દારુ ના કેસ માં પ્રોહી.ના કાયદાની ૬૫ એ એ મુજબ ના ગુના વિષે નું તમામ માર્ગદર્શન   

  • સેક્શન ૬૫ એ એ તારીખ :- ૧૬-૦૩-૨૦૧૭  (ઈફેક્ટીવ તારીખ :- ૧૯-૧૨-૨૦૧૬) ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટ માં ૨૦૧૭ ના સુધારા દ્વારા ઉમેરવામાં આવેલ છે.
  • ૬૫ એ એ – જેમાં ઓછી માત્રા માં દારુ નો જત્થો પકડાયેલ હોય તેની સજા ની જોગવાઈ આપવામાં આવેલ છે.
  • જે કલમ મુજબ કોઈ પણ વ્યક્તિ ખરીદ, વેચાણ, સંગ્રહ કરે કે એક જગ્યા એથી બીજી જગ્યા એ દારુ , આથો કે અન્ય પ્રોહીબંધંક વસ્તુ નો સમાવેશ થાય છે.
  • આ ગુના માં પકડાય તો સજા ૩ વર્ષ સુધી થઇ શકે છે. દારુ નો જત્થો ૨૦ લીટર થી ઓછો હોવો જોઈએ તો જ.
  • ત્રણ વર્ષ ની સજા નો ગુનો હોવાથી સબબ કેસ વોરંટ ટ્રાયેબલ કહેવાશે અને તેમાં ચાર્જ ફ્રેમ થશે.
  • અદાલત માં જજ સાહેબ ની મનસુફી ઉપર અમુક કોર્ટો માં સબબ ગુના ની  કબુલાત પણ થાય છે.
  • આ ગુના માં ઓછામાં ઓછો કેટલો દારુ તે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ નોતીફીકેશન મુજબ દારુ ણી માત્ર ગણવાની રહે છે.
  • દારુ માટે નું ગુજરાત સરકાર નું નોટીફીકેશન ૨૦ લીટર સુધારેલું તે ડાઉનલોડ કરવા અહિયાં ક્લિક કરો. NOTIFICATION PDF DOWNLOAD 
  • ટ્રાયલ દરમિયાન વી.વકીલ શ્રી એ આરોપી ને બચાવવા માટે કરવાની દલીલો  
    • પંચો હોસ્ટાઈલ થાય ત્યારે કેસ ને પુરવાર કરી શકાય નહી. તેના માટે નું જજમેન્ટ
    • નામદાર ગુજરાત હાઇકોર્ટ નો ચુકાદો સ્ટેટ ઓફ ગુજરાત વી. સુરેશભાઈ એસ. પટેલ  જી એચ જે ૨૦૧૧ ભાગ ૨૬ પાનાં નં. ૧ નો ચુકાદો ધ્યાને લીધો . જેમાં ઠરાવેલ કે, મૌખિક તથા દસ્તાવેજી પુરાવાથી અગર એક પંચ સાહેદ હોસ્ટાઈલ હાજેર થવાથી તથા દસ્તાવેજી પુરાવાથી અગર એક પંચ સાહેદ હોસ્ટાઈલ જાહેર થવાથી પણ પઝેશન ઝડતી અને જપ્તી ના પ્રોહીબીશન ના કેસ બેયોંડ રેઝ્નેબલ ડાઉટ પુરવાર થઇ શકે નહિ.
    • બે પંચો અને આઈ.ઓ. તથા ફરિયાદી ને તપસ્યા બાદ અન્ય કોઈ સાહેદ તપાસવાના રહેતા નથી.
    • જયારે તપાસ કરનાર અમલદાર તેની સાથે એફ.એસ.એલ માં મોકલેલ અહેવાલ નો રિપોર્ટ લઈને આવે નહી તે કિસ્સા માં દારુ હતો કે નહિ તે પ્રશ્ન ઉભો રહે છે આથી FSL ના સર્ટીફીકેટ વગર કેસ ને નિશંકપણે સાબિત કરી શકાય નહી. જેથી આરોપી પુરાવા ના અભાવે નિર્દોષ સાબિત થાય છે.

 

રોજ બરોજની કોર્ટ  પ્રેક્ટીસ ને લગતા લેખ. 

IMPORTANT LINK

Download Acts

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday