૧. સેન્ટલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)

૧.૧.  સીઆરપીએફનો ઈતિહાસ

  1. સીઆરપીએફની રચના સીઆરપી(ક્રાઉન રિપ્રેસન્ટેટિવસ પોલીસ) પરથી ૨૭ જુલાઈ, ૧૯૩૯ના રોજ નિમાચ અને મધ્યપ્રદેશમાં બે બટાલિયનો સાથે થઈ હતી. તે સમયે ભારતના સંવેદનશીલ રાજ્યોમાં બ્રિટિશ નિવાસોનું રક્ષણ એ તેઓની પ્રાથમિક ફરજ હતી.
  2. ૧૯૪૯માં, સીઆરપી ને સીઆરપીએફ નામ આપવામાં આવ્યું. ૧૯૬૦ દરમિયાન, સ્ટેટ રિઝર્વ પોલીસ બટાલિયન્સ(રાજ્યના ઘણા બધા પોલીસ બટાલિયનો)ને સીઆરપીએફની સાથે જોડી દેવામાં આવ્યા.
  3. ઓક્ટોબર ૨૧, ૧૯૫૯ના દિવસે,  નાયબ.એસ.પી. કરમ સીંઘ અને તેમના ૨૦ સૈનિકો પર ચીની સૈન્યએ ઊનાળાની ગરમીમાં હુમલો કરીને ૧૦ સૈનિકોને મારી નાખ્યા હતા. બચેલા સૈનિકોને કેદ કરી લીધા હતા. અને ત્યારથી જ, ૨૧ ઓક્ટોબરને “પોલીસ કમેમરેશન ડે”  તરીકે મનાવવામાં આવે છે.
  1. ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુધ્ધ દરમિયાન, સીઆરપીએફના બીજા બટાલિયનની ૧૫૦ સૈનિકોની બે કંપનીઓ એ ગુજરાતના કંજર-કોટમાં પાકિસ્તાની સેનાના ૧૬૦૦ પાયદળ સૈનિકોની સેનાને હાર આપી હતી.
  1. સીઆરપીએફ એ ૧૯૬૫માં બોર્ડર સિક્યુરિટી ફોર્સની રચના થઈ તે પહેલા સુધી ભારત-પાકિસ્તાન સરહદની સુરક્ષા કરી હતી.
  2. ૨૦૦૧માં ભારતીય સંસદ હુમલા સમયે, સીઆરપીએફના જવાનોએ નવી દિલ્હીમાં ભારતીય સંસદમાં દાખલ થઈ હુમલો કરનાર પાંચેય આતંકવાદીઓને મારી નાખ્યા હતા.
  3. હાલના કેટલાક વર્ષોમાં, ભારતીય સરકારે ભારતીય કેબીનેટની ભલામણથી દરેક સુરક્ષા એજન્સીના આદેશો/હેતુઓને અનુસરવાનું નક્કી કરેલ છે. તેના પરિણામે, ભારતમાં બળવાખોરોના પ્રતિ આક્રમણના ઓપરેશનો સીઆરપીએફને સોંપવામાં આવેલ છે.
  4. ૨૦૦૮માં, નક્સલિ ચળવળો સામે સુરક્ષામાં “કમાન્ડો બટાલિયન ફોર રિસોલ્યુટ એક્શન(કોબ્રા)”નો સીઆરપીએફમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
  5. સપ્ટેમ્બર ૨, ૨૦૦૯ના દિવસે, આન્ધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. રાજાશેખર રેડ્ડીનું હેલિકોપ્ટર આન્ધ્રપ્રદેશના નાલામલ્લાના જંગલોમાં ગુમ થઈ જતા ૫૦૦૦ સીઆરપીએફ જવાનોને શોધ અને બચાવ કાર્ય માટે મોકલવામાં આવ્યા હતા. ભારતમાં થયેલું આ સૌથી મોટું શોધ કાર્ય હતું.

૧.૨. સીઆરપીએફની ભુમિકાઓ અને જવાબદારીઓ

  • રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાયદા અને વ્યવસ્થાપન માટે પોલીસ ઓપરેશનોમાં અને શાંતી જાળવવામાં સહાયતા કરવી.

૧.૩.  સીઆરપીએફનું માળખું

  • સીઆરપીએફનું નિયંત્રણ ડિરેક્ટર જનરલ દ્વારા કરવામાં આવે છે કે જેઓ ઈન્ડિયન પોલિસ સર્વિસ ઓફિસર છે અને તે દસ વહિવટી ક્ષેત્રોમાં વિભાજીત થયેલ છે, દરેકનું નિયંત્રણ ઈન્સ્પેક્ટર જનરલ દ્વારા કરવામાં આવે છે. દરેક ક્ષેત્ર એક કે તેથી વધુ વહિવટી અને/અથવા ઓપરેશનલ અવધિઓ/શ્રેણીઓ ધરાવે છે કે જેનું નિયંત્રણ ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ(DIG) ઓફ પોલીસની કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવે છે. હાલમાં, ગ્રૂપ સેન્ટર્સનું નિયંત્રણ પણ ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ(DIG) ઓફ પોલીસ દ્વારા કરવામાં આવે છે.
  • સીઆરપીએફમાં ૨૧૦ બટાલિયનો અને તે દરેકમાં આશરે ૧૨૦૦ કોન્સ્ટેબલોનો સમાવેશ થાય છે. દરેક બટાલિયનનું નેતૃત્વ કમાન્ડન્ટની પદવીવાળા અધિકારી દ્વારા કરવામાં આવે છે અને તેઓ સાત સીઆરપીએફ કંપનીઓનો સમાવેશ કરે છે, અને દરેક કંપનીમાં ૧૩૫ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. દરેક કંપનીનું નેતૃત્વ આસિસ્ટ કમાન્ડન્ટ દ્વારા કરવામાં આવે છે.
  • આવતા વર્ષોમાં ગૃહ મંત્રાલય આ ફોર્સમાં ૩૫ બીજા બટાલિયનો(આશરે ૩૦,૦૦૦ કર્મચારીઓ)ને ઉમેરવા માટે આયોજન કરી રહ્યું છે.

સીઆરપીએફનું સંસ્થાકીય માળખું

  1. ડિરેક્ટર જનરલ (DGP)
  2. સ્પેશિયલ ડિરેક્ટર જનરલ (ખાસ DGP)
  3. એડિશનલ ડિરેક્ટર જનરલ (CP/એડિશનલ DGP)
  4. ઈન્સ્પેક્ટર જનરલ (જોઈન્ટ CP/IGP)
  5. ડીઆઈજી (એડિશનલ CP/DIG)
  6. કમાન્ડન્ટ (એડિશનલ CP/DIG)
  7. કમાન્ડન્ટ (SSP/નાયબ CP)
  8. નાયબ કમાન્ડન્ટ (ASP/એડિશનલ નાયબSP)
  9. આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (નાયબSP)

૧.૪.  સીઆરપીએફના ખાસ શસ્ત્રો

 

૧. આરએએફ (રેપિડ એક્શન ફોર્સ)

  • આરએએફ (રેપિડ એક્શન ફોર્સ)એ ઈન્ડિયન સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની સ્પેશિલ ૧૦ બટાલિયનોની વિંગ/શાખા છે. તેની રચના ઓક્ટોબર ૧૯૯૨માં થઈ હતી, તેની રચના કોમી હુલ્લડો અને નાગરિકોમાં અશાંતિ/અસંતોશને લગતા કામો માટે કરવામાં આવી છે. બટાલિયનોની સંખ્યા ૯૯ થી ૧૦૮ જેટલી છે.

૨. પાર્લામેન્ટ ડ્યૂટી ગ્રુપ (પીડીજી)

  • પાર્લામેન્ટ ડ્યૂટી ગ્રુપ (પીડીજી) એ એવું સીઆરપીએફનું ચુનંદા યુનિટ છે કે જેઓને સંસદમાં હથીયારબંધ/શષ્ત્ર સુરક્ષા પૂરી પાડવા માટેનું કાર્ય સોંપવામાં આવેલ છે. તેમાં સીઆરપીફના જૂદા જૂદા યુનિટોમાંથી લીધેલ ૧,૫૪૦ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવેલ છે. પીડીજીના જવાનોને ન્યુક્લિયર અને બાયો-કેમિકલ હુમલાઓ સામે લડવા માટે, બચાવ કાર્યો અને વર્તણૂક વ્યવસ્થાપન કરવા માટેની તાલીમ આપવામાં આવેલી છે.
  • સંસદ ગૃહને સુરક્ષાના ચાર ચરણોમાં સુરક્ષિત કરેલ છે, આ દરેક દિલ્હી પોલીસ, સીઆરપીએફ, આઈટીબીપી અને પર્સનેલ ઓફ પાર્લામેન્ટ સિક્યુરિટીની ટીમો હેઠળ કાર્યરત છે. સૌથી છેલ્લી ડિસેમ્બર ૨૦૦૧માં થયેલા હુમલા પછી બનાવવામાં આવી હતી. અને ૨૦૦ અસાધારણ ક્ષમતાવાળા કર્મચારીઓને તેનો(PDG) ભાગ બનાવવામાં આવ્યો.
  • પીડીજીના કર્મચારીઓ ગ્લોક પિસ્તોલ, MP5 એસોલ્ટ રાઇફલ, આઇએનએસએએસ ટેલિસ્કોપીક સ્નાઈપર રાઇફલ્સ અને હેન્ડ-હેલ્ડ થર્મલ ઈમેજર્સ જેવા હથિયારોથી સજ્જ છે.

૩. ધ ગ્રીન ફોર્સ

  • ધ ગ્રીન ફોર્સ એ સીઆરપીએફનું અન્ય એક વિશેષ સંગઠન છે. આ દળે પર્યાવરણના અધઃપતનની અસરકારક તપાસ કરી અને સ્થાનિક વનસ્પતિઓ અને પ્રાણીસૃષ્ટિના નવજીવનને ટકાવી રાખવાની કામગીરી કરવા સક્ષમ છે. દર વર્ષે ગ્રીન ફોર્સ એ આખા દેશમાં હજારો જૂદી જૂદી જાતના છેડો અને ઝાડને રોપવાનું કામ કરે છે.

 

૪. કોબ્રા (કમાન્ડો બટાલિયન ફોર રીસોલ્યુટે ઍક્શન)

 

  • કોબ્રા (કમાન્ડો બટાલિયન ફોર રીસોલ્યુટે ઍક્શન) એ ભારતમાં નક્સલિ સમસ્યાઓ સામે લડવા માટેનું સીઆરપીએફનું ખાસ દળ છે. પૂરા ભારતમાં કોબ્રા એ એક માત્ર કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળનું સીઆરપીએફનું એવું ખાસ યુનિટ છે કે જેઓને ખાસ ગેરિલા યુધ્ધની તાલીમ આપવામાં આવેલ છે. આ એક એવું ચુનંદા દળ છે જેઓને નક્સલિ જૂથોને શોધી અને ખતમ કરવાની તાલીમ આપવામાં આવેલ છે.
  • કોબ્રા એ દેશમાં સૌથી સારામાં સારા હથિયાર ધરાવતું સશસ્ત્ર દળ છે, કે જેઓને ૧૩૦૦ કરોડ રૂપિયાનું ભંડોળ કેન્દ્ર સરકાર દ્વારા પૂરું પાડવામાં આવેલ છે. તેઓ સામાન્ય પાયદળ ટુકડીઓને આઈએનએસએએસ(INSAS) રાઈફલ્સ, એકે(AK) રાઈફલ્સ, હાય-પાવર સ્વયંચાલિત બંદૂક અને ગ્લોક પિસ્તોલ, હેકલર એન્ડ કોચ, કોચ એમપી 5 સબમશિન ગન અને કાર્લ ગુસ્તાવ રિકોઈલ-લેસ રાઈફલ્સથી સુસજ્જ કરવામાં આવેલ છે.
  • કોબ્રા પાસે હાઈ-ટેક ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ સાધનોનો અને સારી રીતે તાલીમ પામેલ સ્નાઈપર ટીમ, Dragunov SVDથી સજ્જ, Mauser SP66 અને and Heckler & Koch MSG-90સ્નાઈપર રાઈફલ્સ પણ છે.
  • કોબ્રા એ સૈન્યમાં બળવાખોરોની વિરોધમાં કરવાને અને મિઝોરમ અને જંગલ વેલફેર સ્કૂલ અને સિચારમાં સીઆરપીએફની આતંકવાદ વિરોધી તાલીમ કેન્દ્રમાં તાલીમ મેળવેલ ચુનંદા તાલીમાર્થીઓ છે. જંગલ વેરફેર અને છદ્માવરણ(કૅમફ્લાઝ)ની કલામાં તેઓ નિપુણ છે. લશ્કરી તપાસ કરવી અને લાંબા અંતરના પેટ્રોલિંગ કરવા, દુશ્મનોના ઠેકાણાઓની માહિતી એકત્ર કરવી અને જરૂર હોય ત્યારે છાપામાર ટુકડી અને પ્રીસિઝન સ્ટ્રાઇક્સ કરવી એ તેઓની ભુમિકા છે. તેઓની સ્નાઈપર ટુકડીઓ હેડશોટ કી ટાર્ગેટ(દુશ્મનને સીધી માથામાં ગોળી મારવા) માટે પણ સક્ષમ છે.

૨.  બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)

 

૨.૧. બીએસએફનો ઈતિહાસ

 

  • ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુધ્ધે અપૂરતી સરહદી વ્યવસ્થા/મેનેજમેન્ટનું નિદર્શન કર્યું અને સ્પષ્ટ/સીધા આદેશો મુજબ આંતરરાષ્ટ્રિય ભારતીય સરહદોનું રક્ષણ કરનાર સંગઠિત કેન્દ્રીય એજન્સી “બોર્ડર સિક્યુરિટી ફોર્સ”ની રચના તરફ દોરી ગયું. બીએસએફ એ તેના સૌથી પહેલા ડિરેક્ટર જનરલ અને તેના સ્થાપક પિતા શ્રી કે.એફ. રૂસ્તમજીના વિચારોની ઉત્પત્તિ છે. ૧૯૬૫ સુધી ભારત-પાકિસ્તાન સરહદ રાજ્યની સશસ્ત્ર પોલીસ બટાલિયનો દ્વારા રક્ષિત છે. પાકિસ્તાને કચ્છમાં સરદાર પોસ્ટ, છાર બેટ, બેરિયા બેટ પર એપ્રિલ ૯, ૧૯૬૫ના રોજ હુમલો કર્યો હતો. આ હુમલાઓ દ્વારા ભારત સરકારને રાજ્યની સશસ્ત્ર પોલીસની સશસ્ત્ર આક્રમણોનો સામનો કરવાની અયોગ્યતા/બિન-સક્ષમતાની જાણ થઈ અને એક કેન્દ્રીય રીતે નિયંત્રિત એવી ખાસ બોર્ડર સિક્યુરિટી ફોર્સની રચનાની જરૂર જણાઈ, કે જેઓને ભારત-પાકિસ્તની આંતર રાષ્ટ્રિય સરહદની સુરક્ષા માટે હથિયારબંધ અને તાલીમબધ્ધ કરવામાં આવે છે. સેક્રેટરીઓની કમિટીની ભલામણોના પરિણામ રૂપે ડિસેમ્બર ૧, ૧૯૬૫માં બોર્ડર સિક્યુરિટી ફોર્સ અસ્તિત્વમાં આવ્યું અને કે.એફ. રૂસ્તમજી તેના પહેલા ડિરેક્ટર જનરલ બન્યા.
  • ૧૯૭૧માં ભારત-પાકિસ્તાન યુધ્ધ દરમિયાન જે જગ્યાઓએ નિયમિત દળોની અપૂરતી સંખ્યાવાળી જગ્યાઓએ બીએસએફની ક્ષમતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, બીએસએફની ટુકડીઓએ લોન્જવાલા જેવી કેટલીક પ્રખ્યાત લડાઈઓમાં ભાગ લીધો હતો. હકીકતમાં તો, ડિસેમ્બર ૧૯૭૧માં ભારતના પૂર્વિય છેડા પર યુધ્ધ ફાટી નીકળતા પહેલાથી જ યુધ્ધની શરૂઆત થઈ ગઈ હતી. બીએસએફની રચના તાલીમબદ્ધ, સહાયિત અને “Mukti Bahini”ના ભાગ રૂપે કરવામાં આવી હતી અને વાસ્તવમાં યુધ્ધની શરૂઆત અગાઉ જ તેઓ પૂર્વિય પાકિસ્તાનમાં દાખલ થઈ ચુક્યા હતા. બીએસએફ એ બાંગ્લાદેશની મુક્તિ માટે ખૂબ જ મહત્વની ભુમિકા ભજવી હતી કે જે ઈન્દીરા ગાંધી અને શેખ મુજીબૂર રહેમાને પણ માન્ય રાખ્યું હતું.
  • બીએસએફ એ, લાંબા સમયથી પુરુષની સંરક્ષણ સંસ્થા માનવામાં આવતી હતી, પરંતુ હવે મહિલા કર્મચારીઓની પ્રથમ ટીમને મહિલાઓની નિયમિત કામગીરી પર નજર રાખવા અને અન્ય દરેક કામગીરી કે જે પુરુષ કર્મચારી દ્વારા નિભાવવામાં આવે છે તે માટે તેઓને સરહદ પર તૈનાત કરવામાં આવી છે. ૧૦૦થી વધારે મહિલાઓને ભારત-પાકિસ્તાન સરહદ પરની સંવેદનશીલ જગ્યાઓ પર તૈનાત કરવામાં આવેલ છે, જ્યારે આશરે ૬૦ જેટલી મહિલાઓને ભારત-બાંગ્લાદેશ સરહદ પર તૈનાત કરવામાં આવશે. ટૂંકમાં કૂલ ૫૯૫ મહિલા કોન્સ્ટેબલોને સરહદો પર જૂદી જૂદી જગ્યાઓ પર તૈનાત કરવામાં આવશે.
  • હાલના ડિરેક્ટર જનરલ યુ.કે. બંસલ છે, જેઓએ નવેમ્બર ૨૦૧૧માં હવાલો સંભાળ્યો હતો.

૨.૨   બીએસએફનું સંસ્થાકીય માળખું

 

બીએસએફ નું સંસ્થાકીય માળખું સીઆરપીએફ જેવું જ છે.

 

૨.૩.  બીએસએફ ના વિભાગો

 

  • ક્રીક ક્રોકોડાઈલ કમાન્ડો

 

  • ક્રીક(ગુજરાત): આતંકવાદીઓની દરિયાના રસ્તે ઘુસણખોરી કરવાના પગલે, બીએસએફ એ તેના પ્રથમ કમાન્ડો યુનિટની રચના કરી-ક્રીક ક્રોકોડાઇલ, ભારત-પાકિસ્તાન સરહદ પર ખાડી/ટેકરીઓવાળા વિસ્તારોમાં પ્રતિકૂળ સંજોગોમાં મદદ પહોંચાડવી.

 

૨.૪.  બીએસએફ ની ભુમિકઓ

બીએસએફ ની કામગીરી નીચે મુજબ વહેંચાયેલી છે:

૧.  શાંતિના સમયમાં:

  • સરહદી વિસ્તારોમાં રહેતા લોકોમાં સુરક્ષા અંગે જાગૃતિ લાવવી.
  • ભારતીય સરહદ પારના ગુનાઓ રોકવા, પ્રદેશમાંથી અનધિકૃત પ્રવેશ અને નિર્ગમન અટકાવવું.
  • દાણચોરી અને અન્ય ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ રોકવી.

છેલ્લા કેટલાક વર્ષોમાં, બીએસએફ એ તેઓની ફરજ સીવાય પણ તેઓ બળવાખોરો વિરૂધ્ધ અને આંતરીક સુરક્ષા માટે તૈનાત છે.

૨.  યુધ્ધ સમયે:

  • ઓછા જોખમી વિસ્તારો પર જમાવટ રાખવી
  • અતિ આવશ્યક જગ્યાઓનું રક્ષણ
  • શરણાર્થીઓ/રેફ્યુજીઓના નિયંત્રણમાં સહાય કરવી
  • ખાસ વિસ્તારોમાં ઘૂસણખોરી વિરોધી ફરજ બજાવવી

૩.  સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ(સીઆઈએસએફ)

 

 

 

 

 

૩.૧. સીઆઈએસએફ નો ઈતિહાસ

  • સેન્ટ્રલ ઈન્ડર્સ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ(અત્યારના ની રચના ૧૫ જૂન, ૧૯૮૩માં થઈ હતી) એ ભારતની કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળ છે.
  • ૧૦ માર્ચ, ૧૯૬૯માં ૨,૮૦૦ કર્મચારીઓ સાથે એક્ટ ઓફ ધ પાર્લામેન્ટ ઓફ ઈન્ડિયા(ભારતીય સંસદ અધિનીયમ) હેઠળ તેની રચના કરવામાં આવે હતી. ત્યાર પછી, ૧૫ જૂન, ૧૯૮૩ના દિવસે સીઆઈએસએફ ને બીજા એક એક્ટ ઓફ ધ પાર્લામેન્ટ ઓફ ઈન્ડિયા(ભારતીય સંસદ અધિનીયમ) હેઠળ સશસ્ત્ર દળ બનાવી દેવામાં આવ્યું. હાલમાં તેઓ પાસે ૧,૬૫,૦૦૦ કર્મચારીઓની તાકાત છે. આવતા ૨-૩ વર્ષોમાં આ સંખ્યા વધારીને ૨,૦૦,૦૦૦થી કરવામાં આવશે. સીઆઈએસએફ એ દુનિયાની સૌથી મોટી ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ છે.
  • તે સીધુ જ ફેડરલ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ હેઠળ કામ કરે છે અને તેઓના મુખ્ય કાર્યાલયો નવી દિલ્હીમાં છે.
  • સીઆઈએસએફ એ પુરા ભારતમાં ૩૦૦થી વધુ ઈન્ડસ્ટ્રિયલ યુનિટો અને અન્ય સ્થાપનોને સુરક્ષા પૂરી પાડે છે. ઈન્ડસ્ટ્રિયલ ક્ષેત્રો જેવા કે પરમાણુ પાવર પ્લાન્ટ, અવકાશી સ્થાપનો, ડિફેન્સ પ્રોટેક્શન યુનિટો, ટંકશાળ, ઓઇલ ફીલ્ડ્સ(તેલ ક્ષેત્રો) અને રિફાઈનરીઓ, હેવી ઈજનેરી, સ્ટીલ પ્લાન્ટ્સ, બૅરાઝ, ફર્ટીલાઈઝર યુનિટ, હવાઈમથકો અને હાઈડ્રો –ઈલેક્ટ્રિક/થર્મલ પાવર પ્લાન્ટ અને ભારતીય ચલણનું પ્રોડક્શન કરતી ચલણી નોટોની પ્રેસને સીઆઈએસએફ એ સુરક્ષા પૂરી પાડે છે. આથી તે પૂરા ભારતના વિવિધ ભાગોમાં અને વિવિધ આબોહવાની પરિસ્થિતિઓમાં ફેલાઈ રહેલા સ્થાપનોને આવરી લે છે. સીઆઈએસએફ એ ખાનગી ઈન્ડસ્ટ્રિઓ અને ભારત સરકાર હેઠળની અન્ય સંસ્થાઓને કન્સલ્ટન્સી સેવાઓ પૂરી પાડે છે. કન્સલ્ટિંગ વિભાગ પાસે ભારતના કેટલાક પ્રખ્યાત વેપાર ગૃહોના અને સંસ્થાઓના ગ્રાહકો(ક્લાયંટ્સ) જેવા કે TISCO જમશેદપૂર; SEBI મુખ્ય-કાર્યાલય મુંબઈ; Vidhana Soudha, બેંગલોર; ઓરિસ્સા માઇનિંગ કંપની, ભુવનેશ્વર; AP એસેમ્બલી, હૈદરાબાદ; બેંગલોર મેટ્રોપોલિટન ટ્રાન્સ્પોર્ટ કોર્પોરેશન; HIL કેરળ; IARI, દિલ્હી; NBRI, લખનૌ અને ઈલેક્ટ્રોનિક્સ સીટ, બેંગલોર છે. સીઆઈએસએફ ના કન્સલ્ટિંગ પ્રેક્ટીસના કાર્યક્ષેત્રમાં સિક્યુરિટી કન્સલ્ટીંગ અને ફાયર પ્રોટેક્શનનો પણ સમાવેશ થાય છે.
  • ભારતીય સંસદે ૨૫ ફેબ્રુઆરી, ૨૦૦૯ના સીઆઈએસએફ(સુધારો) બીલ, ૨૦૦૮ની કલમમાં દર્શાવેલ ફીના ધોરણો અનુસાર પૂરા ભારતમાં ખાનગી અને કો-ઓપરેટીવ સ્થાપનો માટે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ દ્વારા મળતી સુરક્ષા માટેના રસ્તા સરળ કર્યા.

૩.૨. સીઆઈએસએફ ની ભુમિકાઓ

 

સીઆઈએસએફ ની રક્ષણ અને સુરક્ષાની ભુમિકાઓ:

  • ન્યુક્લિયર અને થર્મલ પાવર પ્લાન્ટ
  • કરન્સી પ્રેસ/ચલણ છાપકામ
  • હવાઈમથકો
  • અવકાશી સ્થાપનો (જેમ કે ઈસરો)
  • મુખ્ય બંદરો
  • ગોદી અને ફેક્ટરીઓ પર સુરક્ષા
  • સ્ટિલ ઈન્ડસ્ટ્રિ

૩.૩. સીઆઈએસએફ નું સંસ્થાકીય માળખું

સીઆઈએસએફનું સંસ્થાકીય માળખું સીઆરપીએફ જેવું જ છે.

૪.  આસામ રાઈફલ્સ

૪.૧. આસામ રાઈફલ્સનો ઈતિહાસ

આસામ રાઈફલ્સ એ ભારતીય અર્ધલશ્કરી દળ છે. તેનું અર્ધલશ્કરી પોલીસ દળ પાછળનું મૂળ ૧૮૩૫માં કેચર લેવી નામના બ્રિટિશર દ્વારા તેની શરૂઆતમાં રહેલું છે. તે પછી આસામ રાઈફલ્સનું હાલનું નામ ૧૯૧૭માં નક્કી થયા પહેલા તેના બીજા ઘણા બીજા નામો પણ રહી ચૂક્યા છે. તેનો ઈતિહાસ જોઈએ તો, આસામ રાઈફલ્સ અને તેઓના પુરોગામી યુનિટો; સંઘર્ષો, વિશ્વ યુધ્ધ-૧ જેવી ભયની સ્થિતીઓમાં સેવા પૂરી પાડી છે, અને તેમાં(વિશ્વ યુધ્ધ-૧માં)તેઓ એ યુરોપ અને મધ્ય-પૂર્વમાં સેવાઓ પૂરી પાડી હતી, અને વિશ્વ યુધ્ધ-૨ દરમિયાન બર્મામાં સેવા આપી હતી. વિશ્વ યુધ્ધ-૨ દરમિયાન આસામ રાઈફલ્સે તેઓની ભુમિકા ખૂબ જ સારી રીતે ભજવી હતી. હાલમાં ૨૦૧૨માં આસામ રાઈફલ્સના ૪૫ બટાલિયનઓ ભારતીય ગૃહ મંત્રાલયના નિયંત્રણ હેઠળ છે અને તેઓ બળવાખોરો વિરૂધ્ધ અને સરહદ પર સુરક્ષા ઓપરેશનો કરી, કટોકટી સમયે નાગરિક શક્તિની મદદની જોગવાઈ અને દૂરસ્થ વિસ્તારોમાં સંચાર, તબીબી અને શિક્ષણની જોગવાઈઓ હાથ ધરીને તેઓ લશ્કરના નિયંત્રણ હેઠળ આંતરીક સુરક્ષાની જોગવાઈઓ સહિતની ઘણી ભુમિકાઓ ભજવે છે. યુધ્ધમાં જરૂરના સમયમાં તેઓ પાછળના વિસ્તારોમાં યુધ્ધ લડવા માટેના ફોર્સ તરીકે પણ ઉપયોગમાં આવી શકે છે. ૨૦૦૨થી સરકારની નીતિ “વન બોર્ડર વન ફોર્સ(એક સરહદ એક દળ)” અનુસાર તે ભારત-મ્યાનમાર સરહદની સુરક્ષા કરે છે.

 ૪.૨. આસામ રાઈફલ્સનું સંસ્થાકીય માળખું(સેટ અપ)

ડિરેક્ટર જનરલ (Army officer on deputation)
ઈન્સ્પેક્ટર જનરલ (Army officer on deputation)
ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (Army officer on deputation)
કમાન્ડન્ટ
2IC (Second In Command)
ડેપ્યુટી કમાન્ડન્ટ
આસિસ્ટન્ટ કમાન્ડન્ટ
કોઈ સમતુલ્ય ક્રમ નહી

૪.૩. આસામ રાઈફલ્સની ભુમિકાઓ અને જવબદારીઓ

સૈન્યના અંકુશ હેઠળ વિદ્રોહ/બળવાખોરોની વિરૂધ્ધમાં અને સીમા સુરક્ષાના ઓપરેશનો/કાર્યો દ્વારા આંતરીક સલામતીની જોગવાઇ, કટોકટીના સમયમાં નાગરિકોને સહાયની જોગવાઇ અને દૂરસ્થ વિસ્તારોમાં સંચાર, તબીબી સહાય અને શિક્ષણની જોગવાઈ.

૫.  રેલવે પ્રોટેક્શન ફોર્સ (આએઅપીએફ)

 

૫.૧. આરપીએફ નો ઈતિહાસ

 

  • રેલવે પ્રોટેક્શન ફોર્સના મૂળ છેક ૧૮૮૨માં કે જ્યારે રેલવે કંપનીઓ અસ્તિત્વમાં હતી અને તેમણે દરેક વિભાગમાં પોતાની સુરક્ષા માટે રેલવે પ્રોટેક્શન ફોર્સની નિમણૂક કરી હતી.
  • આ વ્યવસ્થા ૧૯૧૮ સુધી ઘણી સંતુષ્ટકારક હતી, ટ્રાફીક વધવા સાથે રેલવેમાં સોંપવામાં આવેલ માલસામાન ચોરાવાની ઘટનાઓ વધવા લાગી.
  • તેને કારણે ભારત સરકારે એક કમિટિની રચના કરી અને તેને ચોરીના કારણોની તપાસ કરી સુધારણા માટેના પગલાઓ સુચવવા માટે જણાવ્યું.
  • આ કારણે આરપીએફ અસ્તિત્વમાં આવ્યું, રેલવેની માલમિલકતોનું સારી રીતે રક્ષણ અને સુરક્ષા માટે ભારતની લોકસભામાં ખરડો રજૂ કરવામાં આવ્યો અને તે રેલવે પ્રોટેક્શન એક્ટ, ૧૯૫૭(નંબર-૨૩, ૧૯૫૭) તરીકે પાસ થયો.

   ૫.૨. આરપીએફ ની ભુમિકાઓ અને જવાબદારીઓ

  • રેલવે પ્રોટેક્શન ફોર્સ એ ભારતીય કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ છે કે જે ભારતીય રેલવેને રક્ષણ પૂરું પાડવાનો હવાલો/બોજો ઉઠાવે છે. હાલની તાકાત/સંખ્યા લગભગ ૬૫,૦૦૦ છે.

રેલવે પ્રોટેક્શન ફોર્સની ફરજો નીચે મુજબ છે:

  1. રેલવેની મુક્ત ચળવળો માટે બધા જ અસરકારક ઉપાયો કરવા.
  2. રેલવે પ્રોપર્ટીની સુરક્ષા.
  3. મુસાફરો અને તેમને લગતા અને મુસાફરોના એરિયા(વિસ્તારો)ની સુરક્ષા

૫.૩. આરપીએફ નું સંસ્થાકીય માળખું

  1. ડિરેક્ટર જનરલ
  2. એડિશનલ ડિરેક્ટર જનરલ
  3. ચીફ સિક્યુરિટી કમિશનર (ઈન્સ્પેક્ટર જનરલ; એડિશનલ ઈન્સ્પેક્ટર જનરલ; ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ)
  4. એડિશનલ ચીફ સિક્યુરિટી કમિશનર *નાયબ. ચીફ સિક્યુરિટી કમિશનર
  5. સીનીયર ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર
  6. ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર
  7. આસિસ્ટન્ટ સિક્યુરિટી કમિશનર[ઉપર દર્શાવેલ છે તે પરથી, યુપીએસસી પરથી સિલેક્શન કરવામાં આવે છે]
  8. ઈન્સ્પેક્ટર
  9. સબ- ઈન્સ્પેક્ટર
  10. આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર
  11. હેડ કોન્સ્ટેબલ
  12. કોન્સ્ટેબલ (GD)

૬.  સશસ્ત્ર સીમા બલ(એસએસબી)

૬.૧. એસએસબી નો ઈતિહાસ

 

  • ૧૯૬૩માં ભારત-ચીન સંઘર્ષને પગલે એનઈએફએ, ઉત્તર આસામ(આસામના ઉત્તરી વિસ્તારો), ઉત્તરી બંગાળ(પશ્ચિમ બંગાળના ઉત્તરી વિસ્તારો), ઉત્તર પ્રદેશના પહાડી પ્રદેશો, હિમાચલ પ્રદેશ અને લડાખની સરહદી વસ્તીઓમાં સતત પ્રોત્સાહન, તાલીમ, વિકાસ, કલ્યાણકારી કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ દ્વારા રાષ્ટ્રિય સ્વાભિમાન જગાડવાના હેતુથી એસએસબીની રચના કરવામાં આવી હતી. મણીપુર, ત્રિપુરા, જમ્મૂ(૧૯૬૫), મેઘાલય(૧૯૭૫), સિક્કીમ(૧૯૭૬), ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારો(૧૯૮૯), મણીપુર, મિઝોરમ અને ગુજરાત અને રાજસ્થાનના બીજા કેટલાક વિસ્તારો(૧૯૮૮), દક્ષિણ બંગાળ(પશ્ચિમ બંગાળના દક્ષિણી વિસ્તારો) અને નુબ્રા વેલી, જમ્મૂ અને કાશ્મિરના રાજૌરી અને પુંચ જિલ્લાઓ(૧૯૯૧)ને પણ પછીથી આ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. ચીનીઓનો સામનો કરવાના ભારતીય વૈચારિક હેતુથી તેની રચના કરવામાં આવી હતી. એમ માનવામાં આવતું હતું કે, ચીની લશ્કર એ ભારતીય સૈન્યથી વધુ ચઢિયાતું છે અને એમ પણ કે યુધ્ધ સમયે ચીની સૈન્ય એ ભારતીય સૈન્ય પર ભારે પડશે. જેથી કરીને ૧૯૬૩માં એક બેજોડ દળની રચના થઈ, જેથી ૧૯૬૩માં એક અજોડ દળની રચના થઈ હતી , કે જે ચીની લોકો સરહદી વસ્તી સાથે ભળી જઈ ,નાગરિક પરિધાન ધારણ કરે ,સાથે સાથે વહિવટી કામો કરે અને ગેરિલા યુક્તિઓની મદદથી ભારતનું યુધ્ધ ચાલુ રાખવા જેવા કાર્યો કરશે.
  • બાંગ્લાદેશમાં અને અન્ય વિસ્તારોમાં મુક્તિ બાહિની ની તાલીમ, ઉત્તર-પૂર્વમાં COIN ઓપરેશનો અને ૧૯૭૧માં ભારત-પાકિસ્તાન યુધ્ધ અને કારગિલ યુધ્ધ દરમિયાન વધુ જોખમવાળા વિસ્તારોમાં સુરક્ષા આપવામાં સફળતાએ એસએસબી ની સફળતાની સાબિતી આપી.
  • કેબિનેટમાંથી એસએસબી ને મિનિસ્ટરી ઓફ હોમ એફેર્સની ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું અને નેપાળ અને ભુતાનની સરહદોની સુરક્ષાની ફરજ સોંપવામાં આવી. એસએસબી એ મિનિસ્ટરી ઓફ હોમ એફેર્સના વહિવટ હેઠળ કાર્યરત એક બોર્ડર ગાર્ડિંગ ફોર્સ(સરહદ સુરક્ષા દળ) છે.
  • શરૂઆતથી અત્યારના ૪૦ વર્ષ દરમિયાન, એસએસબી એ સરહદથી દૂર અને દુર્ગમ વિસ્તારોના લોકોમાં ETHOS સેવાઓ અને સુરક્ષા પૂરી પાડી સરકારની ઓળખ ઊભી કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. સ્થાનિક જનતા એ મુશ્કેલીના સમયમાં એસએસબી ને હંમેશા તેઓની સાથે અટલ રહેલી જુએ છે.
  • રાષ્ટ્રીય સુરક્ષા સિસ્ટમ સુધારા માટે આગ્રહ રાખનાર ગ્રુપની ભલામણો અનુસાર, ભારત-નેપાળ સરહદ(જાન્યુઆરી ૨૦૦૧) અને ઉત્તરાંચલ(૩ જિલ્લાઓ સાથે ૨૬૩.૭ કિલોમીટર), બિહાર(૪ જિલ્લાઓ સાથે ૮૦૦.૪ કિલોમીટર), ઉત્તરપ્રદેશ(૭ જિલ્લાઓ સાથે ૫૯૯.૩ કિલોમીટર), પશ્ચિમ બંગાળ(૧ જિલ્લા સાથે ૧૦૫.૬ કિલોમીટર), સિક્કીમ(૯૯ કિલોમીટર) સાથે ૧૭૫૧ કિલોમીટર લાંબી ભારત-નેપાળ સરહદની સુરક્ષા સાથે એસએસબી ને બોર્ડર ગાર્ડિંગ ફોર્સ(સરહદ સુરક્ષા દળ) અને લીડ ઈન્ટેલિજન્સ એજન્સી તરીકે જાહેર કરવામાં આવેલ છે. માર્ચ ૨૦૦૪માં, સિક્કીમ(૩૨ કિલોમીટર), પશ્ચિમ બંગાળ(૨ જિલ્લાઓ સાથે ૧૮૩ કિલોમીટર), આસામ(૪ જિલ્લાઓ સાથે ૨૬૭ કિલોમીટર) અને અરૂણાચલ પ્રદેશ(૨ જિલ્લાઓ સાથે ૨૧૭ કિલોમીટર) સાથે ભારત-ભુતાનની ૬૬૯ કીમી લાંબી સરહદની સુરક્ષાની કામગીરી એસએસબી ને સોંપવામાં આવેલ છે. ત્યાર પછી એસએસબી નું સશસ્ત્ર સીમા બલ તરીકે નામકરણ કરી દેવામાં આવ્યું અને નવી ઊંચાઈઓ સર કરી. એસએસબી એ સૌપ્રથમ બોર્ડર ગાર્ડિંગ ફોર્સ છે કે જેઓ એ મહિલાઓને તેઓના બટાલિયનોમાં સામેલ કરવાનું નક્કી કર્યું.

૬.૨. એસએસબી નું સંસ્થાકિય માળખું

 

  • આ ફોર્સનું સૌથી ઉપરની કક્ષાનું મુખ્ય-કાર્યાલય “ફોર્સ હેડક્વાર્ટર્સ(FHQ)” છે, જે એસએસબી ના ડિરેક્ટર જનરલના નિયંત્રણ હેઠળ છે. ફ્રન્ટીયર હેડક્વાર્ટર્સ(FTR HQ)નું નિયંત્રણ FHQ પછી લાઈનમાં આવતા ઈન્સ્પેક્ટર જનરલની કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવે છે. FTR HQR એ પ્રાદેશિક મુખ્ય-કાર્યાલયોપર કમાન્ડ અને નિયંત્રણ કરવાનું કામ કરે છે. દેશમાં પાંચ FTR HQRs છે જે રાનીખેત, લખનૌ, પટના, સિલિગુડી અને ગુવાહાટીમાં સ્થિત છે. પ્રાદેશિક મુખ્ય-કાર્યાલયોનું નિયંત્રણ ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (DIG)ની કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવે છે. પ્રાદેશિક મુખ્ય-કાર્યાલયો ભારત-નેપાળ અને ભારત-ભુતાન સરહદ પાસે તેઓની જવાબદારીના વિસ્તારોમાં તૈનાત એસએસબી બટાનિયનોને સીધો જ કમાન્ડ આપે છે અને તેનું નિયંત્રણ પણ કરે છે.
  • એસએસબી પાસે ટેલિકોમ, આર્મર, તબીબી, પશુચિકિત્સા, એમટી(MT), કારકૂની, જનરલ ડ્યુટી, ઈન્ટેલિજન્સ, ઓપરેશનો, કર્મચારીઓ, કોમ્પ્યુટરો અને ગુપ્તલિપી અને કાયદાકીય વિભાગો છે.

 

૬.૩   એસએસબીની ભુમિકાઓ

એસએસબીની ભુમિકા નીચે મુજબ છે:

     (અ) સરહદી વિસ્તારોમાં રહેતા લોકોમાં સુરક્ષા અંગે જાગૃતિ લાવવી.

 (બ) સરહદ પારના ગુનાઓ રોકવા, પ્રદેશમાંથી અનધિકૃત પ્રવેશ અને નિર્ગમન અતકાવવું..

(ક) દાણચોરી અને અન્ય ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ રોકવી.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday