– ચાલકને જોલવા પાટીયા પાસે ઉતારી દીધોઃ બાઇક, મોપેડ પર સવાર બુકાનીધારીઓએ લૂંટેલા પાર્સલ માત્ર 1.14 લાખમાં વેચી દીધા
– બે માસ્ટર માઇન્ડ સહિત ત્રણ અને લૂંટનો માલ ખરીદનાર ચાર ઝડપાયા

સુરત
સચિન-વકતાણા રોડ પર કુરીયર ડોટ કોમ કંપનીની પાર્સલ ભરેલી વાનને બાઇક અને મોપેડ સવાર ધાડપાડુઓએ ફિલ્મી સ્ટાઇલમાં આંતરી ચાલકનું ચપ્પુની અણીએ અપહરણ કરી રૂ. 10.23 લાખની કિંમતના પાર્સલની લૂંટ કરી ભાગી જતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટના માસ્ટર માઇન્ડ બે સહિત સાતને ઝડપી પાડી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
પાંડેસરા-ચીકુવાડી નજીક આર્વીભાવ સોસાયટીમાં રહેતો અને કુરીયર ડોટ કોમ નામની કંપનીમાં નોકરી કરતો પ્રમોદ ભાગવત પાટીલ (ઉ.વ. 40 મૂળ રહે. ભામપુર, તા. શિરપુર, જિ. ધુલીયા, મહારાષ્ટ્ર) ગુરૂવારે રાત્રે બોલેરો પીકઅપ વાન નં. જીજે-05 બીઝેડ-7899 માં કડોદરા, જોલવા, વરેલી બજાર, નિયોલ ચેક પોસ્ટ અને સારોલી માર્કેટ વિસ્તારમાંથી કુરીયરના કુલ 1596 નંગ પાર્સલ લઇ વકતાણા સ્થિત ઓફિસે જઇ રહ્યો હતો. તે દરમિયાન સચિન-વકતાણા રોડ પર નહેર નજીક હોન્ડા સ્પલેન્ડર બાઇક પર બુકાનીધારી ત્રણ લૂંટારૂ ઘસી આવી ફિલ્મી સ્ટાઇલમાં વાન અટકાવી ચપ્પુની અણીએ બાનમાં લઇ ગાડી હમે દેદ એવું કહ્યું હતું. આ અરસામાં મોપેડ પર બીજા ત્રણ બુકાનીધારી લૂંટારૂ ઘસી આવ્યા હતા અને ચાલક પ્રમોદનું પાર્સલ ભરેલી વાન સાથે અપહરણ કર્યુ હતું. ત્યાર બાદ પ્રમોદને જોલવા પાટીયા પાસે ઉતારી 1956 નંગ પાર્સલ કિંમત રૂ. 10.23 લાખની મત્તા લૂંટીને ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતા સચિન પીઆઇ કે.બી. ઝાલા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટના માસ્ટર માઇન્ડ સાગર પાટીલ અને સ્વરાજ પાટીલ ઉપરાંત લૂંટનો માલ ખરીદનાર સહિત સાતને ઝડપી પાડી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પૂછપરછમાં રૂ. 10.23 લાખના પાર્સલ માત્ર રૂ. 1.14 લાખમાં વેચી દીધા હોવાની કબૂલાત કરી છે.

કુરીયર કંપનીના પાર્સલ ભરેલી વાન લૂંટનાર લૂંટારૂ


સાગર ભાસ્કર પાટીલ (ઉ.વ. 24 રહે. 201, વાત્રક બિલ્ડીંગ, વીર નર્મદ હાઇટ્સ, કનકપુર, સચિન અને મૂળ. ચંપાબાગ, ધુલિયા, મહારાષ્ટ્ર), માનસ પ્રેમનાથ કાટે (ઉ.વ. 18 રહે. સાબરમતી બિલ્ડીંગ, વીર નર્મદ હાઇટ્સ, કનકપુર, સચિન અને મૂળ. કોડપિપંરી, તા. અમલનેર, જિ. જલગાંવ, મહારાષ્ટ્ર) અને સ્વરાજ ઇશ્વર પાટીલ (ઉ.વ. 21 રહે. રાજદીપ સોસાયટી, ડિંડોલી, અને મૂળ. નીમગાઉ, તા. અમલનેર, જિ. જલગાંવ, મહારાષ્ટ્ર), યોગેશ બાબુભાઇ કુકડીયા (ઉ.વ. 28 રહે. 259, સરિતા વિહાર સોસાયટી, બોમ્બે માર્કેટ રોડ, પુણા અને મૂળ. ત્રાપજ, તા. તળાજા, જિ. ભાવનગર), નયન જયંતિ રાદડીયા (ઉ.વ. 25 રહે. 647, અયોધ્યાપુરમ સોસાયટી, વાલક પાટીયા અને મૂળ. ચણાકા, તા. ભેંસાણ, જૂનાગઢ), સુધીર સુરેન્દ્ર સોની (ઉ.વ. 25 રહે. 109, રામક્રિષ્ણા સોસાયટી, ગોડાદરા અને મૂળ. મોથા, રોહતાસ, બિહાર), મનિષ રવિન્દ્ર પાટીલ (ઉ.વ. 22 રહે. 279, પ્રિયંકા ગ્રીનસિટી, કડોદરા અને મૂળ. મંદાના, તા. શહાદા, જિ. નંદુરબાર, મહારાષ્ટ્ર)

માસ્ટર માઇન્ડ સાગર અને સ્વરાજ અગાઉ ઠગાઇના ગુનામાં પકડાયા હતા
સાગર પાટીલ અને સ્વરાજ પાટીલ અગાઉ વરાછાની કુરીયર કંપનીમાં ડિલીવરી બોય તરીકે કામ કરતા હતા. તે દરમિયાન ગ્રાહકોને પાર્સલની ડિલીવરી કરવાને બદલે તેમની ડુપ્લીકેટ સહી કરી બારોબાર પાર્સલ સગેવગે કરી ઠગાઇનો ગુનો કર્યો હતો. જેને પગલે વરાછા પોલીસે બંનેની ધરપકડ કરી હતી. જામીન મુક્ત થયા બાદ બંનેએ લૂંટનો પ્લાન ઘડી અંજામ આપ્યો હતો. પોલીસે સ્વરાજ અને સાગરના વધુ ત્રણ સાથી લૂંટારૂની શોધખોળ હાથ ધરી છે.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday