સુરત: ગ્રીષ્મા વેકારીયા હત્યા કેસ મામલે આજે કોર્ટ દ્વારા આરોપીને સજા ફટકારવામાં આવી છે. દોષિત ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. જજશ્રી કોર્ટમાં આવ્યા આવ્યા પછી તેમણે સંસ્કૃત શ્લોકનું પઠન કર્યું હતું. કોર્ટમાં સરકારી વકીલ, ગ્રીષ્માનો પરિવાર, અને આરોપી ફેનીલ હાજર છે. આરોપી ફેનીલને કઠેલામાં ઉભો રખાયો છે. જજ વિમલ કે. વ્યાસ અત્યારે ચુકાદો વાંચી રહ્યા છે. જજે આ કેસને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણાવ્યો.

ગત સુનાવણીમાં સજા બાબતે આજની બંને વકીલોની દલીલો પૂર્ણ થઈ હતી. જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલ કરી હતી. આરોપી ફેનીલને વધુમાં વધુ સજા થાય તે માટે દલીલો કરી હતી. તો બીજી તરફ  સરકારી વકીલ દલીલ કરતા ગળગળા થઈ ગયા હતા. આ ઉપરાંત ગ્રીષ્માના પરિવારના સભ્યો પણ કોર્ટ રૂમમાં રડી પડ્યા હતા. સરકારી વકીલે દલીલ કરતા કહ્યું કે, જો આરોપી ફેનીલને કડક સજા નહીં કરવામાં આવે તો કોઈ સ્ત્રી સલામત નહીં રહી શકે. ભય વગર પ્રીત ન બંધાય, ભય વગર કાયદાનો ડર નહીં રહે.

નોંધનીય છે કે 12 ફેબ્રુઆરીએ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી કરપીણ હત્યા કરવાના આરોપી સામે કોર્ટમાં 6 એપ્રિલે દલીલો પૂર્ણ થઈ હતી. ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યાર બાદ હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં 2500 પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ હતી. ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટમાં 190 સાક્ષીમાંથી 105 સાક્ષીની જુબાની લેવામાં આવી છે. જ્યારે 85 સાક્ષીને ડ્રોપ કરવામાં આવ્યા હતા. હવે સુરત કોર્ટના જજ વિમલ કે વ્યાસે ફિનેલને દોષિત જાહેર કર્યો છે.

સુરતમાં ચકચાર મચાવનારા ગ્રીષ્મા હત્યા કેસના  આરોપી ફેનિલને કોર્ટે દોષિત જાહેર કર્યો છે. પરિવારે ફાંસીની સજાની માંગ કરી હતી.  ફેનિલને 302 સહિતની અલગ અલગ કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે. સુરત કોર્ટના જજ વિમલ વ્યાસે ફેનિલને દોષિત જાહેર કર્યો છે. 

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday