ષણની સેવાઓ પૂરી પાડવી
  • બાળકોનાં રક્ષણનાં મુદ્દાઓના સંશોધન, દસ્તાવેજીકરણ, જાગૃતિ અને બચાવ
  • સેવાઓ વચ્ચેની ખાઈ શોધી કાઢવી અને સામાજિક નીતિ પર આ ખાઈ પૂરવા માટે અશર કરવી
  • લાગણીવિષયક સમસ્યાઓમાં કાઉન્સેલીંગ કરવું દા.ત. શારીરિક અને જાતીય દુરૂપયોગ
  • કાયદાકીય અને તબીબી સેવાઓ
  • અન્ય લાગતા વળગતાઓ સુધી પહોંચવું
  • વ્યવસાયિક માહિતી વહેંચવી
  • સંપર્ક જાળવી રાખવો
  • કાયદાઓ, નીતિઓ અને નિયંત્રણોને આધુનિક બનાવવા કે જે ભોગ બનનાર બાળકોને રક્ષણ આપતા હોય
  • બાળકો અને તેમનાં કુટંબોની સંભાળ, રક્ષણ અને સમગ્ર રૂપમાં સ્વસ્થતાની જવાબદારી ધરાવનાર તમામને પોતાની સાથે જોડવા
  • સંભાળની સેવા આપતા માળખાઓને એવી રીતે જોડવા કે જેથી અટકાવ, રક્ષણ અને પુર્નસ્થાપનની સેવાઓ બાળકોને મળી શકે.
  • બાળ-મંજુરી, શારીરિક શિક્ષા, નુકસાનકારક પરંરાગત રીત રીવાજો કે જેમાં બાળકોનું શોષણ અને દુરૂપયોગ થતા હોય તે દૂર કરવા
  • એવો સમાજસેવી અસરકારક વર્કફોર્સ ઉભો કરવો કે જે બાળકનાં રક્ષણની સેવા સારી ગુણવત્તા સાથે પુરી પાડતો હોય.
  • બાળકોને, કુટુંબોને અને સમાજને ટેકો આપવા માટે એક એવી વિકેન્દ્રિત પ્રક્રિયા ઉભી કરવી જે બાળકોનાં રક્ષણ માટે અને બાળ-અધિકારોનાં રક્ષણ માટે પ્રથમ હરોળની બની રહે.
  • માહિતી એકઠી કરવાની એવી સિસ્ટમ વિકસાવવી કે જે નીતિઓમાં જરૂરી ફેરફાર કરાવવા માટે વાપરી શકાય.
    • બાળ-અધિકારોનાં રક્ષણ માટે સ્વૈચ્છિક સંસ્થાઓ અને પોલીસદળનાં સહકારના ઉદાહરણો :
  • બેંગ્લોર પોલીસદળ :
    • મક્કાલા સહાયવાણી (MSV)
      • એનો મૂળભૂત હેતુ કટોકટીમાં રહેલા કોઈ બાળકની તાત્કાલીક જરૂરીયાતો પૂરી કરવાનો છે.
      • યુનિસેફ સાથેનાં સહકારથી તેણે પોલીસ અધિકારીઓ અને પોલીસદળનાં કર્મચારીઓ માટે ઘણા તાલીમ કાર્યક્રમોનું આયોજન કર્યું છે જે તેમને બાળકોનાં અધિકારો અને સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ બનાવે.
    • દિલ્હી પોલીસ :
      • HAQ : બાળ અધિકાર કેન્દ્ર : બધાં બાળકોના અધિકારોને સ્વીકારવા, સમર્થન આપવા અને રક્ષણ આપવા માટે કામ કરે છે.

ચાઈલ્ડલાઈન ઈન્ડિયા ફાઉન્ડેશન (CIF) સાથે જોડાઈને તે 24 કલાકની નિઃશુલ્ક ટેલિફોન સર્વિસ ચલાવે છે જેનો ઉપયોગ મુશ્કેલીમાં રહેલું બાળક કે તેનાં વતી કોઈ પુખ્ત ઉંમરની વ્યક્તિ 1098 નંબર ડાયલ કરીને કરી શકે છે.

 

  1. સ્ત્રીઓ સામેના ગૂનાઓ :
    • સ્ત્રીઓ સામેનાં ગૂનાઓના મુખ્ય મુદ્દાઓ :
  • છોકરીઓ કે સ્ત્રીઓની સતામણી
  • બળાત્કાર
  • કામનાં સ્થળે જાતીય સતામણી
  • શારીરિક અને જાતીય દુરૂપયોગ
  • દહેજ માટે મૃત્યુ
  • ઘરેલૂં હિંસા

 

  • મહિલાઓ સામેના ગૂનાઓ અટકાવવામાં પોલીસદળની કામગીરી :
  • એ વાતની ખાતરી કરો કે કાયદા, ધારાધોરણો અને પ્રક્રિયાઓની જોગવાઈઓ દ્વારા સ્ત્રીઓ સામેનાં તમામ પ્રકારના ગૂનાઓને ઓળખી કાઢવામાં આવે અને ન્યાય પ્રક્રિયા દ્વારા તેનો સામો કરવામાં આવે.
  • તપાસની એવી ટેકનિકો વિકસાવો કે ભોગ બનનારને અપમાનિત ન કરે અને તેમનાં જીવનમાં ઓછામાં ઓછો ચંચુપાત થાય.
  • એ વાતની ખાતરી કરો કે ધરપકડ, અટક અને ગૂનો કરનારને છોડવાની કોઈપણ શરતો સહિતની પોલીસ પ્રક્રિયાઓ, ભોગ બનનાર, તેનું કુટુંબ, તેણીનાં સગાઓની સલામતીની જરૂરીયાતને લક્ષમાં લે અને આવાં પગલાં ભવિષ્યની કોઈ પણ હિંસાને અટકાવે.
  • સ્ત્રીઓ સામેની હિંસા માટે તાત્કાલીક પગલાં લેવા અંગે પોલીસદળને શક્તિમાન બનાવવું.
  • પોલીસદળની સત્તાઓનો ઉપયોગ કાયદેસર રીતે થાય અને કાયદાનો ભંગ થાય તો પોલીસદળને પણ એ માટે જવાબદારી ઠેરવવામાં આવે.
  • મહિલાઓને પોલીસદળમાં જોડાવા માટે અને પોલીસ-કાર્યવાહી કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે.
  • એવી પોલીસ-નીતિ અખત્યાર કરવી કે જે પોલીસદળને મહિલાઓ સામેની કોઈપણ ગુનાહિત વર્તન સામે પગલા લેવા પ્રેરે અને જ્યાં પુરાવાઓ મોજુદ હોય ત્યાં ધરપકડ કરવામાં આવે.

 

  • સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સહકારનો વ્યાપ :
  • જાતિવિષયક મુદ્દાઓને રાષ્ટ્રીય અને સ્થાનિક નીતિનાં મુખ્ય પ્રવાહ સાથે જોડવા, ધારાકીય સ્તરે હકારાત્મક પરિવર્તન કરવા અને સંસ્થાગત રીતરસમોમાં પણ આવા પરિવર્તન કરવા.
  • એવી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવું કે જે મહિલાઓ સામેનાં ગૂનાઓને ચલાવી ન લે.
  • વિવિધ જ્ઞાતિ સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સભ્ય સમાજને સંયુક્ત પગલા લેવા માટે પ્રેરવા જેમાંથી ઘરેલુ હિંસા અટકે અને ભોગ બનનાર તથા તેમના કુટુંબોને મદદ મળે.
  • એવા પરિબળો સામે કામ લેવું (કુટુંબ, સમાજ અને દેશમાં) કે જે હિંસા તરફ લઈ જાય – દા.ત. સંપર્કનો અભાવ, ઘર્ષણ દૂર કરવાની આવડતનો અભાવ, ગરીબાઈ, શરાબ અને ડ્રગ્ઝનો દુરૂપયોગ, નિરક્ષરતા, બેઘરપણું, પોલીસદળ અને ન્યાયતંત્ર સુધી પહોંચવાની અશક્તિ.
  • સમાજને શિક્ષિત કરવાનાં કાર્યક્રમોનો કરવો કે જે ઘરેલું હિંસાના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરતાં હોય – તે માટે માધ્યમો, સભ્ય સમાજ, ધાર્મિક જૂથો અને સમાજનાં નેતાઓનો ઉપયોગ કરવો જેથી ભોગ બનનાર, ગૂનો કરનાર અને સમગ્ર સમાજ આ દરેક પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય.
  • વિશિષ્ટ પ્રકારની તાલીમ અને સંવેદનશીલતાનો વિકાસ કરતાં કાર્યક્રમો ન્યાય પ્રક્રિયા સાથે સંકળાયેલા પોલીસ અધિકારીઓ માટે યોજવા.

 

  • મહિલાઓ સામેનાં ગૂનાઓ રોકવામાં પોલીસદળ અને સ્વૈચ્છિક સંસ્થાઓનાં સહકારનાં ઉદાહરણો :
  • માર્ચ-2003માં આંતરરાષ્ટ્રીય મહિલા દિન પર વિશ્વસ બેન્ક અને સ્વૈચ્છિક સંસ્થાઓનાં કોન્સોર્ટિયમ સાથે ભાગીદારીમાં (ગ્રામ્ય – સશક્તિકરણ માટેનું સંગઠન) દિલ્હીનાં પોલીસ દળે 114. જાતિ સંવેદનશીલતા વર્કશોપમાંનો પહેલો વર્કશોપ યોજાશે. આવા વર્કશોપ આંખા વર્ષ દરમ્યાન 124 પોલીસ સ્ટેશનોમાં યોજાયા જેમાં પોલીસદળનાં 6000 કર્મચારીઓને તાલીમ અપાઈ. સ્ત્રીઓનાં અધિકારો બાબત પોલીસદળમાં પ્રવર્તતા જાગૃતિનાં અભાવ માટે અને શહેરોમાં ઘરેલું હિંસા સહિત મહિલાઓ સામે ગૂનાઓનાં ઉંચા સ્તર સામે કામ લેવા માટે આ વર્કશોપ યોજાયા.
  • જાતિ-નિષ્ણાંતો, સ્વૈચ્છિક સંસ્થાઓનાં કાર્યકરો, મહિલા કાર્યકરો, ન્યાયતંત્રના અધિકારીઓ અને સીનિયર પોલીસ અધિકારીઓએ અલગ અલગ વિષયો પર તાલીમ આપી, જેમાં જાતિઓ, એચઆઈવી / એઈડઝ વગેરેનો સમાવેશ થાય છે. આ તાલીમ સુદીનાલય પુર્નવસન આશ્રયગ્રહ (મહિલાઓ અને બાળકો માટેનાં) ખાતે યોજાઈ હતી કે જ્યાં ગ્રામ્ય સશક્તિકરણ સંગઠન કામ કરે છે આને કારણે ભાગ લેનારાં પોલીસ કર્મચારીઓને ભોગ બનનારાઓ સાથે સીધા જ પરિચયમાં આવવાની તક મળી અને તેમની સામે થયેલા ગૂનાઓની તેમના જીવન પર કેવી ઘેરી અસર પડે છે તે જોવા જાણવાની તક મળી.
  • બીજા રાજ્યોનાં પોલીસદળોના નિરીક્ષકો એ પણ તાલીમ કાર્યક્રમમાં હાજરી આપી, કે જેથી તેઓ પણ તેમનાં રાજ્યોનાં આવા કાર્યક્રમો કરી શકે. આ પહેલનાં પરિણામ તરીકે દિલ્હી પોલીસે એક મોટા પાયા પરનાં જાતિ-સંવેદનશીલતા મોડ્યુલને તેમની નિયમિત તાલીમનો એક ભાગ બનાવ્યો છે. દિલ્હી પોલીસ ટ્રેનીંગ એકેડેમીમાં તેનો અમલ કરવામાં આવશે.

 

  1. જ્ઞાતિ-આધારિત ભેદભાવો :
    • જ્ઞાતિ-આધારિત ભેદભાવોનાં મુદ્દાઓ :
  • અસ્પૃશ્યતા દાખવવી
  • બંધક-મજદૂરની પ્રથા ચાલુ રાખવી
  • જોખમી અને અમાનવીય કાર્યો કરાવવા
  • શારીરિક અને જાતીય દુરૂપયોગ કરવો
  • જાહેર અને સામાજિક સેવાઓમાં સમાન તક ન આપવી
  • ક્રુર, અમાનવીય કે અપમાનજનક વર્તણુંક કરવી
  • રાજકીય પ્રવૃત્તિ કરવા અને ન્યાય મેળવવામાં ભેદભાવ
  • જ્ઞાતિ-આધારિત હિંસા કરવી
  • જમીનની માલિકી ધરાવવામાં, રહેવામાં કે વ્યવસાય કરવામાં જ્ઞાતિના આધારે ભેદભાવ દાખવવો.
  • મંદિરો અને અન્ય જાહેર સ્થળે પ્રવેશ પર પ્રતિબંધ
  • પાણીનાં સ્ત્રોત, સમાજનાં હોલ (મકાન) તથા અન્ય સેવાઓ મેળવવા પર પ્રતિબંધ.

  • જ્ઞાતિ-આધારિત ભેદભાવ સાથે કામ લેવામાં કાયદાકીય માળખું :
  • બંધારણમાં અપાયેલી સલામતી (આર્થિક, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, રાજકીય અને સેવાલક્ષી)
  • સમાનતા લાવવા માટે અને અશક્તિ દૂર કરવા માટેનાં કાયદાઓ :
    • અસ્પૃશ્યતાના ગૂના વિષેનો અધિનિયમ – 1955
    • જાહેર અધિકાર સુરક્ષા અધિનિયમ – 1955
  • શારીરિક હિંસા અટકાવવા સામેનાં કાયદાઓ
    • SC/ST (PoA) Act 1989
    • અપમાનિત કરનારા રીતરીવાજો દૂર કરવા માટેનાં કાયદાઓ
    • માથે મેલું ઉંચકવા અને સુકા શૌચાલયો બાંધવા (પ્રતિબંધ) અધિનિયમ – 1993
    • દેવદાસી પદ્ધતિ નિર્મૂલન અધિનિયમ.

 

  • જ્ઞાતિ-આધારિત ભેદભાવોનું નિયંત્રણ કરવામાં પોલીસદળની કામગીરી :
  • એ વાતની ખાતરી કરો કે કાયદાઓ, ધારાધોરણો અને પ્રક્રિયાઓની લાગુ પડતી જોગવાઈઓ વડે જ્ઞાતિ-આધારિત ભેદભાવોને ઓળખી કાઢવામાં આવે અને ગૂનાઓ સામેની ન્યાય પદ્ધતિ દ્વારા યોગ્ય રીતે તેનો સામનો કરવામાં આવે.
  • FIR (ફર્સ્ટ ઈન્ફર્મેશન રિપોર્ટ)માં આરોપી વિષેની તમામ વિગતો અને દસ્તાવેજો (આંકડાઓ, હકીકતો, શબ્દો, નામો, વપરાયેલાં હથિયારો, બીજા આરોપીઓનાં નામો) વગેરે નોંધવામાં આવે તે જોવું.
  • મુખ્ય આરોપી સહિતનાં તમામ આરોપીઓની તુરંત ધરપકડ કરવામાં આવે.
  • જામીન અને આગોતરી જામીન આપતી વખતે એ જોવું જોઈએ કે ભોગ બનેલાની સલામતી જોખમાય નહીં અને વધુ હિંસા તરફ એ દોરી ન જાય.
  • ગૂનો કરનારાને બદલે ભોગ બનનારાઓ પર કેસ થવાનો ખતરો ન ઉભો થવો જોઈએ એ જોવું.
  • તપાસ સમયસર શરૂ થઈ જાય કે જેથી ભોગ બનેલા પર વધુ ખતરો ન રહે અને સલામતીની ભાવના ઉભી થાય.
  • સક્ષમ અધિકારી દ્વારા ગુનાઓની તપાસ કરવામાં આવે.
  • એ વાતની ખાતરી કરો કે તમામ ભોગ બનેલાઓ અને સાક્ષીઓની તપાસ કરવામાં આવે.
  • તપાસ વર્ચસ્વ ધરાવતી જ્ઞાતિનાં વિસ્તારમાં ન કરવામાં આવે અને ભોગ બનેલાઓને પોલીસ સ્ટેશને ન બોલાવવામાં આવે તે જોવું.

  • સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સહકારનો વ્યાપ :
  • જ્ઞાતિ-આધારિત ભેદભાવનાં કિસ્સાઓને જાગૃતિ, તાલીમ અને સંવેદનશીલતા દ્વારા મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં આવે.
  • એવા વાતાવરણને વિકસાવવું કે જેમાં સ્ત્રીઓ સામેની હિંસા, જ્ઞાતિ-આધારીત ભેદભાવ અને હિંસા સહન કરવામાં ન આવે.
  • FIR દાખલ કરવા માટે ભોગ બનેલાને પ્રોત્સાહન આપવું.
  • શરૂઆતની ફરિયાદ ન નોંધવવા માટે ભોગ બનેલા પર થતાં દબાણોની સામે કામ કરવું.
  • બનાવ વિષે ભોગ બનેલી વ્યક્તિ વાત કરી શકે તેવું નિર્ભય વાતાવરણ સર્જવું.
  • તપાસ કરનારા અધિકારીઓ પોતે જ્ઞાતિ-આધારિત પૂર્વગ્રહોથી મુક્ત હોય અને ફરિયાદને આરોપીની તરફેણમાં ન લખે તે જોવું.

 

  1. સ્ત્રી-ભ્રુણહત્યા અને બાળહત્યા :
    • સ્ત્રીભ્રૂણહત્યા અને બાળહત્યાને લગતા મુખ્ય મુદ્દાઓ :
  • સ્ત્રી ભ્રુણ હત્યા એટલે સ્વસ્થ સ્ત્રીભ્રુણની હત્યા કરવી કે જેથી છોકરી જન્મે નહીં (ગર્ભપાત દ્વારા).
  • ભારતમાં સ્ત્રીભ્રુણ હત્યા એ ગુનો ગણાય છે.
  • સ્ત્રીભ્રુણહત્યા અને બાળહત્યાને લગતા મુદ્દાઓ
    • ગૂનો
    • માનવ-અધિકારનું ઉલ્લઘંન
    • જાતીય-ગુણોત્તર (સેક્સ-રેશિયો) વિચિત્ર બનવો.
    • જાતિવિષયક અસમાનતા
    • જાતિ-આધારિત હિંસા.

 

  • સ્ત્રી-ભ્રુણ હત્યા નિવારવામાં પોલીસદળની કામગીરી :
  • દરેક જિલ્લાનાં પોલીસ હેડકવાર્ટરમાં બાળ હેલ્પ લાઈન સેલની સ્થાપના કરવી.
  • ગર્ભવતી મહિલાઓની સુરક્ષા પ્રત્યે ધ્યાન આપવું, જેમનાં પર ગર્ભપાત કરાવવા માટે દબાણ થતું હોય.
  • ખાનગી નર્સિંગ હોમો અને હોસ્પિટલોના દિવસ અને રાત્રી દરમિયાન પોલીસનું અસરકારક પેટ્રોલીંગ
  • સ્ત્રીઓ અને છોકરીઓને લગતા કાયદાઓનું કડક પાલન, જે કુટુંબીઓ ગર્ભપાત માટે તેમનાં પર દબાણ કરતાં હોય તેમને પોલીસે સજા કરવી જોઈએ.

 

  • સ્ત્રી ભ્રુણ હત્યા અટકાવવા માટેનું કાયદાકીય માળખું :
  • ગર્ભધારણ અને બાળજન્મ પહેલાની નિદાન પદ્ધતિઓ (જાતિનિર્ધારણ પ્રતિબંધક) અધિનિયમ 2002
    • કોઈપણ લેબોરેટરી કે કેન્દ્ર કે દવાખાનું અલ્ટ્રાસોનોગ્રાફી સહિતના કોઈ ટેસ્ટ નહીં કરે જે ગર્ભની જાતિ નક્કી કરવા માટે હોય.
    • જે વ્યક્તિ પ્રક્રિયા કરતી હોય તેનાં સહિતની કોઈપણ વ્યક્તિ ગર્ભની જાતિ, ગર્ભવતી સ્ત્રી કે તેણીનાં સંબંધીઓને શબ્દો, નિશાનીઓ કે બીજી કોઈ પદ્ધતિ દ્વારા નહીં જણાવે.
    • ગર્ભધારણ અને બાળજન્મ પહેલાંની જાતિ-નિર્ધારણ સુવિધાઓ માટેની કોઈ જાહેરાત કરવામાં નહીં આવે.
    • તમામ નિદાન લેબોરેટરીઓ, જન્મવિદ્યાને લગતા કાઉન્સેલીંગ સેન્ટરો, જીનેટિક લેબોરેટરીઓ, જીનેટિક ક્લિનિકો અને અલ્ટ્રાસાઉન્ડ ક્લિનિકો, પછી તે સ્ત્રી રોગોના નિદાન માટે કે અન્ય હેતુઓ માટેનાં હોય તેમની ફરજીયાત નોંધણી.
    • લાયસન્સ વિનાની લેબોરેટરીઓ સહિત આ અધિનિયમનાં કોઈપણ ભંગ માટે સાધનોની જપ્તી, જાતિ-નિર્ધારણ કરવામાં સામેલ વ્યક્તિઓને એક લાખ રૂપિયાનો દંડ, મેડિકલ કાઉન્સિલ દ્વારા તબીબી કામગીરી માટેની નોંધણી કેન્સલ કરવી વગેરે પગલાં લેવામાં આવશે.

  • સ્વૈચ્છિક સંસ્થાઓ સાથેના સહકારનો વ્યાપ :
  • સ્ત્રી બાળ હત્યા અને સ્ત્રી ભ્રુણ હત્યાનાં કિસ્સાઓ શોધી કાઢવા, કાયદાનો ભંગ કરનારાઓ સામે ફરિયાદો કરવી અને લાગતા-વળગતા સત્તાવાળાઓ સાથે આ ફરિયાદો પર ‘ફોલો-અપ’ કરવું.
  • લાગતા વળગતા સત્તાવાળાઓને માહિતી મેળવવામાં સહાય કરવી, જેમાં સ્ત્રીબાળહત્યા અને સ્ત્રીભ્રુણ હત્યાનાં કિસ્સાઓ શોધી કાઢવા, બનાવટી ગ્રાહકો મોકલીને કાયદાનો ભંગ કરનારાઓને પકડી પાડવા અને જાતિ-પસંદગી માટેનાં બનાવો રોકોવા માટે રાજ્યો વચ્ચે સહકાર ઉભો કરવો.
  • કોર્ટમાં ચાલતા કેસોનું ‘ફોલો-અપ’ કરવું, કાયદાનો ભંગ કરનારાઓ સામે વ્યવસ્થિત કેસ ઉભો કરવા માટે.
  • સત્તાવાળાઓને સહાય કરવી, કેસોનાં ઝડપી નિકાલ માટે સૂચનો કરવા / પગલાં લેવા.
  • ડોક્ટરો, ફીલ્ડ વર્કરો, દાઈઓ વગેરેની એકબીજાની ભલામણ કરવાની સાંકળને તોડી નાંખવી. કે જેથી જાતિ-પસંદગી માટે ગર્ભપાતો ન થઈ શકે.
  • ફીલ્ડમાં કામ કરનારાઓ અને પી.આર.આઈ.ઓને SRB (સેક્સ રેશિયો એટ બર્થ) અંગેની વિગતો એકઠી કરવા માટે સામેલ કરવા, આ જ રીતે ગર્ભધારણની વહેલી નોંધણી માટે અને જન્મોની વધુ સારી નોંધણી માટે તેમને સામેલ કરવા.
  • પબ્લીક પ્રોસિક્યુટરો / ન્યાયાધીશો માટે જાગૃતિ અને તાલીમ કાર્યક્રમો યોજવા જે રાષ્ટ્રીય / રાજ્ય સ્તર / જિલ્લા સ્તર / ના કાયદાકીય સેવા સત્તાવાળાઓ સાથે અને અન્ય લાગતા વળગતા સત્તાવાળાઓ સાથેનાં સહકારથી થઈ શકે.
  • ચોક્કસ કુટુંબો / જ્ઞાતિઓ / સમાજોમાં જાતીય ગુણોત્તર અસામાન્ય હોય તો તેનાં કારણે શોધી કાઢવા.

ગર્ભધારણ અને બાળજન્મ પહેલાંની નિદાન પદ્ધતિઓ (જાતિ નિર્ધારણ પ્રતિબંધક) અધિનિયમના અસરકારક અમલ માટે જાગૃતિ ઉભી કરવા માટે તાલીમ કાર્યક્રમો અમલમાં

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday