: એક સત્ય ઘટના :

એક પોલીસ કોન્સ્ટેબલ દસ વરસ ની નોકરી દરમ્યાન મૃત્યુ પામેલો. પરંતુ પોલિસ ખાતા ની વહીવટી અજ્ઞાનતા ના લીધે અને મરનાર પોલિસ ની વિધવા ની અજ્ઞાનતા નાં લીધે વિધવા ને 30 વરસ સુધી કોઈ વિધવા પેન્શન મળેલું નહીં

તે વિધવા સાવ અભણ અને remote ગામડામાં રહે . સાવ ગરીબ. પારકા કામ કરી પોતાનુ ને નાના બાળકો નું માંડ માંડ ગુજરાન ચલાવે.

વિધવા થયા પછી લગભગ 30 વર્ષ પછી એક દિવસ ભાવનગર શહેર મા તેણી કોઈ સગાને ત્યાં રિક્ષા માં બેસીને જતી હતી તયારે રીક્ષા ડ્રાઈવર સાથે ની સામાન્ય વાતચીત પર થી રીક્ષા ડ્રાઈવર એ સલાહ આપી કે માજી તમને તો વિધવા પેન્શન મળે. તમે DSP ઓફિસે જઈને તપાસ કરજો.

રીક્ષા ડ્રાઈવર ની વાત જાણીને પેલી લગભગ સિત્તેર વરસ ઉપર ની ઉંમર નાં વિધવા માજીને નવાઈ લાગી કે મારો પતિ ગુજરી ગયો તેને લગભગ 30 વરસ તો થવા આવ્યાં હવે કોણ મને પેન્શન આપે !!!

વિધવા માજી અમુક સમય પછી ડી. એસ. પી. ઓફિસે જાય છે. વાત કરે છે હેડ કલાર્ક ને કે ઓફિસ superindent ને કે મને વિધવા પેન્શન આપો મારા પતિ 30 વરસ પહેલા પોલિસ ખાતા માં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા હતા તે ૩૦ વરસ પહેલા ગુજરી ગયા છે.

ઓફીસ superintendent કહે છે , ‘તમારો પતિ અમારા ખાતામાં પોલિસ ની નોકરી કરતો હતો તેનો કોઇ પુરાવો છે તમારી પાસે ?’

પેલા વિધવા માજી તો ડઘાઇ ગયા કે મારી પાસે તો કોઈ કાગળિયા જ઼ નથી કે બતાવી શકુ કે મારો ધણી તમારા ખાતા માં નોકરી કરતો હતો.

અમૂક સમય પછી કોઇ ની સલાહ લઇ ને તેણી સરકારી દફતર કચેરી માં અરજી આપે છે કે મારા મરનાર ધણીની service book અને તેની નોકરીના આધાર નાં કાગળો ની ખરી નકલ આપો.

થોડા સમય પછી service book ના પહેલi પાનાની ખરી નકલ કાઢી આપવા મા આવે છે તેમાં પેલા મૃત ભાઈએ 10 વર્ષ ની qualified નોકરી કર્યાં પછી ગુજરી ગયાની તારીખ સહીત ની બધી વિગત લખી હતી.

પેલા વિધવા માજી આ બધા કાગળો લઇને ડી એસ પી કચેરીએ જાય છે તેણીને એમ કહીને ફેમીલી પેન્શન આપવાની ના પાડવામાં આવે છે કે તમે જે તે વખતે ફેમીલી પેન્શન માંગેલ નથી હવે ન મળે.

પેલા વિધવા માજી કોઇ ઓળખીતા મારફતે ભાવનગરના વકિલ ને મળે છે વકીલ તેના અસીલ વતિ કાયદાની જોગવાઇ મુજબ સરકાર અને પોલીસ અધિક્ષકને નોટીશ મોકલો છે તે નોટીશ નો કોઇ જવાબ નહિ આવતા આ વિધવા માજી વકીલ ને રાખીને સીવીલ કોર્ટમાં દિવાની દાવો દાખલ કરી મરનાર પતિ ગુજરી ગયાના તારીખથી ફેમીલી પેન્શન અપાવવાની માગણી કરે છે.

સીવીલ કોર્ટના જજ સમક્ષ આ દાવો ચાલે છે બને પક્ષ તરફથી મૌખિક તથા લેખીત પુરાવા અંતે બને પક્ષની દલીલ સાંભળ્યા બાદ કોર્ટ જજમેન્ટ માં ઠરાવી આપે છે કે કાયદા મુજબ જ્યારે કોઇ કર્મચારી તેની નોકરી દરમ્યાન ગુજરી જાય તો તાત્કાલિક તેની વિધવાને શોધી ને ફેમીલી પેન્શન ચુકવવાની જવાબદારી અને ફરજ તેના ખાતાની છે તેના માટે વિધવાએ માગણી કરવાની હોતી નથી કારણ કે પેન્શન ચુકવવુ તે કોઇ ધર્માદો કે દાન કરતા નથી પણ કાનૂની ફરજ છે માટે તાત્કાલિક અસરથી આ વિધવા માજીને તેણીના પતિ ગુજરી ગયાની તારીખથી વ્યાજ સહિત ફેમીલી પેન્શન ફીક્સ કરી એરીયર્સ સહિત ચૂકવી આપો.

આમ એક ગરીબ વિધવાને તેના પતિ ગુજરી ગયા પછી ત્રીસ વરસ કરતા વધુ સમય બાદ પણ કોર્ટ ન્યાય આપી ફેમીલી પેન્શન અપાવે છે.

તા. ક. : ધારાસભ્યોના તાજેતર ના પગાર વધારાના સંદર્ભમા યાદ આવેલ સત્ય કિસ્સો !!!

નોંધ : આત્મઘ્લાશા નહિ, પણ મારી એક જજ તરીકે ની કારકિર્દી દરમ્યાન આ વિધવા બહેનનો કેસ ચલાવી કોઇ પણ જાતના પૂર્વગ્રહથી પર રીતે મેરીટ પર આ કેસનો ચુકાદો આપવાનું સૌભાગ્ય મને મળેલ. આ ચુકાદા વિરુદ્ધ અપીલ પણ થયેલ. અપીલમાં પણ સરકાર અને પોલીસ અધિક્ષકની વિરુદ્ધ નો અમારો ચુકાદો કન્ફર્મ રહેલ.

– કે. બી. રાઠોડ

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday