આ સેશનમાં આપણે ભારતીય હવાઈદળ(IAF) અને તેના વિભાગો અને તેઓની ભુમિકાઓ, સંસ્થાકીય માળખા અને ઈતિહાસ અંગે ચર્ચા કરીશું.

૧.  ભારતીય હવાઈદળનો ઈતિહાસ

ભારતીય હવાઈદળની રચના બ્રિટિશ ભારતમાં ઈન્ડિયન એરફોર્સ એક્ટ હેઠળ ૮ ઓક્ટોબર, ૧૯૩૨ના રોજ રોયલ એરફોર્સને સહાયક એરફોર્સ તરીકે કરવામાં આવી હતી અને રોયલ એરફોર્સના યુનિફોર્મ(ગણવેશ), બેજ, બ્રેવેટસ અને અધિકાર ચિન્હો પ્રાપ્ત કર્યા. ૧ એપ્રિલ, ૧૯૩૩ના રોજ, ભારતીય હવાઈદળે ચાર વેસ્ટલેન્ડ વાપિતી બાઈપ્લેન્સ અને પાંચ ભારતીય પાઈલટો સાથે તેનું સૌપ્રથમ સ્ક્વોડ્રન નં.૧ સ્ક્વોડ્રનની રચના કરી હતી. ભારતીય પાઈલટોની આગેવાની ફ્લાઈટ લેફ્ટનન્ટ(પછીથી એર વઈસ માર્શલ) Cecil Bouchier દ્વારા કરવામાં આવી હતી. ૧૯૪૧ સુધી, નં.૧ સ્ક્વોડ્રન એ ભારતીય હવાઈદળની એક માત્ર સ્ક્વોડ્રન હતી, પછી દળમાં વધુ બે ફ્લાઈટ(સ્કોવોડ્રન)ને ઉમેરવામાં આવી હતી. હવાઈદળની રચના સમયે તેમાં જનરલ ડ્યુટી(જીડી) બ્રાંચ અને લોજિસ્ટીક બ્રાંચ એમ માત્ર બે જ વિભાગો હતા.

બીજ વિશ્વ દરમિયાન, જાપાનીઝના પ્રતીક Hinomaru(“રાઇઝિંગ સન”) સાથેની મૂંઝવણ દૂર કરવા માટે ભારતીય હવાઈદળે તેના ચક્રમાંથી લાલ રંગ દૂર કર્યો હતો. ૧૯૪૩માં હવાઈદળ સાત સ્ક્વોડ્રન સુધી અને ૧૯૪૫માં નવ સ્ક્વોડ્રન સાથે, ટ્રાન્સ્પોર્ટ યુનિટમાં ૧૯૪૪ સુધી  સેવા આપેલ એ.ડબલ્યુ. ૧૫ એટલાન્ટસ સાથે વલ્ટીએ વેન્જેન્સ ડાઈવ બોમ્બર્સ અને હરીકેનથી સજ્જ કરી તેને વિસ્તાર્યું હતું. ભારતીય હવાઈદળે બર્મામાં કે જ્યાં જાપાનીઝ લશ્કરના બેઝ અરાકાન પર પ્રથમ વખત હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો ત્યાં જાપાનીઝ આર્મિને રોકવામાં/અટકાવવામાં સહાયતા પૂરી પાડી હતી. તેઓએ જાપાનીઝ ઉત્તરી થાઈલેન્ડમાં સ્થિત એરબેઝ મી હોન્ગ સન, ચિઆંગ માઇ અને ચિઆંગ રાઇ પર હુમલાના મિશન પાર પાડ્યા. ભારતીય હવાઈદળની ઘાતક ભુમિકાની જાણ કિંગ જ્યોર્જ VI(૭)ના ધ્યાનમાં આવતા ૧૯૪૫માં “રોયલ” ઉપનામથી નવાજવામાં આવ્યા હતા. યુધ્ધ દરમિયાન, ઘણાય યુવાનો ભારતીય નેશનલ આર્મિમાં જોડાયા હતા. ૧૯૪૪માં સુભાષચંદ્ર બોઝ દ્વારા તેમાંના ૪૫(ટોક્યો બોય્ઝ તરીકે જાણીતા)ને ઈમ્પિરિયલ જાપાનીઝ આર્મિ એરફોર્સ એકેડમી ખાતે ફાઈટર પાઈલટની તાલીમ લેવા માટે મોકલવામાં આવ્યા હતા. યુધ્ધ પછી, તેઓને નજરકેદમાં રાખવામાં આવ્યા હતા અને તેઓનું કોર્ટ માર્શલ કરવામાં કરવામાં આવ્યું હતા. ભારતની આઝાદી બાદ, તેમાંના કેટલાક ફરીથી ભારતીય હવાઈદળમાં સેવા આપવા માટે જોડાયા.

૨.  ભારતીય હવાઈદળનું માળખું

ભારતના રાષ્ટ્રપતિ બધા જ ભારતીય સશસ્ત્ર દળોના સર્વોપરી કમાન્ડર છે અને આ અધિકારો સાથે તેઓ હવાઈદળના સર્વોપરી કમાન્ડ ઈન-ચીફ છે. ચીફ ઓફ એર સ્ટાફ એ એર ચીફ માર્શલના ક્રમના અધિકારીને ભારતીય હવાઈદળના વડા નિમવામાં આવે છે. એર માર્શલની ક્રમના સાત અધિકારીઓ હંમેશા તેમની સહાયમાં હાજર રહે છે:

  • વાઈસ ચીફ ઓફ ધ એર સ્ટાફ
  • ડેપ્યુટી ચીફ ઓફ ધ એર સ્ટાફ
  • એર ઓફિસર ઈન-ચાર્જ ઓફ એડમિનિસ્ટ્રેશન
  • ડેપ્યુટી મિલિટરી સેક્રેટરી
  • એર ઓફિસર ઈન-ચાર્જ ઓફ પર્સનેલ
  • એર ઓફિસર ઈન-ચાર્જ ઓફ મેન્ટેનન્સ
  • ઈન્સ્પેક્ટર જનરલ ઓફ ફ્લાઈટ સેફ્ટી.

જાન્યુઆરી ૨૦૦૨માં, ભારત સરકાર દ્વારા સૌ પ્રથમ વખત અર્જૂન સીંહને એરફોર્સના માર્શલના રેન્કથી નવાજવામાં અને તેઓ પ્રથમ અને એક માત્ર ભારતીય એરફોર્સના ફાઈવ સ્ટાર ઓફિસર બન્યા અને ઔપચારીક રીતે હવાઈદળના વડા બન્યા.

ભારતીય હવાઈદળની ભુમિકા

  • ભારતીય બંધારણ, આર્મ્ડ ફોર્સ એક્ટ ઓફ ૧૯૪૭ અને એરફોર્સ એક્ટ ૧૯૫૦ દ્વારા ઇન્ડિયન એરફોર્સના મિશનો/ધ્યેય એરિયલ બેટલ સ્પેસમાં નીચે દર્શાવ્યા અનુસાર નક્કિ થાય છે:
  • “ભારત અને તેના દરેક ભાગની સુરક્ષા, અને તે માટેની તૈયારી અને યુધ્ધ સમયે કરવામાં આવતી દરેક કાર્યવાહી અને યુધ્ધ પૂર્ણ થયા બાદ અસરકારકતાપૂર્વક સૈન્યનું વિસર્જન.”

ભારતીય હવાઈદળના મુખ્ય-કાર્યલયો

ભારતીય હવાઈદળ પાંચ ઓપરેશનલ અને બે ફંક્શનલ મુખ્ય કાર્યાલયોમાં વહેંચાયેલું છે. દરેક મુખ્ય કાર્યાલયનું નિયંત્રણ એર માર્શલના ક્રમના એર ઓફિસર(કમાન્ડીંગ ઈન ચીફ) દ્વારા કરવામાં આવે છે. ઓપરેશનલ મુખ્ય-કાર્યાલયનો મૂળ હેતુ તેઓની જવાબદારીમાં આવતા એરક્રાફ્ટના ઉપયોગથી મિલિટરી ઓપરેશનો કરવા, જ્યારે યુધ્ધ માટે સુસજ્જ રહેવાની જવાબદારી ફંક્શનલ મુખ્ય કાર્યાલયની છે. બેંગ્લોરમાં તાલીમ કમાન્ડ ઉપરાંત, પ્રાથમિક ફ્લાઈટ ટ્રેનિંગ(તાલીમ) હૈદરાબાદ, આન્ધ્રપ્રદેશ અને ઓપરેશનલ તાલીમ આપનાર અન્ય કેટલીક એરફોર્સ એકેડમી પર થાય છે. કમાન્ડ પોઝિશન્સ માટે એડવાન્સ્ડ ઓફિસર ટ્રેનિંગ ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ ખાતે થાય છે; બિહાર, કર્ણાટક અને હકિમપટ, આન્ધ્રપ્રદેશ(હેલિકોપ્ટર તાલીમ પણ) ખાતે સ્પેશિયલાઈઝ્ડ એડવાન્સ્ડ ફ્લાઈટ ટ્રેનિંગ સ્કૂલ્સ ખાતે પણ આ તાલીમ આપવામાં આવે છે. ટેકનિકલ સ્કૂલો અન્ય કેટલાક સ્થળો પર પણ આવેલી છે.

હાલમાં ભારતીય હવાઈદળના સાત મુખ્ય-કાર્યાલયો કાર્યરત છે, જેમાંથી પાંચ ઓપરેશનલ મુખ્ય-કાર્યાલયો અને બાકીના બે ફંક્શનલ મુખ્ય-કાર્યાલયો છે.

ઓપરેશનલ મુખ્ય-કાર્યાલયો:

  • કેન્દ્રિય એર કમાન્ડ,અલ્હાબાદ,યુપી
  • પૂર્વિય એર કમાન્ડ,શિલોંગ,મેઘાલય
  • કેન્દ્રિય એર કમાન્ડ, તિરુવનંતપુરમ, કેરળ
  • દક્ષિણ-પશ્ચિમી એર કમાન્ડ,ગાંધીનગર,ગુજરાત
  • પશ્ચિમી એર કમાન્ડ, સુબ્રોતો પાર્ક,નવી દિલ્હી

કાર્યાત્મક(ફંક્શનલ) આદેશો:

  • ટ્રેનિંગ કમાન્ડ, બેંગલોર, કર્ણાટક
  • મેઇટેનન્સ કમાન્ડ,નાગપુર, મહારાષ્ટ્ર

 

૩.  ભારતીય એરફોર્સનું ફિલ્ડ ફોર્મેશન

૩.૧  બેઝ

  • ભારતીય હવાઈદળ આયોજન કરવા માટે એ ૬૦થી પણ વધુ એર બેઝનું નિયંત્રણ કરે છે. પશ્ચિમી એર કમાન્ડએ સૌથી મોટું એર કમાન્ડ છે. તે પંજાબથી ઉત્તરપ્રદેશ સુધીમાં ૧૬ એર બેઝનું નિયંત્રણ કરે છે.
  • પૂર્વિય એર કમાન્ડએ પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં ૧૫ એર બેઝનું નિયંત્રણ કરે છે.
  • કેન્દ્રિય એર કમાન્ડ મધ્યપ્રદેશ અને કેન્દ્રમાં આવેલ રાજ્યોમાં આવરી લેતા સાત એર બેઝનું નિયંત્રણ કરે છે.
  • તિરુવનંતપુરમ ખાતે આવેલ વ્યૂહાત્મકરીતે મહત્વપૂર્ણ દક્ષિણી એર કમાન્ડએ મહત્વપૂર્ણ શીપીંગ રૂટ્સના સંરક્ષણ માટે તાજેતરની સ્થિતી જાણવા માટેની કડી છે. તે દક્ષિણ ભારતમાં નવ અને આંદામાન નિકોબાર ટાપુઓ પર બે એરબેઝ પર નિયંત્રણ રાખે છે.
  • દક્ષિણ-પશ્ચિમી એર કમાન્ડ એ પાકિસ્તાન સામે સંરક્ષણ મેળવવા માટે સૌપ્રથમ ઉપલબ્ધ થશે; આ મહત્વના મુખ્ય કાર્યાલયને ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં બાર એર કમાન્ડ સોંપવામાં આવેલ છે. ભારત પાસે તાજિકિસ્તાનમાં સ્થિત ફરખોરFarkhor એરબેઝની જવાબદારી પણ આપવામાં આવેલ છે. સાઈઝ/સંખ્યા પર આધાર રાખતા, સામાન્ય રીતે બેઝનું નિયંત્રણ ગ્રુપ કેપ્ટન અથવા એર કમાન્ડર દ્વારા કરવામાં આવે છે.

૩.૨  વિંગ્સ

વિંગ એ કમાન્ડ અને સ્ક્વૉડ્રન વચ્ચે પ્રશિક્ષણ મધ્યવર્તી છે. સામાન્ય રીતે ફોરવર્ડ બેઝ યુનિટની સાથે મળીને તેમાં બે અથવા ત્રણ આઈએફએ સ્ક્વૉડ્રન્ટ અને હેલિકોપ્ટર યુનિટનો સમાવેશ કરે છે. ફોરવર્ડ બેઝ યુનિટ પાસે કોઇ સ્ક્વૉડ્રન્ટ કે હેલિકોપ્ટર યુનિટો છે છતાં પણ રોજિંદાના ઓપરેશનોમાં એરબેઝની સેવા પૂરી પાડે છે. યુધ્ધ સમયે, તેઓ વિવિધ સ્ક્વોડ્રનમાં યજમાનની ભુમિકામા સંપૂર્ણ રીતે એરબેઝમાં ફેરવાઈ શકે છે. ટૂંકમાં, ૪૭ વિંગ્સ અને ૧૯ ફોરવર્ડ બેઝ યુનિટ ભેગા થઈને ભારતીય હવાઈદળ બને છે. વિંગ્સ એ ખાસ કરીને ગ્રુપ કમાન્ડ દ્વારા આપવામાં આવતા આદેશો છે.

૩.૩  સ્ક્વોડ્રન

સ્ક્વોડ્રન એ ફીલ્ડ યુનિટ્સ અને સ્થાયી સ્થળ નિર્માણ સાથે જોડાયેલ હોય છે, ફ્લાઈંગ સ્ક્વોડ્રન એ એરફોર્સ સ્ટેશનનો એક એવો પેટા વિભાગ છે કે જે પ્રાથમિક કક્ષાના કાર્યો પાર પાડે છે. દરેક સ્ક્વોડ્રનનું નિયંત્રણ ફ્લાઇટ વિંગ કમાન્ડરની કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવે છે. કેટલીક ટ્રાન્સ્પોર્ટ સ્ક્વોડ્રન અને હેલિકોપ્ટર યુનિટોનું નિયંત્રણ ગ્રૂપ કેપ્ટનની કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવે છે.

૩.૪  ફ્લાઈટ્સ
ફ્લાઈટ્સ એ સ્ક્વોડ્રનનો પેટા-વિભાગ છે કે જેનું નિયંત્રણ સ્ક્વોડ્રન લિડર દ્વારા થાય છે. આ ફોર્મેશન સ્ટ્રક્ચરમાં, રોજ-બરોજના ઓપરેશનો માટે ભારતીય હવાઈદળ પાસે કેટલીક સર્વિસ શાખાઓ છે, જેવી કે:

ફ્લાઈંગ બ્રાંચ

·        ફ્લાઈંગ

ટેકનિકલ બ્રાંચ

·        એન્જીનિયરિંગ

ગ્રાઉન્ડ બ્રાંચ

·        લોજિસ્ટિક્સ

·        વહિવટી

·        એકાઊન્ટ્સ

·        ભણતર

·        તબીબી અને ડેન્ટલ

·        મીટિઅરૉલજિકલ(હવામાનશાસ્ત્રીય)

હવે આપણે ભારતીય હવાઈદળના ચિન્હો અને અધિકરીઓના સંસ્થાકીય માળખા વિશે ચર્ચા કરીશું.

નીચેનો કોઠામાં ભારતીય હવાઈદળનું સંસ્થાકીય માળખું દર્શાવેલું છે

અધિકારીઓનો ક્રમ (ઉપર થી નીચે તરફ ક્લાસ-૧ના અધિકારી)
માર્શલ ઓફ એરફોર્સ
એર ચીફ માર્શલ
એર માર્શલ
એર વાઈસ માર્શલ
એર કમાન્ડર
ગ્રુપ કપ્તાન
વિંગ કમાન્ડર
સ્ક્વૉડ્રન લીડર
ફ્લાઈટ લેફ્ટનન્ટ
ફ્લાઇંગ ઓફિસર
પાઇલટ ઓફિસર

 

 

૩.૫  ભારતીય હવાઈદળના નવા નિમાયેલ અધિકારીઓની તાલીમ

ભારતીય હવાઈદળના અધિકારીઓની તાલીમ પૂરા ભારતમાં નીચે દર્શાવેલ સ્થળો પર થાય છે:

  • પાઇલટ ટ્રેનિંગ સ્કૂલ,Dindigul
  • નેશનલ ડિફેન્સ એકેડમી , દિલ્હી
  • ટ્રેનિંગ કમાન્ડ, કર્ણાટક
  • પેરાટ્રૂપર્સ ટ્રેનિંગ સ્કૂલ, આગ્રા
  • એરફોર્સ એડમિનિસ્ટ્રેશન કોલેજ, કોઇમ્બતૂર
  • એરફોર્સ ટેકનીકલ ટ્રેનિંગ સ્કૂલ, Jalahalli

૩.૬  ભારતીય હવાઈદળના ખાસ વિભાગો

ભારતીય હવાઈદળ પાસે પોતાની માર્કોસ અને પારસ કમાન્ડોને સમકક્ષ તાલીમ પામેલ ગરૂડ કમાન્ડો નામની ખાસ યુનિટ છે. સામાન્ય રીતે તેઓ ભારતીય હવાઈદળના મહત્વના એરબેઝની સુરક્ષાની કામગીરી કરે છે. ગરૂડ કમાન્ડો ફોર્સ એ ભારતીય હવાઈદળનું સ્પેશિયલ ફોર્સ યુનિટ છે. તેની રચના ૨૦૦૪માં ૨૦૦૦ કર્મચારીઓની સંખ્યાથી થઈ હતી. આ યુનિટનું નામ હિંદુ પૌરાણિક કથાઓમાંના પવિત્ર પક્ષિ ગરૂડ પરથી રાખવામાં આવ્યું છે.

૩.૬.૧  ઈતિહાસ

૨૦૦૧માં આતંકવાદીઓ દ્વારા જમ્મૂ-કાશ્મિરના બે મોટા એરબેઝ પર હુમલાના પ્રયાસથી, ભારતીય હવાઈદળના કમાન્ડરોને આવી પરિસ્થિતીઓનો સામનો કરવા માટે, સ્પેશિયલ ફોર્સ ટેકનિક્સ, કોમ્બેટ સર્ચ એન્ડ રેસ્ક્યુ, રેકગ્નિશન, કાઉન્ટર ઈન્ટેલિજન્સ ઓપરેશન્સ એન્ડ ઇમર્જન્સીમાં એરફિલ્ડની આતંકી-જોખમો સામે લડવા તાલીમ પામેલ ખાસ કમાન્ડો ફોર્સની જરૂર જણાઈ.

તે સમયે લશ્કર દ્વારા કેટલીક સ્પેશિયલ ફોર્સ(ખાસ દળ) પૂરા પાડવામાં આવે અને તેના યુનિટો લશ્કરની જરૂરિયાત મુજબ પૂરા દેશમાં દરેક જગ્યાઓએ પોસ્ટિંગ થયેલ હોતા, એ તેનો મૂળ વિષય રહ્યો હતો. એમ માનવામાં આવતું હતું કે કેટલાક યુનિટોને હવાઈદળ દ્વારા આપવામાં આવતી આ ખાસ તાલીમ બદલાતા જતા યુનિટો સાથે વારંવાર પુનરાવર્તિત કરતા રહેવું પડશે. ઓક્ટોબર ૨૦૦૨માં ૨૦૦૦ કમાન્ડો સાથે સ્પેશિયલાઈઝ્ડ ફોર્સની શરૂઆત માટે પ્રારંભિક યોજનાઓ પર વિવાદ સર્જાયો હતો. ખરેખરમાં આ ગ્રુપને “ટાઈગર ફોર્સ” નામા આપવામાં આવ્યું હતું, પરંતુ પછીથી તેનું નામ “ગરૂડ ફોર્સ” રાખવામાં આવ્યું.

ખાસ દળની જરૂરિયાતને પૂરી કરવા માટે સપ્ટેમ્બર ૨૦૦૩માં ભારત સરકારે માર્કોસ કમાન્ડો અને પારસ કમાન્ડોની સમકક્ષ તાલીમ પામેલ ૧૦૮૦ દળોની રચના કરી, કે જેઓ હવાઈદળની આગેવાની હેઠળ પોતાની કામગીરી બજાવશે.

તે બાદ તરત, ભારતીય હવાઈદળ નં.૧ એરમેન ટ્રેનિંગ સેન્ટર,બેલગામ, કર્ણાટકથી ૧૦૦ સ્વયંસેવકોની પહેલી બેચેને ગુડગાંવ ખાતે ગરૂડની તાલીમ મેળવવા માટે મોકલી આપવામાં આવ્યા હતા. સૌપ્રથમ વખત ફેબ્રુઆરી ૬, ૨૦૦૪માં કે જ્યારે ૬૨ “એર કમાન્ડો”ની પ્રથમ બેચે નવી દિલ્હીમાં તેઓની તાલીમ પાસ કરી, ત્યારે ગરૂડની પ્રથમ બેચ અસ્તિત્વમાં આવી. ૮ ઓક્ટોબર, ૨૦૦૪માં એરફોર્સ ડેની ઉજવણી સમયે ગરૂડ સૌપ્રથમ વખત જાહેરમાં જોવામાં આવ્યા હતા.

૩.૬.૨  જવાબદારીઓ

ગરૂડો પાસે વિવિધ જવાબદારીઓ છે. એરફિલ્ડની સુરક્ષા અને પ્રતિકૂળ વાતાવરણમાં બેઝ પ્રોટેક્શન ફોર્સ સાથે સાથે, કેટલાક એડવાન્સ્ડ ગરૂડ યુનિટોને આર્મિ પેરા કમાન્ડો અને નૌસેનાના માર્કોસ કમાન્ડોની જેમ દુશ્મનને સીમા બહાર રાખવાના મિશનો પાર પાડવા માટે તાલીમ આપવામાં આવે છે. નોંધ કરવી કે, સરહદી વિસ્તારોમાં ભારતીય હવાઈદળના રડાર, એરફિલ્ડ અને અન્ય સ્થપનોની સુરક્ષા એરફોર્સ પોલીસ અને ડિફેન્સ સિક્યુરિટી કોર્પ્સ(DSC) દ્વારા કરવામાં આવે છે.

૧)  યુધ્ધ સમયની ફરજો

યુધ્ધ સમયે, રાહત અને બચાવ કાર્યો કરવા, દુશ્મનોના વિસ્તારમાં ઘાયલ સૈનિકો અને અન્ય દળોને માટે બચાવ કાર્યો, સપ્રેશન ઓફ એનિમી એર ડિફેન્સ(SEAD), રડાર બસ્ટિંગ, કોમ્બેટ કન્ટ્રોલ(યુધ્ધ નિયંત્રણ), મિસાઈલ અને શસ્ત્રો અંગે માર્ગદર્શન(“લેઝિંગ” ઓફ ટાર્ગેટ) અને એર ઓપરેશનની મદદ હેઠળ અન્ય મિશનો હાથ ધરવા એ ગરૂડોની કામગીરી છે. તેઓને સૂચવવામાં આવ્યું છે કે, યુધ્ધ સમયે દુશ્મનના એરબેઝ પર દરોડા પાડવા, વગેરે સહિતના મિશનો દરમિયાન તેઓ આક્રામક રીતે પોતાની ભુમિકા ભજવે.

કમાન્ડો દ્વારા હુમલાઓ અને અન્ય હુમલાઓથી એરબેઝના રક્ષણ ઉપરાંત, ઘુસણખોરી અને અન્ય સંઘર્શો સમયે તેઓ વેપન સિસ્ટમ, વિમાન રાખવાની જગ્યા અને અન્ય મોટી સિસ્ટમોને સીલ કરવાની કામગીરી કરે છે.

૨)  શાંતી સમયની ફરજો

શાંતીના સમયમાં, ત્રાસવાદીઓના હુમલાઓથી એરબેઝનું રક્ષણ અને અન્ય મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના રક્ષણ ઉપરાંત, આતંકવાદીઓ વિરૂધ્ધ કામગીરી, એન્ટી હાઇજેકિંગ, બંધક બચાવ અને કુદરતી આફતો સમયે રાહતકાર્યો અને રાષ્ટ્રની સુરક્ષા બાબતમાં અન્ય મિલિટરી કાર્યો કરવા, આ દરેક બાબત ગરૂડની ભુમિકામાં સામેલ છે.

  • ભારતીય હવાઈદળના માળખા અનુસાર ગરૂડના સૈનિકોને એરમેનની પદવી આપવામાં આવે છે. હાલમાં પુરું દળ એ વિંગ કમાન્ડરની કક્ષાના અધિકારીના નિયંત્રણ હેઠળ છે. વર્તમાનમાં ૧૫ “ફ્લાઈટ” અને તેમાં આશરે ૧૫૦૦ એરમેનની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
  • આમ તો ફ્લાઈટ એ પાયદળ બટાલિયનમાં “કંપની”ને બરાબર જ હોય છે અને તેનું નિયંત્રણ ફ્લાઈટ લેફ્ટનન્ટની કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવે છે. ફ્લાઈટ્સ એ અલગ અલગ એરફોર્સ સ્ટેશનો(હવાઈમથકો) પર સ્થિત હોય છે, કે જ્યાં તેઓ તાલીમ પ્રાપ્ત કરે છે અને સુરક્ષા પૂરી પાડે છે(ઈન્ડિયન એરફોર્સ બેઝની યાદી જુઓ).
  • જોકે ગરૂડ એ કોઈ “ગુપ્ત” યુનિટ નથી, તેઓના ઓપરેશનો અને અસાઇટમેન્ટ્સ વિશે ખૂબ ઓછી બાબતો જાણીતી છે કદાચ એટલે કે ઓપરેશનો માટે નેશનલ સિક્યુરીટી ગાર્ડ અને માર્કોસ એ ભારત સરકારની પ્રાથમિક પસંદગી છે. યુએન પીસ કિપીંગ કન્ટિન્જન્ટના ભાગ રૂપે ગરૂડ્સને કોંગોમાં તૈનાત કરવામાં આવેલ છે. સાથે સાથે તેઓ જમ્મુ અને કાશ્મિરમાં ઓપરેશનલ એક્સપોઝર માટે આર્મિ સ્પેશિયલ ફોર્સનું પણ સંચાલન કરે છે. આ હેતુ મુજબ, ફ્લાઈટ્સના દળો એ આર્મિ એસએફ યુનિટ સાથે સંકળાયેલ છે. એર ઈન્ડિયા-૨૦૦૫, ૨૦૦૭ અને ૨૦૧૧ દરમિયાન ગરૂડને Yelahanka એએફએસ પર સુરક્ષાની કામગીરી સોંપવામાં આવી હતી.

૪.  ઇન્ટિગ્રેટેડ સ્પેસ સેલ

મિલિટરી માટે દેશના અવકાશી સ્થાપનો અને મિલકતોનો અસરકારક રીતે ઉપયોગ કરવા અને આ મિલકતો માટેની સુરક્ષા માટે ઇન્ટિગ્રેટેડ સ્પેસ સેલની રચના કરવામાં આવી છે. તે ભારતીય રક્ષા મંત્રાલયના ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સર્વિસીસના મુખ્ય-કાર્યાલયના નિયંત્રણ હેઠળ કામ કરે છે. આ કમાન્ડ એ સેટેલાઈટ સહિતની ટેકનોલોજીનો લાભ લેશે. તે એરોસ્પેસ કમાન્ડની કે જેની મોટા ભાગની પ્રવૃત્તિઓ પર એરફોર્સ નિયંત્રણ રાખે છે તેની જેમ નથી, ઇન્ટિગ્રેટેડ સ્પેસ સેલ ત્રણ પ્રકારની સેવાઓ અને એ સાથે અવકાશી સંસ્થાઓ સાથે સંકળાયેલ બિનલશ્કરી એજન્સીઓની યોજનાઓમાં સહકાર અને સંકલન સાધે છે. સંચાર, એરક્રાફ્ટ અને મિસાઈલ અંગે માર્ગદર્શન, જાસૂસી પૂર્વ-તપાસ અને દેખરેખ માટે સશસ્ત્ર દળો સેટેલાઈટ પર મોટા પ્રમાણમાં આધાર રાખે છે. બિનલશ્કરી હેતુઓ જેવા કે હવામાન આગાહી, આપત્તિ વ્યવસ્થાપન અને સંચાર માટે પણ સેટેલાઈટનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરોક્ત દરેક બાબતોને લીધે આપણા અવકાશી સ્થાપનો/મિલકતોની સુરક્ષા ખૂબ જરૂરી છે.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday