૧. પાર્ટીશન એટલે અરસ પરસ ની મિલકત ની વહેચણી

૨. કોઈ પણ મિલકત નું પાર્ટીશન થાય એટલે એ મિલકત અલગ અલગ હિસ્સા માં વહેચાઈ જાય.

૩. સહ ભાગીદારી અને સયુંકત મિલકત નો અંત આવે છે.

૪. હિસ્સ્સા ના બદલા માં , રૂપિયા ચૂકવી ને પણ હિસ્સા ની વહેચણી થઇ શકે છે.

૫. મિલકત વેચી ને પણ પાર્ટીશન થઇ શકે છે.

વકીલ સાહેબ – ગુજરાતી બ્લોગ ફોર એડવોકેટ – જોઈન ડિરેક્ટરી

૬. પાર્ટીશન એ લોકો જ વચ્ચે થાય જે લોકો મિલકત માં માલિક હોય. અન્ય કોઈ જોડે પાર્ટીશન થાય નહિ.

૭. ભારત માં પાર્ટીશન માટે ૨ કાયદા છે. એક તો પાર્ટીશન નો કાયદો ૧૮૯૩ અને સિવિલ પ્રોસીજર કોડ મુજબ ની જોગવાઈઓ.

૮. સિવિલ પ્રોસીજર કોડ ની કલમ ૫૪, હુકમ ૨૦ નિયમ ૧૮, હુકમ ૨૬ , નિયમ ૧૩ અને ૧૪

૯. પાર્ટીશન અને સેપરેશન ઓફ શેર વચ્ચે ખુબ અંતર છે.

૧૦. પાર્ટીશન એટલે તમામ મિલકત નું તમામ માલિકો વચ્ચે ના ભાગલા

૧૧. જયારે સેપરેશન ઓફ શેર એટલે – કોઈ એક જ ભાગીદાર માટે ના ભાગલા. બીજા ભાગીદાર સયુંકત મિલકત માં રહેશે. એ લોકો ભાગ પડશે નહિ. ચાર માંથી ૧ ભાગ છૂટો કર્યો એવી રીતે

૧૨. પાર્ટીશન માં પ્રીલીમીનીરી , કોમ્પ્ઝીટ અને , ફાયનલ ડીક્ર્રી થાય છે.

૧૩. હેતુ ? કયો – એક તો પોતાની મિલકત છે અલગ એ ડીકલેર કરવા નો અને બીજો પોતાની મિલકત બીજા થી અલગ કરવાનો

૧૪. કોર્ટ એ સેપેરેશન ને કલેકટર ને જાણ કરવાની હોય છે.

૧૫. ચુકવવા પાત્ર થતી રેવન્યુ ફી ભરવાની હોય છે.

૧૬. કોર્ટ ની ડીક્રી ન્નોન જ્યુડીશીયલ સ્ટેમ્પ ઉપર જ દોરવી પડે છે. તેનો ખર્ચ પક્ષકારો ને શિરે રહે છે.

૧૭. કોર્ટ કમિશનર દ્વારા મિલકત ની માપણી કરવાની હોય છે.

૧૮.જાહેર હરાજી થી પણ મિલકત ની વેચીને વહેચણી કરી શકાય છે.

૧૯. કોર્ટ અડધી મિલકત ના ભાગલા પડી ને વેચી શકે છે.

૨૦. ચાલુ દાવે પક્ષકારો પોતાની મિલકત વેચી શકે છે.

૨૧. અગત્યના ચુકાદા

Shub Karan Bubna@Shub Karan Prasad Bubna v Sita Saran Bubna : (2009) 9 SCC 689

Racha Konda Venkat Rao v Satya Bai : (2003) 7 SCC 452

Bimal Kumar & Anr v Shakuntala Debi : AIR 2012 SC 1586

R Ramamurthi Iyer v Raja V Rajeswara Rao : (1972) 2 SCC 721

Rani Aloka Dudhoria v Goutam Dudhoria : (2009) 13 SCC 569

Malati Ramachnadra Raut v Mahadevo Vasudeo Joshi : AIR 1991 SC 700

www.vakilsaheb.org

 

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday