સત્ય ઘટના આધારિત – નામ બદલેલ છે. 

જીગર ભાઈ એ કનુભાઈ ની પેઢી પાસે થી રૂપિયા ૧ લાખ ની લોન લીધેલી અને તમામ કરાર દસ્તાવેજ કરી ને તેમને આ કરાર કરેલો.  કનુભાઈ ની ઓફીસ માં રમેશભાઈ નામના વ્યક્તિ કામ કરતા હતા જેઓ ક્લાર્ક તરીકે કામ કરતા હતા. જીગરભાઈ રમેશભાઈ ને પણ ઓળખતા હતા. અને તેમના ભલામણ ના આધારે જ જીગરભાઈ એ રૂપિયા એક લાખ ની લોન મળેલ હતી. હવે રમેશભાઈ ના સંબધો ને આઘારે આ વયવહાર થયેલ હતો. સમય જતા જીગર ભાઈ એ કનુભાઈ ને કહેલ કે મારી લોન પૂર્ણ થઇ ગયેલ છે. હવે મારા દસ્તાવેજ તમો ચૂકવી આપો. જયારે કનુભાઈ એ જણાવેલ કે તમો માત્ર ૨૫૦૦૦/- જ ભરેલા છે. બાકી ના નાણા ભરેલ નથી. જીગરભાઈ એ કહેલ કે મેં દરેક હપ્તા રમેશભાઈ મારફતે મોકલાવી દીધેલ છે. જયારે રમેશભાઈ એ ત્યારે જણાવેલ કે ; “તમે જુત્ઠું બોલો છો. તમે માત્ર ૨૫૦૦૦/- રુપોયા જ ભરેલ છે. અને બાકી ના નાણા તમે ભર્લે નથી. અમારી ઓફીસ માં માત્ર તેટલી જ રકમ ની પહોચ છે. હાલ ના કેસ માં જીગરભાઈ એ જણાવેલ છે કે તેઓ એ રુપયા ચૂકવી આપેલ છે. પરંતુ રમેશભાઈ એ મિત્રતા ના સંબધ ના લીધે મેં રોકડા આપેલ અને પહોચ લીધેલ નથી. જયારે રમેશભાઈ કહે છે કે તેઓ એ કોઈ પૈસા આપેલ નથી. સબબ કામે, જીગરભાઈ સામે ૧૩૮ નો ગુનો રજીસ્ટર થાય છે. અને ગુનો રજીસ્ટર થતા જીગરભાઈ ગુનેગાર સાબિત થતા તેમને ૫ મહિના ની સજા અને ૭૫૦૦૦/- નાણા ૬% વ્યાજ સાથે ભરવાનો હુકમ કરવામાં આવેલ છે. 

તમે જણાવો જીગરભાઈ પાસે આ સજા માંથી બચવાનો કોઈ રસ્તો હતો કે નહિ ? 

કમેન્ટ કરી ને તમારો જવાબ અને તમારું લોજીક અચૂક જણાવજો. 

 

 

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday