૧. ભારતીય નૌસેનાનો ઈતિહાસ        

૧.૧  શરૂઆતની નૌસેનાનો ઈતિહાસ

ભારતીય નૌસેનાનો ઈતિહાસ ૭૬૦૦ વર્ષનો ભવ્ય ઈતિહાસ છે. દુનિયાની સૌથી પહેલી ભરતીની ગોદી તે સમયે સિંધુ ખીણની સંસ્કૃતીના લોથલમાં ઈ.સ.પૂર્વે ૨૩૦૦માં, અત્યારના ગુજરાત કિનારે માંગરોળ બંદરે બાંધવામાં આવ્યો હતો તેમ માનવામાં આવે છે. ઈ.સ. પૂર્વે ૧૫૦૦માં લખાયેલા ઋગ્વેદમાં, દરિયાઈ રસ્તાઓ વિશે જાણકારી અને દરિયાઈ અભિયાનો માટે વરૂણને શ્રેય જાય છે. ચક્રવાત/તોફાનની પરિસ્થિતીમાં જહાજને સ્થિરતા આપવા માટે, જહાજમાં બે બાજુએ “પ્લવ “ નામાની પાંખો જેવી રચના હોય છે. પાંચમી અને છઠ્ઠી સદીમાં હોકાયંત્ર અને મત્સ્ય યંત્ર એ દિશાસૂચક તરીકે ઉપયોગમાં લેવતા હતા.

પ્રાચીન ભારતમાં ઇ.સ.પૂર્વે ચોથી સદીમાં મૌર્ય સામ્રાજ્યને સૌ પ્રથમ જહાજો અને ખલાસીઓ માટેની સંસ્થાના સંદર્ભમાં જોવામાં આવે છે. રાજા ચંદ્રગુપ્ત મૌર્યના પ્રધાનમંત્રી કૌટીલ્યના અર્થશાસ્ત્રમાં નવઅધ્યક્ષ અંતર્ગત પાણીના રસ્તાઓ વિશેનો રાજ્ય-વિભાગ એવા એક પુરા પ્રકરણનો સમાવેશ કરવામાં આવેલ છે. ‘નવ દ્વિપંતરાગમનમ’ પદ એ આ પુસ્તકમાં તથા તેના સંસ્કૃતના લખાણમાં જોવા મળે છે, ‘સમુદ્રસમયનમ’ પદનું અર્થઘટન બુધ્ધાયના ધર્મશાસ્ત્રમાં છે.

અનેક સદીઓ સુધી ભારત અને એના પાડોશી દેશોની વચ્ચેના દરિયાઈ માર્ગો વેપાર માટેના સામાન્ય અને સરળ રસ્તો હતો, અને આથી જ અન્ય સભ્યતાઓ પર ભારતીય સંસ્કૃતિનો વ્યાપક પ્રભાવ જોવા મળે છે. શક્તિશાળી નૌસેનાઓમાં મૌર્ય, સતવાહન, ગુપ્ત, ચોલા, પાંડ્ય, વિજયનગર, કલિંગ, મુઘલ અને મરાઠા સામ્રાજ્યોનો સમાવેશ થાય છે. ચોલાઓ વિદેશી વેપારમાં અને દરિયાઈ પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ નીવડ્યા અને તેની અસરો ચીન અને દક્ષિણ-પૂર્વ એશિયામાં પણ ફેલાઈ.

૧૭મી અને ૧૮મી સદીઓ દરમિયાન, મરાઠા અને કેરલ કાફલાઓની સત્તાનો વિસ્તાર થયો અને તે સમયમાં ઉપખંડમાં તેઓ સૌથી શક્તિશાળી નૌસેના ધરાવતા હતા, જૂદા જૂદા સમયમાં યુરોપિયન નૌસેનાને પરાજય આપેલ છે. મરાઠા નૌસેનાના આ કાફલાઓની સમીક્ષા રત્નાગીરીના કિલ્લામાં કરવામાં આવતી હતી, કે જેમાં ગુરાબ, ગલ્બત, પાલ જેવા જહાજો અને “સંગમેશ્વરી” જેવી નાની નૌકાઓ ભાગ લેતા. ‘પાલ’ એ ત્રણ સ્તંભ વાળો બંદૂકો સાથેનું લડાકૂ જહાજ હતું. કાન્હોજી આન્ગ્રે અને કુંજલી મરક્ક્રર એ બે તે સમયના નોંધનીય સામૂથીરીના નેવલ ચીફ(નૌસેનાના વડા) હતા.

૧.૨  ભવ્ય ભારતીય નૌસેનાનું મૂળ

૧૬૧૨માં, ઈંગ્લિશ ઇસ્ટ ઈન્ડિયા કંપની એ ખંભાતના અખાતમાં અને નર્મદા અને તાપી નદીઓમાં વેપારી વહાણવટુઓની સુરક્ષા માટે પ્રતિષ્ઠિત ઈસ્ટ ઈન્ડિયા કંપનીના નૌકાદળની રચના કરી હતી. ભારતમાં તેઓની સૌથી પહેલી લડાકુ નૌકા ૫ સપ્ટેમ્બર, ૧૬૧૨માં આવી હતી.

૧૮૩૦માં આ દળ રાજાની નૌસેના તરીકે વિકસાવ્યું, કે જ્યારે ભારતના મોટા ભાગના પ્રદેશો બ્રિટીશરોના હુકમ હેઠળ હતા. આ સમયે આ દળોમાં બ્રિટીશ અધિકારીઓ અને ભારતીય ખલાસીઓ હતા. આ સેના ૧૮૪૦માં સૌપ્રથમ ઓપિઅમ વોર(યુધ્ધ) અને ત્યાર પછી ૧૮૫૨માં એન્ગ્લો-બર્મીઝ યુધ્ધ દરમિયાન પ્રતિક્રિયામાં દેખાયું. પ્રથમ વિશ્વ યુધ્ધ દરમિયાન, આ દળ રોયલ ઈન્ડિયન મરીન અંડરટૂક માઈનસ્વીપીંગ(undertook minesweeping) તરીકે જાણીતું થયું, સાથે સાથે મિત્ર રાષ્ટ્રોના સપ્લાય અને સપોર્ટ ઓપરેશનોમાં ભાગ લીધો હતો.

૧.૩   સ્વતંત્રતા પછીની ભારતીય નૌસેના

સ્વતંત્રતા બાદના કેટલાક વર્ષોમાં, ભારતીય નૌસેનામાં હજૂ પણ કેટલાક બ્રિટીશ અધિકારીઓ એ સેવા આપવાનું ચાલુ રાખ્યું હતું. એમ માનવામાં આવે છે કે ૨૨ એપ્રિલ, ૧૯૫૮ના રોજ પ્રથમ ભારતીય મૂળના એવા વાઈસ એડમીરલ રામ દાસ ખત્રીને ભારતીય નૌસેનાના ચીફ ઓફ સ્ટાફની પદવીથી નવાજવામાં આવ્યા હતા.

ભારતીય નૌસેનાની સૌપ્રથમ પ્રવૃત્તિ, ૧૯૬૧માં ગોવાના મુક્તિ માટે પોર્ટુગિઝોની વિરૂધ્ધની લડાઈ હતી. પોર્ટુગિઝોએ તેઓની ભારતની જૂની વસાહતો ન છોડતા ઓપરેશન વિજય લાંબા સમય સુધી તણાવમાં રહ્યું.૨૧ નવેમ્બર, ૧૯૬૧ના રોજ, પોર્ટુગિઝ સેનાની એક ટુકડીએ આંદામાન નિકોબાર પાસે liner Sabarmati પર મુસાફરો પર હુમલો કર્યો, જેમાંથી એકનું મોત નિપજ્યું અને એક ઘાયલ થઈ ગયો. ઓપરેશન વિજય દરમિયાન, ભારતીય નૌસેના એ ટુકડીઓને ઉતરાણ માટે અને ગોળીબાર કરવામાં સહાયતા પૂરી પાડી હતી. INS દિલ્હી(૧૯૪૮) એ પોર્ટુગીઝ પેટ્રોલ બોટને ડુબાડી દીધી હતી, જ્યારે લડાયક જહાજ INS  બત્વા(૧૯૬૦) અને INS બી(૧૯૬૦) એ પોર્ટુગીઝ લડાયક જહાજ NRP અફોન્સો ડે અલ્બુકર્કે ને ડુબાડી દીધું હતું.

૧૯૬૨માં ભારત-ચીન યુધ્ધ હિમાલયની ખાડીઓમાં ખૂબ મોટા પાયે લડવામાં આવ્યું હતું અને નૌસેનાએ તેમાં માત્ર રક્ષણાત્મક ભુમિકા ભજવી હતી.

૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુધ્ધમાં ભારતીય નૌસેનાની પ્રવૃત્તિઓમાં કોસ્ટલગાર્ડ દ્વારા પેટ્રોલિંગ મોટા પાયે સામેલ હતું. યુધ્ધ દરમિયાન, પાકિસ્તાને આપણા કોસ્ટલ સીટી એવા દ્વારકા પર હુમલો કર્યો હતો, પરંતુ તે સમયે તે વિસ્તારમાં કોઈ લશ્કરી સહાય ઉપલબ્ધ ન હતી. જ્યારે આ હુમલાનો કોઈ મતલબ જ ન હતો, ભારતે નૌસેનાની સહાય તે પેટ્રોલ કોસ્ટ પર ઉપલબ્ધ કરાવી અને વધુ તોપમારો થતો અટકાવ્યો.

આ યુધ્ધ બાદ ૧૯૬૦માં, ભારતે તેના સશસ્ત્ર દળોની તાકાત વધારવા અંગે નિર્ણય લીધો.

૧૯૭૧ના ભારત-પકિસ્તાન યુધ્ધ દરમિયાન ભારતીય નૌસેનાની ક્ષમતાઓમાં નાટકીય ફેરફાર અને દ્રષ્ટિબિંદુ ચોક્કસપણે દર્શાવવામાં આવ્યું હતું. એડમિરલ સરદયાલ માથ્રાદાસ નંદાના આદેશ અનુસાર, નૌસેના એ પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન પાસે દરિયાઈ નાકાબંધીને સફળતાપૂર્વક દૂર કરી હતી.

ડિસેમ્બર ૧૯૭૧માં મધરાતના ૩-૪ના વાગ્યે વિશાખાપટ્ટનમના સાગરતટે ભારતના વિનાશક INS રાજપૂત(૧૯૪૨) એ હુમલો કરીને પાકિસ્તાનની લાંબા અંતરની સબમરીન PNS ગાઝીને ડુબાડી દીધી હતી. ચોથી ડિસેમ્બરે, ભારતીય નૌકાદળે ઓપરેશન ટ્રિડેન્ટને સફળતાપૂર્વક પાર પાડ્યું, જેમાં પાકિસ્તાની નૌસેનાના કરાંચી મુખ્ય-કાર્યાલય પર વિનાશક હુમલો કરવામાં આવ્યો કે જેમાં સુરંગો ખસેડનાર કે સાફ કરનાર વહાણો, ડિસ્ટ્રોયર અને એક દારૂગોળો સપ્લાય કરનાર જહાજ ડુબાડી દેવાયા. આ હુમલામાં કરાંચી પોર્ટ પર બીજા એક ડિસ્ટ્રોયર અને ઓઈલ સંગ્રાહક ટેન્કને મોટું નુકશાન પહોંચ્યું હતું. ૮ ડિસેમ્બર, ૧૯૭૧માં આ પ્રતિક્રિયાઓ ઓપરેશન પાયથન હેઠળ અનુસરવામાં આવી હતી, વધુમાં પાકિસ્તાન નૌકાદળની ક્ષમતાઓ પ્રત્યે અણગમો વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભારતીય લડાયક જહાજો INS ખુક્રિને PNS હંગર(S૧૩૧) દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું, જ્યારે પશ્ચિમ કિનારે INS કિર્પન(૧૯૫૯)ને ભારે નુકશાન પહોંચ્યું હતું.

બંગાળની ખાડીમાં, એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાન્ત (R૧૧)ને પૂર્વ પાકિસ્તાની દરિયામાં દરિયાઈ નાકાબંધી કરવા માટે તૈનાત કરવામાં આવ્યું હતું. આઈએનએસ ના સીહોક અને અલિઝિસ વિમાનોએ અસંખ્ય લડાયક નાના જહાજો અને પાકિસ્તાની વેપારી જહાજોને ડુબાડી દીધા હતા. પાકિસ્તાન સાથેની મિત્રતા દર્શાવવા માટે, યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાએ બંગાળની ખાડીમાં ટાસ્ક ફોર્સ ૭૪ને વિમાનવાહક જહાજ યુએસએસ એન્ટરપ્રાઈઝની આસપાસ કેન્દ્રિત કર્યું. આ સંબંધે, નૌસેનાની સબમરીનો એ અમેરિકન ટાસ્ક-ફોર્સ પર નજર રાખી, કે જેઓએ સંઘર્ષ ટાળવા માટે તેઓના જહાજોને હિંદ મહાસાગરથી દક્ષિણપૂર્વ એશિયા તરફ ખસેડ્યા.

અંતમાં, પાકિસ્તાન વિરોધી દરિયાઈ નાકાબંધી એ પાકિસ્તાની સૈન્યના પ્રબલીકરણની પ્રક્રિયા અટકાવી દીધી, કે જે પાકિસ્તાનની અભૂતપૂર્વ હારની સાબીતી હતી.

આથી યુધ્ધમાં વિજેતાની નિર્ણાયક ભુમિકા ભજવતા, નૌસેના એ ભારતના ગભરાટવાળા પ્રદેશોમાં શાંતી જાળવવા માટે એક પ્રતિબંધક દળ તરીકે હંમેશા ઊભી રહી છે. ૧૯૮૮માં, માલદીવમાં PLOTE દ્વારા થતા બળવાઓને રોકવામાં સફળતા હાંસીલ કરવા માટે ભારતે ઓપરેશન કેક્ટસ શરૂ કર્યું હતું. PLOTEના બળવાખોરો દ્વારા હાઈજેક કરાયેલ જહાજને નૌસેનાના દરિયાઈ જાસૂસી પૂર્વેક્ષણ વિમાને શોધી કાઢ્યું હતું. INS ગોદાવરી(F૨૦) અને ભારતીય મરીન કમાન્ડોએ જહાજને કબજે કર્યું અને બળવાખોરોની ધરપકડ કરી.

૧૯૯૯ના કારગીલ યુધ્ધ દરમિયાન, ઓપરેશન તલવારના ભાગ રૂપે, પૂર્વિય અને પશ્ચિમી કાફલાઓને ઉત્તરી અરબી સમુદ્રમાં તૈનાત કરવામાં આવ્યા હતા. તેઓએ ભારતની દરિયાઈ મિલકતોનું પાકિસ્તાની નૌસેનાના હુમલાઓથી રક્ષણ કર્યું હતું, ભારતના દરિયાઈ વેપારમાર્ગને રોકવા/નાકાબંધી કરવાના પ્રયત્નને પણ નિષ્ફળ બનાવ્યો હતો. હિમાલયની ખીણોમાં ભારતીય લશ્કરના જવાનો સાથે ભારતીય નૌસેનાના વિમાનચાલકોએ ઉડાન ભરી અને મરીન કમાન્ડોએ પણ લડતમાં સાથ આપ્યો.

૨૧મી સદીમાં, તેના પાડોશી રાજ્યની જેમ ન કરતા, ભારતે તેના દરિયા પર શાંતી જાળવવા માટે ભારતની નૌસેના એ મહત્વની ભુમિકા ભજવી છે. કુદરતી આફતો સમયે માનવતાવાદી રાહતો અને વૈશ્વિક કટોકટી સમયે ભારતીય દરિયાઈ વેપાર માર્ગો ખાલી અને ખુલ્લા રાખવા માટે તેઓને તૈનાત કરવામાં આવેલ છે.

૨૦૦૧-૨૦૦૨માં ભારત-પાકિસ્તાન મડાગાંઠ દરમિયાન, ભારતીય નૌકાદળ એ જોઈન્ટ ફોર્સની કવાયતો, ઓપરેશન પરાક્રમનો એક ભાગ હતો. ડઝનબંધ લડાકૂ જહાજોને ઉત્તરી અરબી સમુદ્રમાં તૈનાત કરવામાં આવ્યા હતા.

૨.  ભારતીય નૌસેના

૨.૧  ભારતીય નૌસેનાની ભુમિકાઓ

૨૧મી સદીમાં ભારતીય નૌસેના પોતાને માટે કેટલીક મુખ્ય ભુમિકાઓ જુએ છે:

  1. ભારતના અન્ય સશસ્ત્ર દળો સાથે જોડાણમાં, યુધ્ધ અને શાંતી બંને સમયે ભારતના પ્રદેશો, લોકો અથવા દરિયાઈ મિલકતો પરના જોખમો અને આક્રમણો અટકાવવા;
  1. ભારતના મહત્વના દરિયાઈ વિસ્તારોમાં વધુમાં દેશના પોલિટિકલ, ઈકોનોમિકલ, અને સુરક્ષાના હેતુઓ માટેના પ્રોજેક્ટની અસરકારક રીતે કરવા.
  2. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની સહાયતાથી, ભારતના જવાબદારીવાળા દરિયાઇ વિસ્તારોમાં સારી રીતે વ્યવસ્થા અને સ્થિરતાની ખાતરી કરવી.
  1. ભારતના દરિયાકાંઠાની આસપાસના વિસ્તારોમાં દરિયાઇ સહાયતા પૂરી પાડવી.

આ ઉપરાંત, ભારતના રક્ષામંત્રી એ.કે. એન્ટોની એ, છ્ઠ્ઠી એશિયાઈ સુક્યુરિટી કોન્ફરન્સમાં ૨૬ દેશોના પ્રતિનિધિઓને સંબોધન આપતા, Shangri-La સંવાદ તરીકે પણ જાણીતા, એમ ઉલ્લેખ કર્યો કે “ભારત એ બહેતર વિશ્વ માટે પ્લુરલિસ્ટિક સિક્યુરિટી ઓર્ડર”ના ભાગ રૂપે ખાસ ભુમિકા ભજવવા માટે તૈયાર છે”, એવી ભુમિકા કે જેમાં વૈશ્વિક સુરક્ષા માટે ભારતની ભાગીદારીને પણ આવરી લેવાયું, જેવા કે યુનાઈટેડ નેશન્સ હેઠળ અને સામાન્ય ભયની સ્થિતીઓ જેવી કે સોમાલીના ચાંચિયાઓનો સામનો કરવો.

૨.૨  ભારતીય નૌસેનાનું સંસ્થાકીય માળખું

ભારત પાસે વિશાળ દરિયાકિનારો છે, વ્યુહાત્મક રીતે આ દરિયાઈ માર્ગનો વેપાર માટે ઉપયોગ વધી રહ્યો છે. આથી દેશની આર્થિક સુખાકારી સીધી જ દેશના દરિયાઈ માર્ગોને હંમેશા મુક્ત અને ખુલ્લા રાખવા પર આધાર રાખે છે. ઉપરાંત, ભારત પાસે અન્ય મિલકતો પણ છે. આપણા પૂર્વિય અને પશ્ચિમી તટો પરના પ્રદેશો મુખ્ય ભુમિથી નોંધપાત્ર અંતર પર છે. મુખ્ય ભુમિ સાથે દરિયાઈ પ્રદેશોના જોડાણની અને સતત વિકાસની ખાતરી માટે, દરિયાઈ સુરક્ષા એ તેની પૂર્વ જરૂરિયાત છે. ૨.૦૨ મિલિયન ચોરસ.કીમીના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનમાં અપતટીય મિલકતો, મત્સ્ય-ઉદ્યોગ અને સમુદ્રની અંદરની મિલકતો, મુખ્ય અને ગૌણ બંદરો અને એકંદરે લાંબા દરિયાકિનારાની અને દ્વીપપ્રદેશોની સુરક્ષા એ આપણા નૌકાદળની અન્ય મહત્વપૂર્ણ જવાબદારીઓ છે.

સ્વાવલંબન તરફની રાષ્ટ્રિય કોશિશમાં ભારતીય નૌસેનાએ સભાનપણાથી મુશ્કેલ રસ્તા અપનાવ્યા છે. નૌસેના એ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન(DRDO) અને ડિફેન્સ પબ્લિક સેક્ટરની મદદથી જહાજોના નિર્માણ માટે અને પેટા સિસ્ટમો, સેન્સરો અને વેપન(હથિયારોની) સિસ્ટમ તૈયાર કરવા માટે એક કાર્યક્રમની શરૂઆત કરી હતી.

ભારતીય નૌસેનાના ત્રણ પ્રાદેશિક કમાન્ડમાં વહેંચાયેલ છે,

  • પૂર્વિય નૌકા કમાન્ડ મુખ્ય કાર્યાલય, વિશાખાપટ્ટનમ
  • પશ્ચિમી નૌકા કમાન્ડ મુખ્ય કાર્યાલય, મુંબઈ અને;
  • દક્ષિણી નૌકા કમાન્ડ મુખ્ય કાર્યાલય, કોચી

૨.૩  ભારતીય નૌસેનાના વિભાગો

  • વહિવટી વિભાગ
  • પ્રચાલન અને સામગ્રી
  • તાલીમ
  • કાફલાઓ
  • નૌકા ઉડ્ડયન અને
  • સબમરીન વિભાગ

૨.૪  ભારતીય નૌકાદળના અધિકારીઓના ચિહ્ન અને સંસ્થાકીય માળખું

ભારતીય નૌસેનાનું સંસ્થાકીય માળખું નીચે દર્શાવેલ છે:

કમાન્ડરનો રેન્ક (ઉપરથી નીચે તરફ)
એડમિરલ ઓફ ફ્લિટ
એડમિરલ
વાઈસ-એડમિરલ
રિયર એડમિરલ
કપ્તાન/કોમોડોર
કેપ્ટન
કમાન્ડર
લેફ્ટનન્ટ કમાન્ડર
લેફ્ટનન્ટ
સબ- લેફ્ટનન્ટ
મિડ-શિપમેન

૨.૫  ભારતીય નૌકાના મહત્વના ભાગો

મૂળભૂત રીતે ભારતીય નૌસેનાના જ ભાગ તરીકે બે ખાસ સહાયક દળો:

  • માર્કોસ
  • સાગર પ્રહારી બલ

૨.૫.૧ માર્કોસનો ઈતિહાસ

ભારતીય સશસ્ત્ર દળો amphibious warfare અને દરિયાઈ ખાસ ઓપરેશનો કરવા માટે એક દળની રચના કરવા ઇચ્છતા હતા. ૧૯૭૧ ભારત-પાકિસ્તાન યુધ્ધ સમયે, ભારતીય નૌસેનાએ પાકિસ્તાન બેઝ વિરૂધ્ધના લેન્ડિંગ ઓપરેશનો જેવા કે કોક્ષ બઝાર, ઓપરેશન જેકપોટ સમયે કોઈ પણ અવરોધ વિના Polnochny ક્લાસ લેન્ડિંગ શીપની મદદથી આર્મિ બ્રિગેડને ઉતરાણ કરાવ્યું હતું. આ ઓપરેશન પહેલા, પાણીમાં બંગાળી બળવાખોરોને તોડી પાડવા માટે ભારતીય નૌસેનાના મરજીવાઓ પ્રાથમિક તાલીમ પૂરી પાડે છે. તેમ છતાં, આનાથી અપેક્ષિત પરિણામ ન મળ્યું. પછીથી, જૂદી જૂદી ભારતીય લશ્કરી યુનિટોને આ પ્રવૃત્તિની ભુમિકામાં સમાવવામાં આવ્યા હતા. ૧૯૮૩માં, ત્રિવેન્દ્રમમાં સ્થિત લશ્કરની ૩૪૦મી ઇન્ડિપેન્ડન્ટ બ્રિગેડને એસોલ્ટ યુનિટમાં રૂપાંતરિત કરવામાં આવ્યું. ત્યારથી, ૧૯૮૪માં આંદામાન ટાપુઓ અને ૧૯૮૬માં ગોવામાં નોંધનીય રીતે, નૌસેના દ્વારા કેટલીક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. આ આક્રમક ઓપરેશનોમાં એરબોર્ન અને ઍમ્ફિબિઅસ એમ બંને પ્રકારના દળોનો સમાવેશ કર્યો હતો. એપ્રિલ ૧૯૮૬માં, ભારતીય નૌસેનાએ એક એવા દરિયાઈ ખાસ દળની રચનાનું આયોજન કર્યું કે જેઓ સર્વેક્ષણ, દરોડા અને ત્રાસવાદ વિરોધી ઓપરેશનો કરવા માટે સમર્થ હશે.

શરૂઆતમાં આ દળની તાલીમ રક્ષા મંત્રાલય અને લશ્કર હેઠળ દેશના અન્ય દળો દ્વારા થઈ હતી. ત્યાર પછી ત્રણ અધિકારીઓને વધુ કઠિન તાલીમ માટે યુએસ નેવી SEALs હેઠળ અને ત્યાર પછીની તાલીમ બ્રિટિશ સ્પેશિયલ એર ફોર્સ હેઠળ વિનિમય દ્વારા કરવામાં આવી હતી. અધિકારીઓએ ભારતીય મરીન સ્પેશિયલ ફોર્સ(IMSF)ના પ્રથમ મૂળની રચના કરી, કે જેની ફેબ્રુઆરી ૧૯૮૭માં સ્થાપના થઈ. મરીન કમાન્ડોની પ્રથમ બેચ ફેબ્રુઆરી ૧૯૮૭માં અસ્તિત્વમાં આવી. પછીથી ૧૯૯૧માં તેને મરીન કમાન્ડો ફોર્સ(MCF) નામ આપવામાં આવ્યું.

૨.૫.૧.૧. માર્કોસની ભુમિકાઓ

માર્કોસની ભુમિકાઓ સર્વતોમુખી અને સાનુકુળ છે, માર્કોસની કેટલીક ભુમિકાઓ નીચે દર્શાવી છે:

  • સીધી પ્રતિક્રિયા
  • શત્રુના ખાસ પ્રદેશોની તપાસ
  • પાણી પર અને જમીન બંને પર લડાઈ કરવી
  • આતંકવાદ વિરોધી પ્રતિક્રિયાઓ
  • બિનપરંપરાગત/અનકન્વેન્શનલ યુદ્ધ
  • સમુદ્રી વિસ્તારોની લશ્કરી તપાસ

૨.૫.૨  સાગર પ્રહારી બલ

સાગર પ્રહારી બલ એ માર્ચ ૨૦૦૯માં રચાયેલ ભારતીય નૌકાદળનો એક ભાગ છે. આ ફોર્સમાં ૨૦૦૦ કર્મચારીઓ અને ૮૦ પેટ્રોલિંગ બોટોનો સમાવેશ થાય છે. આ ફોર્સની રચના ૨૦૦૮માં મુંબઈ હુમલા પછી કરવામાં આવી હતી અને દરિયાઈ સીમાએ પેટ્રોલિંગ કરીને આતંકવાદી હુમલાઓથી ભારતની દરિયાઈ સીમાની સુરક્ષા કરવી, અને રાહત અને બચાવ કાર્યો કરવા એ આ દળની મુખ્ય ફરજ છે. સૈનિકો લોનાવાલા પાસેના INS શિવાજી, નેવલ ટ્રેનિંગ એન્ડ એન્જિનિયરિંગ બેઝ પર તાલીમ પામે છે.

સાગર પ્રહારી બલ એ ભારતના દરેક નાના અને મોટા પોર્ટ પર સુરક્ષા જાળવવાનું કામ કરે છે અને પેટ્રોલિંગ કરતા રહે છે અને તે સર્ચ(શોધખોળ) ઓપરેશનો અને ઈમરજન્સીના સમયે બચાવ કાર્યો પણ કરે છે.

૨.૬  ભારતીય નૌસેનાની ભરતીની તાલીમ

ભારતીય નૌસેનાની ભરતીઓની તાલીમ ઈન્ડિયન નેવલ એકેડમી(એશિયાની સૌથી મોટી નૌસેનાની એકેડમી) (એઝિમાલા/Ezhimala) ખાતે કે જેને એશિયાની સૌથી મોટી નેવલ એકેડમી માનવામાં આવે છે.

એઝિમાલાની ઈન્ડિયન નેવલ એકેડમીની સ્થાપના પહેલા બધા જ નેવી કૅડેટ નેશનલ ડિફેન્સ એકેડમી ખાતે તાલીમ મેળવતા હતા.

૨.૭  આંદામાન અને નિકોબાર ઇન્ટીગ્રેટેડ કમાન્ડ

દેશના દક્ષિણ-પૂર્વ એશિયા છેડા પર સુરક્ષા માટે “ફાર ઈસ્ટર્ન કમાન્ડ”ની રચના ભારતીય નૌસેના, ભારતીય હવાઈસેના અને ભારતીય આર્મિ/સેના સાથે જોડાણમાં કરવામાં આવી હતી. ભારતીય નૌસેના થાઇલેન્ડ, મલેશિયા અને ઇન્ડોનેશિયાની નૌસેના સાથે સહકારથી આ પ્રદેશોનું પેટ્રોલિંગ કરે છે. એશિયાઈ પેસિફિકની દરિયાઈ સુરક્ષા માટે ભારતના ઓસ્ટ્રેલિયા સાથે પણ કરાર થયેલ છે.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday