– ગૃહિણી પુત્રને ટ્યુશન મુકી પરત ઘરે જઇ રહી હતીઃ રહેણાંક એપાર્ટમેન્ટ નજીક સ્નેચરોએ ફિલ્મી સ્ટાઇલમાં મોપેડ આંતર્યુ હતું

(પ્રતિનિધિ દ્વારા) સુરત, મંગળવાર

સુરતના જહાંગીરપુરા કેનાલ રોડ પર ગ્રીન ઓરિયન એપાર્ટમેન્ટ પાસે મોપેડ સવાર ગૃહિણીને ફિલ્મી સ્ટાઇલમાં આંતરી બાઇક સવાર સ્નેચરો ગળામાંથી રૂ. 24,500 ની સોનાની ચેઇન આંચકીને ભાગી ગયા હતા.

જહાંગીરપુરા કેનાલ રોડ સ્થિત ગ્રીન ઓરિયન એપાર્ટમેન્ટમાં રહેતી ગૃહિણી અર્ચના નિપુણ રાજપુત (ઉ.વ. 29) બે દિવસ અગાઉ સાંજના સાડા ચાર વાગ્યાના અરસામાં પુત્રને ટ્યુશને મુકીને પોતાની મોપેડ નં. જીજે-27 બીજી-5133 ઉપર પરત ઘરે જઇ રહ્યા હતા. ત્યારે રહેણાંક ગ્રીન ઓરિયન એપાર્ટમેન્ટ નજીક લાલ કલરની બાઇક પર બે સ્નેચરો ઘસી આવી ફિલ્મી સ્ટાઇલમાં અર્ચનાબેનના મોપેડની આગળ બાઇક ઉભી રાખી દીધી હતી. બાઇક ઉપર પાછળ બેસેલો સ્નેચર પગપાળા અર્ચનાબેન પાસે ઘસી આવી ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂ. 24,500 ની આંચકીને ભાગી ગયા હતા. જયારે ચેઇન સાથેનું સોનાનું પેન્ડલ ત્યાં જ પડી ગયું હતું. ઘટના અંગે અર્ચનાબેને જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday