– જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી કહ્યું મારા પરિવારના સભ્યો તને નહીં સ્વીકારે, તારે રહેવું હોય તો રખાત થઇને રહી શકે છે, મારી ઘરવાળી બનવાનું સપનું જોઇશ નહીં.

(પ્રતિનિધિ દ્વારા) સુરત,તા. 06 માર્ચ,2022, સોમવાર

પાંડેસરા વિસ્તારની ડિવોર્સી બે સંતાનની માતાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી શરીરસંબંધ બાંધ્યા બાદ જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી મારી રખાત તરીકે રહેવું હોય તો રહી શકે છે. પરંતુ ઘરવાળી બનવાનું સપનું જોઇશ નહીં તેવી ધમકી આપનાર હોમગાર્ડ વિરૂધ્ધ પાંડેસરા પોલીસમાં ફરીયાદ નોંધાય છે.

પાંડેસરા વિસ્તારમાં રહેતી નીશા (ઉ.વ. 29 નામ બદલ્યું છે) દારૂડિયા પતિ સાથે છુટાછેડા લીધા બાદ બે સંતાન સાથે સાડી વર્કનું કામ કરી ગુજરાન ચલાવે છે. તે દરમિયાન નીશા રહેણાંક ઝુપડપટ્ટીમાં લોનના હપ્તા ઉઘરાવવા આવતા વંશ ફાઇનાન્સ કંપનીના એકનાથ સાહેબરાવ પાટીલ (ઉ.વ. 35 રહે. મરાઠા નગર, પિયુષ પોઇન્ટ, પાંડેસરા)ના સંર્પકમાં આવી હતી. ફાઇનાન્સ કંપનીમાં નોકરી ઉપરાંત હોમગાર્ડ તરીકે પણ કામ કરતા એકનાથ સાથે નીશાને પ્રેમસંબંધ બંધાયો હતો અને બંનેએ એકાંત પણ માણ્યું હતું. જેની જાણ એકનાથની પત્નીને થઇ જતા તેણે નીશાને કહ્યું હતું કે તું કેમ મારો સંસાર તોડાવવા માંગે છે, એકનાથ બે બાળકનો પિતા છે તે તને ખબર નથી જેથી નીશા ચોંકી ગઇ હતી. જો કે ત્યારબાદ પણ એકનાથે પત્નીને છુટાછેડા આપી નીશા સાથે લગ્ન કરશે એમ કહી અનેક વખત એકાંત માણ્યું હુતું. પરંતુ દસેક દિવસ અગાઉ મહારાષ્ટ્રના જલગાંવથી નીશા પરત આવી ત્યારે તેના ઘરમાં ઘુસી જઇ એકનાથે જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી નીશાને કહ્યું હતું કે તું શું કામ સુરત આવી, મારા પરિવારના સભ્યો તને નહીં સ્વીકારે, તારે રહેવું હોય તો રખાત થઇને રહી શકે છે, મારી ઘરવાળી બનવાનું સપનું જોઇશ નહીં. જેથી નીશાએ એકનાથ વિરૂધ્ધ પાંડેસરા પોલીસમાં દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરીયાદ નોંધાવી છે.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday