સત્ય ઘટના આધારિત
ઉષા (નામ બદલેલ છે.) બપોરે ત્રણ વાગે બજાર માંથી પરત ફરી પોતાના ફ્લેટ ના લિફ્ટ માં જાય છે. ત્યારે પાંચમા માળ ઉપર રહેતા જીતુભાઈ (નામ બદલેલ છે ) પણ એ લિફ્ટ માં ઉષાબેન ની સાથે લિફ્ટ માં ઉપર જાય છે. આ બંને ને લિફ્ટ માં જતાં ફ્લેટ ના ચોકીદારે જોયેલ છે. લિફ્ટ જેવી બંધ થાય છે કે તરત જ ઉષાબેન ની છેડતી જીતુભાઈ દ્વારા કરવામાં આવે છે. અને ત્રીજા માળ આવતા સુધી ઉષાબેન ની છેડતી કરવામાં આવે છે. જેવી લિફ્ટ ત્રીજા માળે ઊભી રહે છે. ઉષા બેન દોડી ને તેમના ઘરે જતાં રહે છે. આ ઘટના માં હબકાઈ ગયેલા ઉષાબેન ડર અને ઈજ્જત ની બીક ના લીધે કોઈ ને કહેતા નથી. પરંતુ ત્યાર બાદ જીતુભાઈ ગમે ત્યારે ઉષાબેન ની સામે થી નીકળે એટલે ખરાબ નજર રાખતા આ સહન ના થતા ઉષાબેન એ જીતુભાઈ ની સામે કેસ કરવાનો ઈરાદો મક્કમ કરી ને ત્રીજા દિવસ પછી પોલસ સ્ટેશન માં ફરિયાદ નોંધવી અને જીતુભાઈ વિરૂદ્ધ એફ.આઇ આર નોંધવી. જે કેસ કોર્ટ માં ચાલી જતાં. આખરી નિર્ણય આવેલ.
ઉપરોક્ત કેસ માં જે ચુકાદો આવેલ છે. તે જોતાં આપની સમક્ષ ઘણા બધા પ્રશ્નો આવે છે. તો તમે તમારી દૃષ્ટિએ જણાવો કે શું ઉષાબેન ને ન્યાય મળ્યો હસે? શું ઉષા બેન પોતાનો કેસ સાબિત કરી શકેલ હસે ? અને ઉષાબેન ને પોતાનો કેસ સાબિત કરવા શું શું પુરાવા રજૂ કરવા પડશે ?
તમારો જવાબ કમેન્ટ બોક્સ માં જણાવો.
આભાર