ગુજરાતભરમાં ગમે ત્યાંથી ૭, ૮-અ, ૬ના ઉતારા ઉપલબ્ધ

જમીન સંલગ્ન માલિકીહક અને મહેસૂલી રેકર્ડની ઉપલબ્ધી અંગે ગુજરાત સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. અત્યાર સુધી ગામના ઉતારા જે તે ગ્રામપંચાયત કે તાબાની તાલુકા કચેરીએ જ મળતા હતા, જે ઉતારા નંબર-૭, ૮-અ અને નમૂના નંબર-૬ હવે ગુજરાતના ગમે તે ગામના ઈ-ગ્રામ કે બીજા કોઈ પણ તાલુકાના ઈ-ધરા કેન્દ્રથી સરળતાથી મળી શકશે.

  • રાજ્યભરના ઈ-ગ્રામ, ઈ-ધરા કેન્દ્રોમાંથી રેકર્ડની નકલ આપવા આદેશ
  • જી સ્વાન કનેક્ટિવિટી સિવાયનાં નેટવર્કમાં અલગ ફોર્મેટમાં રેકર્ડ મુકાયું

મહેસૂલ વિભાગના આ નિર્ણયને કારણે શહેરોમાં વસતા ખેડૂત પરિવારોને પોતાની જમીન સંદર્ભના સરકારી રેકર્ડ માટે વતનનાં ગામે જવું પડશે નહીં. સંકટ સમયે રાજ્યમાં ગમે ત્યાંથી મહેસૂલી રેકર્ડ નિયત ફી ભર્યાથી ઉપલબ્ધ થશે. મહેસૂલ વિભાગના અધિક સચિવ હેમેન્દ્ર શાહની સહીથી પ્રસિદ્ધ થયેલા પરિપત્રમાં ઉપરોક્ત નવી વ્યવસ્થાનો અમલ કરવા રાજ્યભરના કલેક્ટર, ડીડીઓ સહિતની ઓથોરિટીઓને આદેશો કરવામાં આવ્યા છે. ઈ-ગવર્નન્સની કામગીરી અંગે થયેલા આ મહત્ત્વના નિર્ણયમાં ગુજરાત સરકારના જી-સ્વાન નેટવર્ક સિવાયની ઈન્ટરનેટ કનેક્ટિવિટીમાં મહેસૂલી રેકર્ડ ઉપલબ્ધ બનશે. મૂળ ગ્રામપંચાયત કે તાલુકાની કચેરીનું રેકર્ડ અલગ ફોર્મેટમાં અન્યત્રથી આપવામાં આપશે, આવી નકલ જ્યારે અન્ય ગામના ઈ-ગ્રામ કે તાલુકાના ઈ-ધરા કેન્દ્ર પરથી લેવામાં આવશે ત્યારે તેને સત્તાવાર ગણવામાં આવશે નહીં તેવી સ્પષ્ટતા કરતા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ગામ નમૂના નંબર-૬ની નકલોની નોંધોનું અત્યારે દરેક જિલ્લાકક્ષાએ સ્કેનિંગ કરવામાં આવે છે, આવા સ્કેન થયેલા ડેટાને પણ ભૂલેખ એપ્લિકેશનમાં સમાવી લેવાશે, જેનો ભવિષ્યમાં ઉપયોગ કરવામાં આવશે.

વર્ષ ૨૦૧૦થી મહેસૂલ વિભાગે ખેડૂત ખાતેદારોને ફોટો અને ફિંગરપ્રિન્ટ કમ્પ્યૂટરાઈઝ્ડ કરવાનું અભિયાન શરૂ કર્યું છે. આ કામ રાજ્યભરમાં ખાનગી એજન્સીઓ દ્વારા થાય છે, આવી રીતે એકત્ર થયેલા ડેટાનું કલેક્ટરો દ્વારા વેરિફિકેશન કરવાનો આદેશ કર્યો છે.

સ્ત્રોત: ગાંધીનગર, તા. ૧૧/૦૮/૨૦૧૩(સંદેશ ન્યુઝ પેપર), લેખક : દિનેશ પટેલ,  રેવન્યુ પ્રેક્ટીસ

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday