કોમ્પ્યુટર વિશે પાયાની જાણકારી

કોમ્પ્યુટર એ એક ઈલેક્ટ્રોનિક ઉપકરણ છે કે જે કોઈ જાણકારી અથવા ડેટા પર કામ કરે છે. તે ડેટાસંગ્રહ કરવાની, સુધારો કરવાની અને ડેટા પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે. તમે કોઈ દસ્તાવેજ ટાઈપ કરવા, ઈ-મેઇલ મોકલવા અને ઈન્ટરનેટ બ્રાઉઝ કરવા માટે વાપરી શકો છો. તમે સ્પ્રેડશીટ બનાવવા, એકાઉન્ટિંગ, ડેટાબેઝ મેનેજમેન્ટ, પ્રેઝન્ટેશન, ગેમ, અને અન્ય બીજા હેતુઓ માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો.

કોમ્પ્યુટર સરળભાષામાં

શરૂઆતના કોમ્પ્યુટરનો ઉપયોગ કરનારાઓ માટે, ઈલેક્ટ્રોનિક્સની દુકાનોમાં કોમ્પ્યુટર મળવું એ એક રહસ્ય જેવી કોઈ બાબત હતી, તેમ કહેવાની જરૂર નથી. આમ છતાં કોમ્પ્યુટરમાં રહસ્ય જેવું કંઈ પણ નથી. દરેક પ્રકારના કોમ્પ્યુટરમાં બે ભાગ હોય છે.

  • હાર્ડવેર એ કોમ્પ્યુટરનો ભૌતિક(અડી શકાય તેવો) ભાગ છે, જેમ કે કોમ્પ્યુટર મોનિટર અથવા કિ-બોર્ડ.
  • સોફ્ટવેર એ સૂચનોનો એવો સમૂહ છે કે જે હાર્ડવેરને શું કરવું તે જણાવે છે. તે જ છે કે જે હાર્ડવેરને માર્ગદર્શન આપે છે અને કોઈ ચોક્કસ કામ કેવી રીતે પુરું કરવું તે જણાવે છે. સોફ્ટવેરના કેટલાક ઉદાહરણો વેબ બ્રાઉઝર, ગેમ અને માઈક્રોસોફ્ટ વર્ડ જેવા વર્ડ પ્રોસેસર છે.
  • તમે તમારા કોમ્પ્યુટર માટે જે કંઈ ખરીદો છો તે હાર્ડવેર અથવા સોફ્ટવેર એ બંનેમાંથી કોઈ એક હશે. એક વખત તમે આ વસ્તુઓ વિશે વધુ શીખો છો તેમને ખ્યાલ આવશે કે કોમ્પ્યુટર એ ખરેખરમાં તો ખૂબ જ સરળ છે.
  • જાણવા જેવી બાબત: સૌથી પહેલું ઈલેક્ટ્રોનિક કોમ્પ્યુટર, ધ ઈલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઈન્ટિગ્રેટર એન્ડ કોમ્પ્યુટર(ENIAC), કે જે 1946માં વિકસિત કરવામાં આવ્યું હતું. તે 1800 ચોરસ ફૂટની જગ્યા રોકતું હતું અને તેનું વજન 30 ટન હતું.

કોમ્પ્યુટરના પ્રકારો

મોટા ભાગના વ્યક્તિઓ જ્યારે “કોમ્પ્યુટર” શબ્દ સાંભળે છે ત્યારે તેઓના મનમાં પહેલો ખ્યાલ પર્સનલ કોમ્પ્યુટર જેમ કે ડેસ્કટોપ અથવા લેપટોપ કોમ્પ્યુટર વિશે આવે છે. જોકે, કોમ્પ્યુટર ઘણા પ્રકારના આકારો અને કદમાં ઊપલબ્ધ છે અને તે આપણી રોજિંદા જિદંગીમાં તે ઘણા કામ પાર પાડે છે. જ્યારે તમે ATMમાંથી પૈસા ઉપાડો છો, દુકાનમાં કરિયાણું સ્કેન કરો છો, અથવા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો છો, આમ તમે ઘણા બધા પ્રકારે કોમ્પ્યુટરનો ઉપયોગ કરો છો.

ડેસ્કટોપ કોમ્પ્યુટર:

  • ઘણા બધા લોકો કામ પર, ઘરમાં, સ્કૂલમાં અથવા પુસ્તકાલયમાં ડેસ્કટોપ કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. તે કદમાં સ્મોલ(નાનું), મિડિયમ(મધ્યમ), અથવા લાર્જ(મોટું) હોઈ શકે છે અને સામાન્ય રીતે ડેસ્ક(ટેબલ) પર રાખવામાં આવે છે. એક વખત તમે મોનિટર, માઉસ અને કિ-બોર્ડ જોડી દો છો, તો તે સામાન્ય રીતે ડેસ્કટોપ કહેવાય છે.
  • મોટા ભાગના ડેસ્કટોપ કોમ્પ્યુટરોને અપગ્રેડ અને એક્સપાન્ડ કરવા અથવા તેમાં નવા ભાગો ઉમેરવા ખૂબ જ સહેલા છે. ડેસ્કટોપ કોમ્પ્યુટરનો બીજો એક ફાયદો એ તેની કિંમત છે. જો તમે ડેસ્કટોપને અને લેપટોપને જો એક સરખી લાક્ષણીકતાઓ સાથે સરખાવશો, તો તમને જણાશે કે ડેસ્કટોપ કોમ્પ્યુટની કિંમત પ્રમાણમાં ઓછી છે.

લેપટોપ કોમ્પ્યુટર

  • બીજા એક પ્રકારના કોમ્પ્યુટર વિશે જો તમે જાણતા હોઈ શકો તો તે લેપટોપ કોમ્પ્યુટર અથવા લેપટોપ કે જેનાથી તે ઓળખાય છે. લેપટોપ એ બેટરી અથવા AC પાવર દ્વારા સંચાલીત પર્સનલ કોમ્પ્યુટર છે કે જે ડેસ્કટોપ કોમ્પ્યુટરથી વધુ પોર્ટેબલ છે, કે જે તમે લગભગ બધી જ જગ્યાએ વાપરી શકો છો.
  • લેપટોપ એ ડેસ્કટોપથી કદમાં નાનું હોવાને કારણે, તેની અંદરના ભાગો પર કામ કરવું વધુ અઘરું બને છે. આનો મતલબ એમ થયો કે ડેસ્કટોપની જેમ લેપટોપને અપગ્રેડ કરી શકાશે નહી. આમ છતાં, વધુ ક્ષમતાવાળી RAM અથવા હાર્ડ-ડિસ્ક ઉમેરી શકાય છે.

ટેબ્લેટ કોમ્પ્યુટર

  • આ લખવા અને નેવિગેશન માટે ટચ-સેન્સિટિવ સ્ક્રિનનો ઉપયોગ કરે છે. ટેબ્લેટમાં કિ-બોર્ડ કે માઉસની જરૂરીયાત ન હોવાને કારણે તે લેપટોપથી પણ વધુ પોર્ટેબલ છે. iPad એ એક ટેબ્લેટ કોમ્પ્યુટરનું ઉદાહરણ છે.

કોમ્પ્યુટરના ભાગો

  • કોઈ પણ કોમ્પ્યુટરના મૂળ ભાગોને બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય છે; હાર્ડવેર અને સોફ્ટવેર. હાર્ડવેર એ કોમ્પ્યુટરના એવા ભૌતિક ભાગો છે જે કે જેને જોઈ અને અડી શકાય શકાય છે, જ્યારે કે સોફ્ટવેર એ સિસ્ટમનો એક એવો ભાગ છે કે જેને તમે અડી નથી શકતા પરંતુ હાર્ડવેરને ચોક્કસ કામ પુરું કરવા માટે સૂચનો પૂરા પાડે છે.
  • ડેસ્કટોપ કોમ્પ્યુટરના મૂળ ભાગો કોમ્પ્યુટર કેસ, કિ-બોર્ડ, માઉસ અને પાવર કોર્ડ છે. જ્યારે પણ તમે કોમ્પ્યુટરનો ઉપયોગ કરો છો ત્યારે આ દરેક ભાગ એક મહત્વની ભુમિકા ભજવે છે.

કોમ્પ્યુટર કેસ

  • કોમ્પ્યુટર કેસ એ ધાતુ અને પ્લાસ્ટિકનું બોક્ષ છે કે જે કોમ્પ્યુટરના મુખ્ય ભાગો ધરાવે છે. તેમાં મધરબોર્ડ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ(CPU), પાવર સપ્લાય અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.
  • કોમ્પ્યુટર કેસ જૂદા જૂદા આકાર અને કદમાં ઊપલબ્ધ છે. સામાન્ય રીતે ડેસ્કટોપ કેસ એ ડેસ્ક પર મુકવામાં આવે છે અને મોનિટરને સૌથી ઉપર રાખવામાં આવે છે. ટાવર કેસ એ ઊંચુ હોય છે અને મોનિટરની બાજૂમાં મુકવામાં આવે છે. સામાન્ય રીતે કેસનો આગળનો ભાગ ઓન/ઓફ સ્વિંચ અને એક અથવા વધુ ઓપ્ટિકલ ડ્રાઈવ ધરાવે છે.

મોનિટર

  • ચિત્રો અને ટેક્સ્ટને ડિસ્પ્લે કરવા માટે મોનિટર એ વિડિયો કાર્ડ સાથે ચાલે છે, કે જે કોમ્પ્યુટર કેસની અંદર હોય છે. નવા મોનિટરો હવે સામાન્ય રીતે LCD(લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે) અથવા LED (લાઈટ એમિટિંગ ડાયોડ) ડિસ્પ્લે ધરાવે છે. આ ખૂબ જ પતલી સ્ક્રિનના બનાવી શકાય છે અને આથી તેને ક્યારેક ફ્લેટ પેનલ ડિસ્પ્લે પણ કહેવામાં આવે છે. CRT મોનિટર કદમાં મોટા અને વજનમાં ભારે હોય છે, અને વધુ જગ્યા રોકે છે.
  • મોટા ભાગના મોનિટરમાં કંટ્રોલ બટન હોય છે કે જે મોનિટરના ડિસ્પ્લે સેટિંગ બદલવા માટે મદદરૂપ નિવડે છે, અને કેટલાક મોનિટરોમાં પહેલાથી જોડાયેલ સ્પિકરો પણ હોય છે.

કિ-બોર્ડ

  • કોમ્પ્યુટર સાથેના કમ્યુનિકેશન માટે અને ડેટા એન્ટર કરવા માટે કિ-બોર્ડ એ એક પ્રાથમિક ઉપકરણ છે. વાયરવાળા, વાયરલેસ(વાયર વગરના), અર્ગનોમિક્સ, મલ્ટિમિડિયા અને અન્ય ઘણા બધા પ્રકારના કોમ્પ્યુટર કિ-બોર્ડ ઊપલબ્ધ છે. જોકે તેમાં કોઈ કી અથવા તેની કોઈ કામગીરીમાં ફરક હોઈ શકે છે, કિ-બોર્ડ એ એક જેવા જ હોય છે અને એક સરખા કામ કરી શકે છે.

માઉસ

  • માઉસ એ એક પેરિફેરલ/ઉપકરણ છે કે જે પોઇન્ટિંગ ડિવાઈસ તરીકે ઓળખાય છે. તે સ્ક્રિન પર કોઈ પણ વસ્તુ તફર ઈશારો(પોઈન્ટ) કરી શકે છે, તેના પર ક્લિક કરી શકે છે, અને તેને ખસેડી પણ શકે છે.
  • મૂળ બે પ્રકારના માઉસ હોય છે: ઓપ્ટિકલ અને મિકેનિકલ. ઓપ્ટિકલ માઉસ એ ઈલેક્ટ્રિકલ આઈની મદદથી હિલચાલ ઓળખી લે છે અને તેને સાફ કરવું સરળ છે. મિકેનિકલ માઉસ રોલીંગ બોલની મદદથી હિલચાલ ઓળખે છે. સામાન્ય રીતે, મિકિનિકલ માઉસ સસ્તું હોય છે, જોકે તેને બરાબર રીતે કામ કરવા માટે નિયમિત રીતે સાફ કરવું પડે છે.

પેરિફેરલ(ઉપકરણો)

 

સૌથી પ્રાથમિક કક્ષાના કોમ્પ્યુટર સેટ અપમાં કોમ્પ્યુટર કેસ, મોનિટર, કિ-બોર્ડ અને માઉસનો સમાવેશ થાય છે, પરંતુ તમે અન્ય ઘણા બધા જૂદી જૂદી જાતના ઉપકરણોને તમારા કોમ્પ્યુટરમાં વધારાના પોર્ટમાં લગાવી શકો છો. આ ઉપકરણોને પેરિફેરલ કહેવામાં આવે છે.

  • પ્રિન્ટર: પ્રિન્ટર એ કોઈ દસ્તાવેજ, ફોટા અથવા સ્ક્રિન પરની કોઈ પણ વસ્તુને પ્રિન્ટ કરવા માટે વપરાય છે. ઘણા બધા પ્રકારના પ્રિન્ટરો ઉપલબ્ધ છે, કે જેમાં ઈન્કજેટ, લેસર અને ફોટો પ્રિન્ટરોનો સમાવેશ થાય છે. તમે ઓલ-ઈન-વન પ્રિન્ટર, સ્કેનર અને કોપિયર પણ ખરીદી શકો છો.
  • સ્કેનર: સ્કેનર એ કોઈ પણ છબી અથવા દસ્તાવેજને કોપી કરી અને તેને ડિજિટલ ઈમેજના રૂપમાં કોમ્પ્યુટરમાં સેવ કરી શકે છે. કેટલાય સ્કેનરો ઓલ-ઈન-વન પ્રિન્ટર/સ્કેનર/કોપિયરનો ભાગ હોય છે, જોકે તમે અલગ ફ્લેટબેડ અથવા હેન્ડ-હેલ્ડ સ્કેનર પણ ખરીદી શકો છો.

  • સ્પિકર/હેડફોન: સ્પિકર અને હેડફોન એ આઉટપુટ ડિવાઈસ છે, કે જેનો મતલબ એમ થાય છે કે તે જાણકારીને કોમ્પ્યુટરથી ઉપયોગકર્તા સાથે કમ્યુનિકેટ કરવા માટે ઉપયોગી છે. તેનાથી સંગીત અને અન્ય ધ્વનિ સાંભળી શકાય છે. તેના મોડલ અનુસાર તે ઓડિયો પોર્ટ અથવા USB પોર્ટમાં જોડી શકાય છે. કેટલાક મોનિટરોમાં પહેલાથી જ સ્પિકરો જોડેલા હોય છે.

  • માઈક્રોફોન: માઈક્રોફોન એ એક ઈનપુટ ડિવાઈસ છે, અથવા કે જે ઉપયોગકર્તા પાસેથી માહિતી મેળવે છે. માઈક્રોફોનને કોમ્પ્યુટર સાથે જોડીને કોમ્પ્યુટરને અવાજ રેકોર્ડ કરવા અથવા ઈન્ટરનેટની મદદથી કોઈ અન્ય ઉપયોગકર્તા સાથે કમ્યુનિકેટ કરવા માટે વાપરી શકાય છે. ઘણા બધા કોમ્પ્યુટરોમાં પહેલાથી ફિટ થયેલ માઈક્રોફોન હોય છે.

  • વેબકેમેરા: વેબકેમેરા અથવા વેબકેમ એ એક પ્રકારનું ઈનપુટ ડિવાઈસ છે કે જે વિડિયો રેકોર્ડ કરી શકે છે અને ફોટા પણ પાડી શકે છે. તે રિયલ ટાઈમમાં ઈન્ટરનેટ પર વિડિયોને ટ્રાન્સમિટ પણ કરી શકે છે, તમને વિડિયો ચેટ કરવાની અથવા દુનિયાના કોઈ પણ ખૂણે વિડિયો કોન્ફરન્સ કરવાની સુવિધા પુરી પાડે છે. વેબકેમ બિઝનેસમાં ઘણી બધી વખત વપરાય છે, અને તે ઘણા મિત્રો અને પરિવારોને એકબીજાના સંપર્કમાં રાખે છે.

 

ડેસ્કટોપ કોમ્પ્યુટરની અંદર

 

  • સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ(CPU), કે જેને પ્રોસેસર પણ કહેવાય છે, તે કોમ્પ્યુટર કેસની અંદર મધરબોર્ડ પર સ્થિત હોય છે. ઘણી વખત તેને કોમ્પ્યુટરનું મગજ પણ કહેવામાં આવે છે, અને તેનું કામ આઉટ કમાન્ડને એકથી બીજી જગ્યાએ લઈ જાય છે. જ્યારે પણ તમે કોઈ બટન દબાવો છો, માઉસ પર ક્લિક કરો છો, અથવા કોઈ એપ્લિકેશન શરૂ કરો છો, તો તમે CPUને સૂચનો મોકલો છો.
  • CPU એ સામાન્ય રીતે 2-ઈંચનું સીરામિક ચોરસ છે કે જેની અંદર સિલિકોનની ચીપ લગાવેલ હોય છે. તે ચીપ સામાન્ય રીતે અંગૂઠાના નખના માપની હોય છે. CPU એ મધરબોર્ડની અંદરના CPU સોકેટમાં ફિટ થાય છે, કે જે હિટ સિંકથી આવૃત હોય છે, કે જે CPUમાંથી ગરમી શોષી લે છે.
  • પ્રોસેસરની સ્પિડ મેગાહર્ડઝમાં અથવા મિલિયન્સ ઓફ ઈન્સ્ટ્રક્શન્સ પર સેકન્ડમાં અથવા ગીગાબાઈટમાં અથવા બિલિયન્સ ઓફ ઈન્સ્ટ્રક્શન્સ પર સેકંડમાં માપવામાં આવે છે. વધુ ઝડપી પ્રોસેસર એ વધુ ઝડપથી સૂચનોનું પાલન કરી શકે છે. જોકે કોમ્પ્યુટરની ખરેખરની સ્પિડ એ પ્રોસેસર સિવાય પણ બીજા ઘણા ભાગો પર આધાર રાખે છે.

મધરબોર્ડ

  • મધરબોર્ડ એ કોમ્પ્યુટરનું મુખ્ય સર્કિટ બોર્ડ છે. તે એક પાતળી પ્લેટ છે કે જે CPU, મેમરી, હાર્ડડ્રાઈવ અને ઓપ્ટિકલ ડ્રાઈવ્સ માટેના કનેક્ટરો, વિડિયો અને ઓડિયોને નિયંત્રિત કરવા માટેના એક્સપાન્શન કાર્ડ્સ, તથા કોમ્પ્યુટરના પોર્ટ સાથેના કનેક્શનો(જેમ કે USB) ધરાવે છે. મધરબોર્ડ એ સીધું જ અથવા અન્ય કોઈ રીતે કોમ્પ્યુટરના બધા જ ભાગો સાથે જોડાયેલ હોય છે.

પાવર સપ્લાય યુનિટ

  • કોમ્પ્યુટરનું પાવર સપ્લાય યુનિટ એ વૉલ આઉટલેટના પાવરને કોમ્પ્યુટરને જરૂરી પાવરમાં ફેરવી નાખે છે. તે કેબલ મારફતે પાવરને મધરબોર્ડમાં અને અન્ય ભાગોમાં પહોંચાડે છે.

રેન્ડમ એક્સેસ મેમરી (RAM)

  • રેમ એ તમારા કોમ્પ્યુટરની ટૂંક સમયની મેમરી છે. જ્યારે પણ તમારું કોમ્પ્યુટર સિસ્ટમ ગણતરીઓ કરે છે, ત્યારે જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી કામચલાઉ રીતે આ ડેટા RAMમાં સેવ થાય છે.
  • આ ટૂંક સમયનીએ મેમરી કોમ્પ્યુટર બંધ કરવાથી દૂર થઈ જાય છે. જો તમે કોઈ દસ્તાવેજ, સ્પ્રેડશીટ અથવા અન્ય કોઈ પ્રકારની ફાઈલ પર કામ કરી રહ્યા છો તો ડેટાને ગુમાવવો ન હોય તો સાથે તેને સેવ કરવો જરૂરી છે. જ્યારે તમે ફાઈલ સેવ કરો છો, ડેટા હાર્ડ ડ્રાઈવ પર રાઇટ થઈ જાય છે, કે જે લાંબાગાળાનો સ્ટોરેજ છે.
  • રેમ મેગાબાઈટ(MB) અથવા ગીગાઅબાઈટ્સ(GB)માં માપવામાં આવે છે. જેમ તમારી RAM મોટી તેમ જ તમારા કોમ્પ્યુટરની એક સમયે વધુ કામ કરવાની ક્ષમતા વધારે. જો તમારી પાસે પુરતી RAM નહી હોય તો, જ્યારે એકથી વધુ પ્રોગ્રામ ખુલ્લા હશે ત્યારે તમારું કોમ્પ્યુટર વધુ ધીમું હશે. આને કારણે, ઘણા લોકો તેઓના કોમ્પ્યુટરની ક્ષમતા વધારવા માટે વધુ RAM લગાવે છે.

નોંધ: એક બીટ એ કોમ્પ્યુટર પ્રોસેસિંગનો નાનામાં નાનો એકમ છે. એક બાઈટ એટલે આઠ બીટનો સમૂહ. એક મેગાબાઈટ એટલે એક મિલિયન બાઈટ્સ અને એક ગીગાબાઈટ એટલે આશરે એક બિલિયન બાઈટ્સ.

હાર્ડ ડ્રાઈવ

  • હાર્ડ ડ્રાઈવ એ કોમ્પ્યુટરનું ડેટા સેન્ટર છે. અહિંયા સોફ્ટવેર ઈન્સ્ટોલ થાય છે અને અહિંયા જ તમારા ડોક્યુમેન્ટ્સ(દસ્તાવેજો) અને ફાઈલો સેવ થાય છે. હાર્ડ ડ્રાઈવ એ લાંબા ગાળાનો સંગ્રહ કરે છે, આનો મતલબ એમ થયો કે કોમ્પ્યુટર બંધ કર્યા બાદ અથવા અનપ્લગ કર્યા બાદ પણ ડેટા સેવ થયેલ રહે છે.
  • જ્યારે તમે કોઈ પણ પ્રોગ્રામ રન કરો છો કે કોઈ ફાઈલ ખોલો છો, ત્યારે કોમ્પ્યુટર હાર્ડ ડ્રાઈવ પરથી કેટલોક ડેટા RAM પર કોપી કરી લે છે, જેથી કરીને તે વધુ સરળતાથી ડેટા ઍક્સેસ કરી શકે છે. જ્યારે તમે કોઈ ફાઈલને સેવ કરો છો ત્યારે તે ડેટા ફરીથી હાર્ડ ડ્રાઈવ પર કોપી થઈ જાય છે. તમારી હાર્ડ ડ્રાઈવ જેટલી વધારે ફાસ્ટ તેટલું જ ઝડપથી તમારું કોમ્પ્યુટર શરૂ થશે અને પ્રોગ્રામ લોડ કરશે.
  • મોટા ભાગની હાર્ડ ડ્રાઈવ એ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ હોય છે, કે જે મેગ્નેટિક પ્લેટર પર ડેટાનો સંગ્રહ કરે છે. કેટલાક કોમ્પ્યુટરો હવે સોલિડ સ્ટેટ ડ્રાઈવ(કે જેને ફ્લેશ હાર્ડ ડ્રાઈવ પણ કહે છે તેનો)નો ઉપયોગ કરે છે. તે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ કરતા વધુ ફાસ્ટ અને ટકાઉ છે, પરંતુ વધુ મોંઘી પણ છે.

વિડિયો કાર્ડ

  • વિડિયો કાર્ડ એ તમે મોનિટર પર જે જુઓ છો તેના માટે જવાબદાર છે. મોટા ભાગના કોમ્પ્યુટરોમાં અલગથી વિડિયો કાર્ડ હોવાને બદલે પહેલાથી જ મધર બોર્ડ પર GPU(ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ) ફિટ કરેલું હોય છે. જો તમને કોમ્પ્યુટરમાં ગ્રાફિક્સ-ઈન્ટેન્સ ગેમ્સ રમવી પસંદ છે તો તમે વધારે સારી કામગીરી માટે તમે એક્સપાન્શન સ્લોટમાં વધુ ફાસ્ટ વિડિયો કાર્ડ જોડી શકો છો.

સાઉન્ડ કાર્ડ

  • સાઉન્ડ કાર્ડને ઓડિયો કાર્ડ પણ કહે છે, અને તે તમે જે પણ સ્પિકર અથવા હેડફોનમાં સાંભળો છો તેના માટે જવાબદાર છે. મોટા ભાગના મધરબોર્ડમાં ઈન્ટિગ્ર્ટેડ સાઉન્ડ હોય છે, પરંતુ તમે ઉચ્ચ ગુણવત્તાના અવાજ માટે જરૂરી સાઉન્ડ અપગ્રેડ કરી શકો છો.

નેટવર્ક કાર્ડ

  • તમે મોનિટર પર જે કંઈ જુઓ છો તેનું કારણ વિડિયો કાર્ડ છે. મોટા ભાગના કોમ્પ્યુટરોમાં અલગ વિડિયો કાર્ડ હોવાને બદલે, મધર બોર્ડમાં પહેલાથી GPU(ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ) લગાવેલ હોય છે. જો તમને કોમ્પ્યુટરમાં ગ્રાફિક્સ-ઈન્ટેન્સ ગેમ્સ રમવી પસંદ છે તો તમે વધારે સારી કામગીરી માટે તમે એક્સપાન્શન સ્લોટમાં વધુ ફાસ્ટ વિડિયો કાર્ડ જોડી શકો છો.

તમારા કોમ્પ્યુટરને ફિઝિકલી ક્લિન રાખવા માટે

કોમ્પ્યુટર પર કામ કરતી વખતે, ધૂળ માત્ર તેની અંદર જ નથી જતી, પરંતુ તે તેના ભાગોને પણ નુકશાન પહોંચાડી શકે છે. તમે તમારા કોમ્પ્યુટરને નિયમિતપણે સાફ કરીને તેને સારી રીતે કામ કરવામાં મદદ કરી શકો છો અને મોંઘા રિપેર કામથી બચી શકો છો.

કિ-બોર્ડ સાફ કરવું

  • ગંદુ કિ-બોર્ડ બિલકુલ સારું નથી દેખાતું, અને તેના કારણે કિ-બોર્ડ બરાબર રીતે કામ ન કરી શકે. ધુળ, ખાવાનું, પ્રવાહી અથવા અન્ય કોઈ પણ કણો જો કિ(key)ની નીચે ચોંટી જાય છે તો તેના કારણે તે બરાબર કામ ન કરી શકે. કિ-બોર્ડને માટેના સૂચનો ઓનરની મેન્યુઅલમાં તમારા કોમ્પ્યુટર ઉત્પાદક દ્વારા આપવામાં આવેલ છે કે નહી તે ચેક કરો. જો સૂચનો આપવામાં આવેલ હોય તો તેનું પાલન કરો. અને જો સૂચનો આપવામાં નથી આવેલ તો નીચેના પગલાં તમને તમારું કિ-બોર્ડ સાફ રાખવામાં મદદ કરશે:
    • કિ-બોર્ડને USB અથવા PS/2 પોર્ટમાંમાંથી જોડાણ દૂર કરો. જો કિ-બોર્ડને PS/2 પોર્ટમાં જોડવામાં આવેલ હશે, તો તેનું જોડાણ દૂર કરતા પહેલા તમારે કોમ્પ્યુટરને બંધ કરવાનું રહેશે.
    • તમારા કિ-બોર્ડને ઊંધુ કરો અને ગંદકી અને ધૂળથી સાફ કરવા માટે ધીમેથી હલાવો.
    • કિ ની વચ્ચેની જગ્યાને સાફ કરવા માટે દબાણ વાળી હવાનો ઉપયોગ કરો.
    • સાફ કપડાને અથવા પેપર ટૉવેલ્ ને આલ્કોહોલથી જરાક ભીનું કરો અને કિ ની ઉપરનો ભાગ સાફ કરવા માટે તેનો ઉપયોગ કરો. આલ્કોહોલ(અથવા અન્ય કોઈ પણ પ્રવાહી)ને સીધે સીધું જ કિ પર ન લગાવવું.
    • કિ-બોર્ડ સુકાઈ ગયા બાદ તેને ફરીથી કોમ્પ્યુટર સાથે જોડી દો. જો તમે તેને PS/2 પોર્ટમાં જોડવાના છો તો કોમ્પ્યુટરને શરૂ કરતા પહેલા તેને જોડી દો.

પ્રવાહીને સાફ કરવું

જો કિ-બોર્ડ પર પ્રવાહી લિકેજ થઈ જાય તો તરત જ કોમ્પ્યુટરને બંધ કરવું અને તે પ્રવાહીને દૂર કરવા માટે કિ-બોર્ડનું જોડાણ દૂર કરી અને તેને ઊંધુ કરવું.

જો પ્રવાહી ચીકણું હોય તો, તે ચીકણા પ્રવાહીને દૂર કરવા માટે તમારે તેને બાજૂમાંથી પકડીને પાણીની નીચે રાખીને વીંછળવાનું રહેશે. ત્યારબાદ, તેને ફરીથી જોડતા પહેલા બે દિવસ સુધી ઊંધુ કરીને સુકવી દો. કિ-બોર્ડ આ સમયે રિપેર થઈ શકે તેમ નથી, પરંતુ ચીકણું પ્રવાહી વીંછળી નાખ્યા બાદ તેને ફરી ઉપયોગમાં લઈ શકાશે તે માત્ર એક સંભાવના છે. આવી પરિસ્થિતિને દૂર રાખવા માટે કોમ્પ્યુટર જ્યાં હોય તેવી જગ્યાઓએથી પ્રવાહી વસ્તુઓ દૂર રાખવી.

માઉસની સફાઈ

મૂળ બે પ્રકારના માઉસ હોય છે: ઓપ્ટિકલ અને મિકેનિકલ. બંને પ્રકારના માઉસને મૂળ એક જ પધ્ધતીથી સાફ કરવામાં આવે છે, જોકે મિકેનિકલ માઉસ વધારે કામ માંગી લે છે.

ઓપ્ટિકલ માઉસને અંદરથી કોઈ સફાઈની જરૂર નથી કેમ કે તેમાં કોઈ રોટેટિંગ(ફરતો) ભાગ નથી, આમ છતાં સમય જતાં તે લાઈટ એમિટરની નજીક ધુળ લાગી જતાં તે ચીકણા થઈ જાય છે. આને કારણે ઈરેક્ટિક સ્યુસર મૂવમેન્ટ થઈ શકે છે અથવા માઉસને કામ કરતા રોકી શકે છે.

  • મિકેનિકલ માઉસ ખાસ કરીને તેની અંદર જનાર ધૂળ અને અન્ય કળો પ્રત્યે સંવેસનશીલ હોય છે, કે જે તેને બરાબર રીતે ટ્રેક થવા અથવા મૂવ થવા દેતું નથી. જો માઉસનું પોઈન્ટર સરળતાથી મૂવ નથી થતું તો, માઉસને સાફ કરવાની જરૂર છે.
  • માઉસને સાફ કરતા પહેલા, માઉસ માટેના સૂચનો ઓનરની મેન્યુઅલમાં તમારા કોમ્પ્યુટર ઉત્પાદક દ્વારા આપવામાં આવેલ છે કે નહી તે ચેક કરો. જો સૂચનો આપવામાં આવેલ હોય તો તેનું પાલન કરો. અને જો સૂચનો આપવામાં નથી આવેલ તો નીચેના પગલાં તમને તમારું માઉસ સાફ રાખવામાં મદદ કરશે:
  • માઉસને USB અથવા PS/2 પોર્ટમાંથી જોડાણ દૂર કરવું, તે જોડાણ દૂર કરતા પહેલા તમારે કોમ્પ્યુટર બંધ કરવાનું રહેશે.
  • સાફ કપડાને આલ્કોહોલથી જરાક ભીનું કરો, અને તેનાથી માઉસને ઉપર અને નીચેથી સાફ કરો.
  • જો તમારી પાસે મિકેનિકલ માઉસ છે, તો બોલ કવર રીંગને વિષમઘડી દિશામાં ફેરવીને ટ્રેકિંગ બોલને બહાર કાઢો. ત્યારબાદ, ટ્રેકિંગ બોલ અને માઉસને અંદરથી આલ્કોહોલથી ભીના કરેલ કપડા વડે સાફ કરો.
  • માઉસને ફરીથી જોડી અને કોમ્પ્યુટર સાથે જોડાણ કરતા પહેલા તેના બધા જ ભાગોને સારી રીતે સુકાઈ જવા દેવું. જો તમે તેને PS/2 પોર્ટમાં જોડવાના છો તો કોમ્પ્યુટરને શરૂ કરતા પહેલા તેને જોડી દો.

તેને ઠંડુ રાખવું

  • કોમ્પ્યુટરની આસપાસ હવાની અવરજવર અટકવી ન જોઈએ. કોમ્પ્યુટર ઘણી ગરમી પેદા કરી શકે છે, આથી તેને ઓવરહિટિંગથી બચાવવા માટે તેના કેસિંગની અંદર પંખો ફિટ કરેલ હોય છે. કોમ્પ્યુટરની આસપાસ પેપરો, ચોપડીઓ અથવા અન્ય વસ્તુઓની થપ્પીઓ કરવાનું ટાળવું.
  • ઘણા કોમ્પ્યુટર ડેસ્કમાં કોમ્પ્યુટર કેસ માટે એક બંધ વિભાગ હોય છે. જો તમારી પાસે આ પ્રકારનું ડેસ્ક છે, તો તો તમારે કેસને એવી રીતે રાખવું કે તે ડેસ્કની પાછળની તરફ ન આવે. જો આ વિભાગમાં દરવાજો હોય તો, હવાની અવરજવર વધારવા માટે તેને ખુલ્લો રાખવો.

વાઈરસ/માલવેર સામે રક્ષણ

  • માલવેર એ એક પ્રકારનો સોફ્ટવેર જ છે કે જે તમારા કોમ્પ્યુટરને નુકશાન પહોંચાડવા અથવા તમારી ખાનગી માહીતીનો અનધિકૃત ઉપયોગ કરવા માટે બનાવવામાં આવેલ હોય છે. વાઈરસ, વોર્મ્સ, ટ્રોજન હોર્સ, સ્પાયવેર, અને અન્ય પ્રકારનો તેમાં સમાવેશ થાય છે. મોટા ભાગના માલવેર એ ઈન્ટરનેટ પર વહેંચવામાં આવેલ હોય છે, ક્યારેક તે બીજા સોફ્ટવેર સાથે જોડાણમાં પણ હોય છે.
  • આવા માલવેર સામે રક્ષણનો સૌથી સારો રસ્તો એ એન્ટિવાઈરસ સોફ્ટવેર જેવા કે BitDefender, Norton, અથવા Kaspersky. એન્ટિવાઈરસ સોફ્ટવેરો માલવેરને કોમ્પ્યુટર પર ઈન્સ્ટોલ થતા અટકાવે છે, અને તે માલવેરને તમારા કોમ્પ્યુટરમાંથી દૂર પણ કરી શકે છે. નવા માલવેર હંમેશા બનતા જ રહે છે, આથી તમારા એન્ટિવાઈરસ સોફ્ટવેરને સમય દર સમયે અપડેટ કરતા રહેવું ખૂબ જરૂરી છે. મોટા ભાગના એન્ટિવાઈરસ પ્રોગ્રામ આ આપોઆપ જ કરી શકે છે, પરંતુ તમારે માત્ર ખાતરી કરવાની રહેશે કે આ સુવિધા ચાલુ છે.
  • વેબ બ્રાઉઝિંગ સમયે અથવા ઈમેઈલનો ઉપયોગ કરતી વખતે તમારે સચેત રહેવું પણ જરૂરી છે. જો કોઈ વેબસાઈટ અથવા ઈમેઈલ એટેચમેન્ટ શંકાસ્પદ લાગે છે, તો તમારી કોઠાસૂઝ પર ભરોસો કરો. ધ્યાન રાખવું કે તમારો એન્ટિવાઈરસ સોફ્ટવેર પ્રોગ્રામ બધા જ માલવેરને પકડી શકશે નહી, આથી માલવેર ધરાવી શકનાર કોઈ પણ વેબસાઈટ પરથી કંઈ પણ ડાઉનલોડ કરવાનું ટાળવું એ જ સૌથી સારો રસ્તો છે.
error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday