સત્ય ઘટના આધારિત
૨ દિવસ પહેલા આપના ફેસ બુક ફ્રેન્ડ માંથી માંથી કોઈ એક વ્યક્તિ નો વકીલ સાહેબ વેબસાઈટ માં ઈમેલ કરી ને મદદ માગી કે તેમને આવી રીતે કોઈ બ્લેક મેલ કરે તો શું કરવું. .અને કેવી રીતે આમાંથી છુટકારો મેળવવો. …
એક દમ સત્ય ધટના તમને જાણવી રહયા છીએ. આવા ફોર્ડ બજાર માં ખુબ જ મોટા પ્રમાણ માં ચાલી રહેલ છે. સાવચેતી રાખજો.. તમારા નાનાં ટીનેજર છોકરાઓ મોબિલ નો ખુજ મોટા પ્રમાણ માં ઉપયોગ કરતા હોય, તેવો આવા ફ્રોડ માં ફસાઈ જાય તો ઘણા રૂપિયા ચુકવવા પડતા હોય છે. અને ઘણી વખત ડીપ્રેશન માં આવી ને ખોટા પગલા પણ ભરી દેતા હોય છે.
મોડસ ઓપરેન્ડી
પહેલા ફેસબુક માં તમને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી ને મિત્ર બનશે. પછી મેસેનજર માં મેસેજ કરી ને તમારી પાસે થી તમારો વોટ્સ એપ નંબર માંગશે તેઓ વિડીયો કોલિંગ ફેસબુક માં પણ કરી શકે છે. પરંતુ ત્યાં નહિ કરે કારણ કે તમને બ્લેક મેઈલ કરવા માટે તમારો ફોન નંબર જોઇશે. એટલે તમને તમારો નંબર માંગશે. અને પછી તમને વોટ્સ એપ માં વાતો કરી ને વિડીઓ કોલ કરવાનું કહેશે. સામે એક છોકરો અને એક છોકરી બંને બેઠા હોય છે. તે લોકો તેમના ફોન આગળ બીજા ફોન માં નગ્ન વિડીયો ચાલુ કરી ને તમને બતાવશે અને પછી તમને પણ એવું કરવા કહેશે. અને જે છોકરી આ ફોન કરે છે તે પણ જોડે જોડે વાતો કરશે. આ કામે, આ ઇસમ જોડે જે બનેલ છે .તેમને એ વાત ની ખાતરી કરી નાખી કે વિડીયો માં જે છોકરી દેખાય છે. જેને કપડા ઉતારેલ છે તે બોલતી નથી અને આવાજ આવે છે. એટલે આ ઇસમ ને ખબર પડી ગયી કે વાત કોઈ બીજું કરે છે. અને વિડીયો કોઈ બીજા નો છે. જે છોકરી બોલતી હોય છે તે તમારા કપડા ઉતારવાનું કહીને ફેસ બતાવવાનો ખુબ જ આગ્રહ કરે છે. એક વાર ફેસ બતાઈ દો એટલે એમનું કામ પૂરું થઇ જાય છે. એમની જોડે તમારું ફેસબુક એકાઉન્ટ , તમારો વોટ્સ એપ નંબર , તમારું ચેટીંગ અને તમારો નગ્ન વિડીયો આવી ગયેલ છે. હવે તમને એ ખ્યાલ હશે કે આ નવા ફોન માં વિડીઓ રેકોડીંગ આવી ગયેલ છે. એટલે તમારી સ્ક્રિન રેકોર્ડ કરી નાખવામાં આવે છે. અને પછી એ છોકરી જોડે જે છોકરો બેઠો હોય છે. તે દરરજો તે વિડીયો કલીપ તમને મોકલી ને એવી ધમકી આપે છે કે, તમે ૧ લાખ રૂપિયા નહિ આપો તો આ વિડીયો માર્કેટ માં વાઈરલ કરી નાખીશું. અને તમારી બેઈજજતી કરી શું.
આવા ટીનેજર જે હોય છે. તે પોતાના માતા પિતા થી સંતાઈ ને આવા ફ્રોડ માં ફસાઈ ગયેલ હોય છે. આથી, તેઓ ગભરાઈ જાય છે. અને કોઈ ને કહી પણ શકતા નથી. અને અંતે આવા ગુના નો ગંભીર પરિણામ પણ આવે છે. આ ની ફરિયાદ અમો એ સાયબર ક્રાઈમ સેલ માં કરેલ છે. પરંતુ ત્યાંથી પણ એવી હકીકત જણાવા મળેલ છે કે, અજાણ્યા નંબર થી કે લોકો સાથે આવી અંગત માહિતી, ફોટા કે વિડીયો શેર કરવા નહિ કારણ કે તે ઓ રોજ પોતાના મોબાઈલ નંબર બદલતા હોય છે અને અનેક સોફ્ટવેર ડાઉન લોડ કરતા હોય છે. આથી તેમને બીજા રાજ્ય માં પકડવા મુશેકલ થઇ જાય છે.
એટલે સાવચેતી એજ સલામતી. …
સબબ ગુના ના સ્ક્રીન શોટ નીચે મુજબ આપવામાં આવેલ છે.
તમારો જવાબ કમેન્ટ બોક્સ માં જણાવો. આવા ફ્રોડ થી બચવા અને આ લોકો ને પકડવા માટે શું કરી શકો… આ તમામ કોલ બીજા રાજ્ય માંથી આવતા હોય છે. જેમ કે ઝારખંડ , નોયડા, બિહાર , વિગેરે….
તમારો અભિપ્રાય જરૂર આપજો.