અર્ધલશ્કરી દળની વ્યાખ્યા

  • અર્ધલશ્કરી દળની વ્યાખ્યા અનુસાર,અર્ધલશ્કરી દળત્રણ સંસ્થાઓનો ઉલ્લેખ કરે છે, કે જે ભારતીય સેના અને ભારતીય નૌકાદળના અધિકારીઓના નેતૃત્વ હેઠળ ભારતીય સશસ્ત્ર દળને ખાસ સહાયતા પૂરી પાડે છે.(ખાસ કિસ્સાઓમાં)
  • ઉપરોક્ત વ્યાખ્યા અનુસાર ભારતમાં માત્ર અર્ધલશ્કરી સંસ્થાઓ છે;

.   આસામ રાઈફલ્સ(Assam Rifles)

.   ઈન્ડિયન કોસ્ટગાર્ડ(Indian Coast Guard)

.   સ્પેશિયલ ફ્રન્ટીયર ફોર્સ(Special Frontier Force)

  • તેમ છતાં, જો સરકાર તરફથી આ અંગે કોઈ ચોક્કસ વ્યાખ્યા કરવામાં ન આવી હોય તેવા સંજોગોમાં જોઈએ તો સીપીઓ અને અર્ધલશ્કરી સંસ્થાઓ વચ્ચે જૂજ તફાવત છે.

૧.૧ સેન્ટ્રલ પોલીસ ઓર્ગેનાઈઝેશન

કેન્દ્ર સરકારે “સેન્ટ્રલ પોલીસ ઓર્ગેનાઈઝેશન(સીપીઓ)” તરીકે ઓળખાતી કેટલીક પોલીસ સંસ્થાઓની સ્થાપના કરી છે. આ સંસ્થાઓ “કેન્દ્રિય અર્ધલશ્કરી દળ(સીપીએમએફ)” તરીકે પણ ઓળખાય છે. તે કેન્દ્રીય અર્ધલશ્કરી દળ(સીપીએમએફ) તરીકે પણ ઓળખાય છે. જેમ કે આસામ રાઈફલ્સ, બોર્ડર સીક્યુરીટી ફોર્સ, સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સીક્યુરીટી ફોર્સ, સેન્ટ્રલ રિસર્વ પોલીસ ફોર્સ, ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ એન્ડ નેશનલ સિક્યૂરીટી ગાર્ડ, વગેરે.

બીજા જૂથમાં અન્ય સંસ્થાઓનો સમાવેશ કરાવામાં આવ્યો છે જેમ કે, બ્યુરો ઓફ પોલીસ રીસર્ચ એન્ડ ડિવેલપમેન્ટ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન(સીબીઆઈ), ડિરેક્ટ ઓફ કોર્ડિનેશન ઓફ પોલીસ વાયરલેસ(ડીસીપીડબલ્યુ), ઈન્ટેલીજન્સ બ્યુરો(ઈબી), નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો(એનસીઆરબી), નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ક્રિમિનોલોજી,ફોરેન સીક સાયન્સ(એનઆઈસીએફએસ), વગેરે…

આપણે આ સંસ્થાઓના ઈતિહાસ, કામાગીરી અને જવાબદારીઓ જાણવાની રહેશે.

૨. ઈન્ટેલિજન્સ બ્યુરો (આઈબી)

૨.૧  ઈન્ટેલિજન્સ બ્યુરો (આઈબી)નો ઈતિહાસ

ઈન્ટેલિજન્સ બ્યુરો (આઈબી)ની સ્થાપના/રચના કરવાનું કારણ એ, ૧૮૮૫માં મેજર જનરલ સર ચાર્લ્સ મૅકગ્રેગોર કે જેઓની ક્વાર્ટર માસ્ટર જનરલ એન્ડ ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટના વડા તરીકે બ્રિટિશ-ઈન્ડિયન આર્મિમાં શિમલા ખાતે નિમણૂક થઈ હતી. તેની પાછળ, ૧૯મી સદી દરમિયાન ઉત્તર-પશ્ચિમ તરફથી બ્રિટિશ ભારતના રશિયન આક્રમણના ભયથી અફઘાનિસ્તાનમાં રશિયન ટુકડીયોની જમાવટની દેખરેખ કરવાનો ઉદ્દેશ્ય હતો.

આ ઈન્ટેલિજન્સ બ્યુરો(આઈબી)ના વડા સામાન્ય રીતે ભારતના સૌથી સિનિયર આઈપીએસ અધિકારી ગણવામાં આવે છે.

૨.૨ ઈન્ટેલિજન્સ બ્યુરો (આઈબી)ની જવાબદારી

  • પુરા ભારતમાંથી ગુપ્ત માહિતી એકત્રીત કરવી અને જાસૂસીની વિરૂધ્ધમાં અને આતંકવાદના વિરૂધ્ધમાં કામગીરી કરવી. ઈન્ટેલીજન્સ બ્યુરો તેના કર્મચારીઓ તરીકે કાયદા અમલીકરણની સંસ્થાઓ(લો એન્ફોર્સમેન્ટ એજન્સી), ખાસ કરીને ઈન્ડિયન પોલીસ સર્વીસ(આઈપીએસ) અને લશ્કરના જવાનોનો સમાવેશ કરે છે. તેમ છતાં, ઈન્ટેલીજન્સ બ્યુરોના ડિરેક્ટર(ડીઆઈબી) હંમેશા આઈપીએસ અધિકારી જ હોવા જોઈએ. ઉપરાંત સ્થાનિક ઈન્ટેલિજન્સની જવાબદારીઓ જોતા, ૧૯૫૧ની હિમ્મત સીંહજી કમિટિ(કે જે નોર્થ અને નોર્થ-ઇસ્ટ કમિટિ તરીકે પણ ઓળખાય છે) દ્વારા ઈન્ટેલિજન્સ બ્યુરોને સરહદી વિસ્તારોમાં ગુપ્ત માહિતી એકત્ર કરવાની કામગીરી સોંપવામાં આવી છે, ૧૯૪૭માં આઝાદી પહેલા આ કામની જવાબદારી મિલિટરી ઈન્ટેલિજન્સ ઓર્ગેનાઈઝેશન્સને સોંપવામાં આવી હતી. ભારતમાં અને તેના પાડોશી દેશોમાં બધા જ ક્ષેત્રોની માનવીય પ્રવૃત્તિઓની દેખરેખની કામગીરી ઈન્ટેલિજન્સ બ્યુરોને સોંપવામાં આવેલી છે. રૉની સ્થાપના પહેલા, ૧૯૫૧ થી ૧૯૬૮ સુધી ઈન્ટેલિજન્સ બ્યુરોને બાહરી ગુપ્ત માહિતી એકત્ર કરવાની કામગીરી સોંપવામાં આવેલી હતી. હાલમાં સંસ્થાના વડા સૈયદ આસિફ ઈબ્રાહિમ છે.

૨.૩ ઈન્ટેલિજન્સ બ્યુરોની કામગીરી

વર્ગ-૧ના અધિકારીઓ ઈન્ટેલિજન્સ બ્યુરોમાં સંકલન સાધવાનું અને ઉચ્ચ કક્ષિય મેનેજમેન્ટ સંભાળવાનું કામ કરે છે. સબસિડીયરી/ગૌણ ઈન્ટેલિજન્સ બ્યુરો એ જોઈન્ટ ડિરેક્ટર અથવા તેનાથી ઉપરના ક્રમના અધિકારીઓ દ્વારા નિયંત્રીત કરવામાં આવે છે, અને નાની સબસિડીયરી/ગૌણ ઈન્ટેલિજન્સ બ્યુરોનું નિયંત્રણ ડેપ્યુટી ડિરેક્ટર દ્વારા કરવામાં આવે છે. સબસિડીયરી/ગૌણ ઈન્ટેલિજન્સ બ્યુરોના જિલ્લા વડા-મથકોનું નિયંત્રણ ડેપ્યુટી સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ઓફિસર દ્વારા કરવામાં આવે છે. ઈન્ટેલિજન્સ બ્યુરો એ ઘણા બધા ફિલ્ડ યુનિટો અને મુખ્ય-મથકો(કે જે જોઈન્ટ અથવા ડેપ્યુટી ડિરેક્ટરના નિયંત્રણ હેઠળ છે)ની જાળવણી કરે છે. આ કચેરીઓ મારફતે અને પ્રતિનિધિમંડળ સાથેની જટિલ પ્રક્રિયાથી રાજ્યની પોલીસ એજન્સીઓ અને આઈબી વચ્ચે રચનાત્મક જોડાણ રહે છે. આ ઉપરાંત, રાષ્ટ્રિય સ્તરે આઈબી પાસે આતંકવાદ, કાઉન્ટર ઈન્ટેલિજન્સ, VIP(ખાસ લોકો)ને સુરક્ષા, ભયજનક અને સંવેદનશીલ વિસ્તારો(જમ્મુ અને કાશ્મિર અને અન્ય)નું મૂલ્યાંકન કરવા માટે ખાસ યુનિટો છે. આઈબીના અધિકારીઓ(રૉને સમકક્ષ)ને મહિનાનો પગાર અને દર વર્ષે એક મહિનાનો વધારાનો પગાર તથા વધુ સારા પ્રમોશન મળે છે. આઈપીએસ(IPS) અને આઈએએસ(IAS) સિવાય ઈન્ટેલિજન્સ બ્યુરો એ ઈન્ડિયન રેવન્યુ સર્વિસ(આઈઆરએસ)માંથી પણ ભરતી કરે છે.

 

૨.૪  ઈન્ટેલિજન્સ બ્યુરોનું સંસ્થાકીય માળખું

ઈન્ટેલિજન્સ બ્યુરોનું ઉતરતા ક્રમમાં સંસ્થાકીય માળખું નીચે મુજબ છે:

ગ્રુપ એ(A):

૧. ડિરેક્ટર ઈન્ટેલિજન્સ બ્યુરો (post held by senior most IPS officer)

૨. સ્પેશિયલ ડિરેક્ક્ટર

૩. એડિશનલ ડિરેક્ટર (equivalent to DGP)

૪. જોઈન્ટ ડિરેક્ટર(equivalent to IGP)

૫. નાયબ ડિરેક્ટર (equivalent to DIG)

૬. જોઈન્ટ નાયબ ડિરેક્ટર (SSP)

૭. આસિસ્ટન્ટ ડિરેક્ટર (SP)

૮. નાયબ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ઓફિસર (Dy SP)

ગ્રુપ બી(B):

૧. આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ ૧ (equivalent to PI)

૨. આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ ૨ (equivalent to PSI)

ગ્રુપ સી(C):

૧. જૂનિયર ઈન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ ૧ (equivalent to ASI)

૨. જૂનિયર ઈન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ ૨ (equivalent to HC)

૩. સિક્યુરિટી આસિસ્ટન્ટ (Constable of Police)

૩.  રીસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ(રૉ)

૩.૧  રૉ નો ઈતિહાસ (૧૯૬૮ થી અત્યાર સુધી)

૧૯૪૭માં, આઝાદી પછી, સંજીવ પિલ્લાઈ એ ઈન્ટેલિજન્સ બ્યુરોના પ્રથમ ભારતીય ડિરેક્ટર હતા. બ્રિટોશરોના ગયા બાદ તેઓની તાલીમબદ્ધ માનવશક્તિને દૂર કર્યા બાદ પિલ્લાઈએ બ્યુરોને એમઆઈ-૫(MI5)ના ધોરણો અનુસાર ચલાવવા પ્રયત્ન કર્યો. ૧૯૪૯માં, પિલ્લાઈએ એક નાનું વિદેશી ઇન્ટેલિજન્સ ઓપરેશનનું આયોજન કર્યું હતું, પરંતુ ભારત-ચીન યુધ્ધ ૧૯૬૨માં વિનાશ બાદ તેની બિન–અસરકારકતા સમજાઈ. ભારત-ચીન યુધ્ધ(ઓક્ટોબર ૨૦-નવેમ્બર ૨૧, ૧૯૬૨)માં બાહ્ય ગુપ્ત માહિતી ભેગી કરવામાં નિષ્ફળતાએ તે સમયના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુને બાહ્ય ગુપ્ત માહિતી ભેગી કરવા માટે એક નવી બાહ્ય ઈન્ટેલિજન્સ એજન્સીની સ્થાપના તરફ ધ્યાન દોર્યું. ભારત-પકિસ્તાન યુધ્ધ ૧૯૬૫ પછી, ભારતીય આર્મિના વડા જનરલ જયન્તા નાથ ચૌધરીએ પણ ગુપ્ત માહિતી એકત્ર કરવા માટે હુકમ કર્યો. ૧૯૬૬ના અંત સમયે વિદેશી ગુપ્ત માહિતી એકત્ર કરવા માટે ઈન્ટેલિજન્સ એજન્સી એ આકાર લેવાની શરૂઆત કરી.

૧૯૬૮માં ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા. ત્યારબાદ, એવું નક્કી કરવામાં આવ્યુ હતું કે એક બીજી પૂર્ણ ક્ક્ષા ની સુરક્ષાની જરૂર હતી એનકાઉન્ટર ઈન્ટેલીજન્સ બ્યુરોના નાયબ નિયામકે ત્યારબાદ નવી એજન્સી માટેની બ્લ્યુ પ્રિન્ટ રજૂ કરી અને એક વિદેશી ઈન્ટેલિજન્સ એજન્સી કે જેની રચના એજન્સીના, સંશોધન અને વિષ્લેશણ વિભાગના વડા, ઉપરાંત વ્યુહાત્મક સરહદ પારની લશ્કરી ગુપ્ત માહિતી માટે  સમગ્ર એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ સુધી ચોક્કસ ઉંડાણપૂર્વકની ગુપ્ત માહિતીના ડાયરેક્ટર જનરલ સમાંતર જવાબદારી સાથે નિમણુક કરવામાં આવી.

રૉ 250 કર્મચારીઓ અને વાર્ષિક 2 કરોડ (364,000 US $)ના બજેટ સાથે મુખ્ય ઈન્ટેલીજન્સ બ્યુરોની એક ભાગ તરીકે શરૂઆત થઈ હતી. સિત્તેરના દાયકામાં તેનું વાર્ષિક બજેટ વધીને 30 કરોડ(5.5મિલિયન US $) જેટલું અને કર્મચારીઓની સંખ્યામાં હજારોનો વધારો કરવામાં આવ્યો હતો. 1971માં, કાઓ(kao) એ સરકારને એવિએશન રિસર્ચ સેન્ટર (ARC) બનાવવા માટે ભલામણ કરી હતી. આ ARC નું કામ જાસુસી પૂર્વ તપાસ (રીકોનીસન્સ ) હતું.  1970 ના મધ્યમાં તેને ભારતીય એરફોર્સના જૂના રીકોનીસન્સના સ્થાને લીધા. રૉ એ ARC દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળા હવાઈ ચિત્રો ચીન અને પાકિસ્તાનની સરહદે સ્થાપ્યા. હાલમાં રૉ ના બજેટ માટે એવું અનુમાન કરવામાં આવે છે કે તે ૧૫૦ મીલીયન યુએસ ડોલર જેટલું છે. ધીમે ધીમે અન્ય નાની એજન્સીઓ જેવી કે રેડિયો સંશોધન કેન્દ્ર અને ઇલેક્ટ્રોનીક્સ અને ટેકનોલોજીની સેવાઓ ૧૯૭૦ અને ૧૯૯૦માં, રૉ માં ઉમેરવામાં આવી હતી. ૧૯૯૦માં,ગુપ્ત લશ્કરી કામગીરી માટે જરૂરી ટેકો પૂરો પાડવા માટે, સ્પેશિયલ ફ્રન્ટીયર ફોર્સ રૉ નો અર્ધલશ્કરી વિભાગ બની હતી. ૨૦૦૪માં ભારત સરકારે અન્ય ઈન્ટેલીજન્સ એજન્સી કે જેને નેશનલ ટેકનીકલ ફેસીલીટી ઓર્ગેનાઈઝેશન (NFTO) કહે છે તેને ઉમેરવામાં આવી હતી, તે નેશનલ ટેકનીકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (NTRO) તરીકે પણ ઓળખાય છે, તે રૉ  હેઠળ કામગીરી કરશે તેવું માનવામાં આવ્યું હતું, જો કે તે કેટલાંક અંશે સ્વાયત્ત પણ રહે છે. જયારે NTRO દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરી ચોક્કસ પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવી છે, એવું માનવામાં આવે છે કે તે વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કરી કાલ્પનિક અને સંચારના મુદ્દાઓ પર રિસર્ચ સંશોધન સાથે કામ કરશે.

આ જોઈન્ટ ઈન્ટેલીજન્સ કમિટી (JIC), કે જે કેબીનેટ સેક્રટેરી હેઠળ છે, તે રૉ , ઈન્ટેલીજન્સ બ્યુરો અને ડીફેન્સ ઈન્ટેલીજન્સ એજન્સી(DIA) વચ્ચે ઈન્ટેલીજન્સ પ્રવૃતિઓના સંકલન અને વિષ્લેશણ માટે જવાબદાર છે જો કે, વ્યવહારમાં JIC ની અસરકારકતા વૈવિધ્યસરભર/અલગ અલગ કરવામાં આવી છે. ૧૯૯૯માં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ ની  સ્થાપના સાથે JIC ની ભૂમિકા NSC સાથે ભેળવી દેવામાં આવી છે. રૉ નો કાનૂની દરજ્જો અસામાન્ય છે, તે કોઈ પણ સંજોગોમાં કોઈ એક એજન્સી નથી, પરંતુ તે કેબીનેટ સેક્રેટેરીની એક વિંગ છે. રૉ કોઈ પણ મુદ્દે ભારતની સંસદને જવાબ આપવા બંધાયેલ નથી, જે તેને માહિતી અધિકારના કાયદાની પહોંચની બહાર રાખે છે, આ છૂટ તેને અધિનિયમ ૨ની કલમ ૨૪ અંતર્ગત આપવામાં આવેલ છે તેમ છતાં, ભ્રષ્ટાચાર અને માનવ અધિકારનો ભંગ જેવા આરોપોની માહિતી જાહેર કરવી પડશે.

૩.૨   રૉની કામગીરી

હાલની રીસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ(રૉ)ના ઉદ્દેશો નીચે દર્શાવેલ છે :

  • ભારતના એવા પાડોશી(નિકટવર્તી) દેશો કે જેઓની સીધી નજર ભારતની રાષ્ટ્રિય સુરક્ષા અને તેની વિદેશનીતિ પર છે તેવા દેશોમાં રાજનૈતિક અને લશ્કરી વિકાસનું નિરિક્ષણ કરવું(પર ધ્યાન રાખવું).
  • બીજું, સશક્ત અને વાઈબ્રન્ટ ભારતીય સંપ્રદાયઓની મદદથી આંતરરાષ્ટ્રિય લોકમત ઊભો કરવો. ભૂતકાળમાં, ૧૯૬૨માં ભારત-ચીન યુધ્ધ સમયે પાકિસ્તાન સાથેના ખરાબ સંબંધોને કારણે રૉ ને નીચે અનુસારની કામગીરી સોંપવામાં આવી હતી.
  • બે મોટા સામ્યવાદી રાષ્ટ્રો, સોવિયેત યુનિયન અને ચીન વચ્ચે થતા આંતરરાષ્ટ્રિય સામ્યવાદ અને મતભેદો પર ધ્યાન રાખવું, તથા અન્ય દેશો સાથે, તે સમયે આ બંને સત્તાઓને ભારતના સામ્યવાદી પક્ષો સાથે પહોંચ હતી.
  • પાકિસ્તાન સાથે ખાસ કરીને યુરોપિયન દેશોમાંથી, અમેરિકામાંથી અને ચીનમાંથી થતા મિલિટરી ઉપકરણોના સપ્લાય પર નિયંત્રણ અને અંકુશ.

તેમ છતાં તે આટલા સુધી સીમિત નથી.

૪. સેન્ટ્રલ બુરો ઓફ ઈન્વેસ્ટિગેશન

૪.૧   સીબીઆઈનો ઈતિહાસ

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન એ મૂળ તો સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લીશમેન્ટ (SPE )છે. જેની સ્થાપના ૧૯૪૧માં ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. આ SPEનું કાર્ય ભારતના યુદ્ધ અને પૂરવઠા વિભાગના વ્યવહારોમાં થતાં લાંચ અને ભ્રસ્ટાચારના કેસોની તપાસ કરવાનું હતું. બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન લાહોર ખાતેના વડામથક સાથે તેની સ્થાપના કરવામાં આવી હતી. ખાન બહાદુર કુરબાન અલી ખાન યુદ્ધ વિભાગ અને SPEના સુપ્રિટેનડેન્ટ હતાં, જેઓ પાછળથી પાકિસ્તાનની રચના બાદ ઉત્તર પશ્ચિમ ફ્રન્ટીયર પ્રાંતના ગવર્નર બન્યા હતાં. રાય સાહિબ કરમચંદ જૈન યુદ્ધ વિભાગના કાનૂની સલાહકાર હતાં. યુદ્ધના અંત પછી પણ કેન્દ્ર સરકારના કર્મચારીઓ દ્વારા લાંચ અને ભ્રસ્ટાચારના કેસોની તપાસ માટે કેન્દ્ર સરકારને એક સંસ્થાની જરૂર જણાઈ હતી. રાય સાહિબ કરમચંદ જૈન કાનૂની સલાહકાર તરીકે ચાલુ રહ્યા હતાં, જયારે ૧૯૪૬માં અમલમાં આવેલ દિલ્હી પોલીસ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ  હેઠળના ગૃહ વિભાગમાં આ વિભાગને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

ભારત સરકારના તમામ વિભાગોને આવરી લેવાય તે રીતે SPEની તકો વિસ્તારવામાં આવી હતી. આ SPEનું અધિકારક્ષેત્ર તમામ કેન્દ્રશાસિત પ્રદેશો સુધી વિસ્તારવામાં આવ્યું અને સબંધિત રાજ્ય સરકારની સંમતિ સાથે રાજ્યો સુધી વિસ્તારી શકાયું. સરદાર પટેલ જેઓ આઝાદ ભારતના નાયબ વડાપ્રધાન અને ગૃહ વિભાગનો હવાલો સંભાળતા હતા, તેઓએ જોધપુર, રીવા, ટોંક વગેરે જેવા ભૂતપૂર્વ રજવાડાઓમાંથી ભ્રસ્ટાચારને દૂર કરવા ખાસ રસ લીધો હતો. સરદાર પટેલે કાનૂની સલાહકાર કરમચંદ જૈનને આ રાજ્યોના દિવાન/મુખ્યપ્રધાનો સામેની  ફોજદારી કાર્યવાહીની દેખરેખ રાખવા આદેશ આપ્યો હતો .

પાછળથી, ૧૯૬૩માં, ઔપચારિક રીતે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશનની સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લીશમેન્ટને સમાંતર રચના કરવામાં આવી હતી.

૪.૨ સીબીઆઈ સંસ્થાકીય માળખું

સીબીઆઈનું સંસ્થાકીય માળખું નીચે મુજબ છે:

૧)  ડિરેક્ટર (ડીજીપીને સમકક્ષ)

૨)  સ્પેશિયલ ડિરેક્ટર

૩)  Jt ડિરેક્ટર

૪)  નાયબ ડિરેક્ટર

સીબીઆઈનું સંસ્થાકીય માળખું ઈન્ટેલિજન્સ બ્યુરો જેવું જ છે.

૪.૩   સીબીઆઈની ભુમિકા

કાયદો અને વ્યવસ્થા એ રાજ્ય સરકારનો વિષય છે અને અપરાધની તપાસ માટે રાજ્યની પોલીસના મૂળભૂત અધિકારક્ષેત્રમાં આવે છે. ઉપરાંત, મર્યાદિત સ્ત્રોતોને કારણે, સીબીઆઈ તમામ પ્રકારના ગુનાઓની તપાસ કરવા માટે સક્ષમ નથી. સીબીઆઈ નીચેના કિસ્સાઓમાં તપાસ કરી શકે છે:

 ૧. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અથવા કેન્દ્ર સરકારને લગતી બાબતો, કેન્દ્રિય જાહેર વિભાગના અને જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓની વિરૂધ્ધમાં હોય તેવા અનિવાર્ય કેસોની તપાસ.

    ૨.  એવા કેસો કે જેમાં કેન્દ્ર સરકારના નાણાકિય હિત સંકળાયેલા છે.

૩.  કેન્દ્રના જે કાયદાઓનો અમલ મુખ્યત્વે ભારત સરકાર સાથે લાગે વળગે છે, તેવા કેન્દ્રિય કાયદાઓના ઉલ્લંઘન સંબંધીત કેસો.

૪.  છેતરપીંડી, ઠગાઈ, નાણાકીય કૌભાંડોના કેસો અને એવી કંપનીઓના કેસો કે જેમાં ખૂબ મોટા ભંડોળ સામેલ છે અને સંગઠીત ગેંગ દ્વારા અથવા વિવિધ રાજ્યોમાં ગુનાહો આચરતા પ્રોફેશનલ ગુનેગારોના કેસો.

૫.  એવા કેસો કે જેમાં આંતરરાજ્યો અને આંતરરાષ્ટ્રીય શાખા-પ્રશાખા અને દરેક જગ્યાઓની સત્તાવાર એજન્સીઓનો સમાવેશ કરવામાં આવે છે, અને અહિં એવું માનવામાં આવે છે કે કેસની તપાસનો હવાલો એક જ ઈન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવેલ હોવો જોઈએ.

૫.  નેશનલ ઈન્વેસ્ટેગેશન એજન્સી (એનઆઈએ)

 

૫.૧ એનઆઈએનો ઈતિહાસ

૩૧ ડિસેમ્બર, ૨૦૦૮ના રોજ યુનિયન(સંઘ) ગૃહપ્રધાને એજન્સીની રચના માટે ‘નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી બીલ(ખરડો) ૨૦૦૮’ સંસદમાં પસાર કર્યો હતો. નવેમ્બર ૨૦૦૮માં મુંબઈમાં ત્રાસવાદીઓના હુમલા પછી આતંકવાદ સામે લડવા માટે એક કેન્દ્રીય સંસ્થાની જરૂર વર્તાઈ હતી, ત્યારબાદ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની સ્થાપના કરવામાં આવી હતી. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના સ્થાપક ડિરેક્ટર-જનરલ રાધા વિનોદ રાજુ હતા. અત્યારે હાલમાં ડિરેક્ટર-જનરલ એસ.સી.સિંન્હા છે.

૫.૨ એનઆઈએ એક્ટ હેઠળ એનઆઈએની સત્તાઓ

  1. ભારતના અને ભારતની બહારના નાગરિકો અને ભારતમાં રજીસ્ટર થયેલા જહાજો અને વિમાનો પરની વ્યક્તિઓ એમ આ સમગ્ર ભારતને લાગુ પડે છે.
  2. આ NIA અધિકારીઓ કે જેઓને IRS અને IPS માંથી લેવામાં આવે છે તેમને જે પોલીસ અધિકારીઓ કોઈ ગુનાની તપાસ સાથે જોડાયેલા હોય તેટલી જ તમામ સત્તાઓ, વિશેષાધિકાર અને જવાબદારીઓ હોય છે.
  3. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઓફિસર ગુનાનો રીપોર્ટ મળતા તે રાજ્ય સરકારને મોકલશે અને તે આગળ કેન્દ્રને મોકલશે.
  4. જો કેન્દ્રને એવું લાગશે કે ગુનો આંતક સબંધિત છે તો તે તપાસ માટે સીધો NIA ને મોકલશે.
  5. કેન્દ્ર સરકારની આગોતરી મંજુરી બાદ રાજ્ય સરકારને ગુનાઓની તપાસ અને સુનાવણી ટ્રાન્સફર કરી શકવાની જોગવાઈ છે.
  6. રાજ્ય સરકાર ત્રાસવાદ સબંધિત ગુનાઓની તપાસ માટે વધારાની તમામ સહાય NIA ને પૂરી પાડશે.
  7. તપાસ સબંધિત કાયદાની જોગવાઈઓ રાજ્ય સરકારની તપાસ અને ત્રાસવાદી ગુના માટેની  કાનૂની કાર્યવાહીની સત્તાને અસર કરશે નહી.
  8. કેન્દ્ર આંતક સબંધિત ગુનાઓની સુનાવણી માટે ખાસ કોર્ટની રચના કરશે.
  9. ઝડપી અને યોગ્ય સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ જ ખાસ કોર્ટના બાકી રહેલા કેસની એ જ રાજ્ય અથવા અન્ય કોઇપણ રાજ્યની ખાસ કોર્ટમાં કેસ ટ્રાન્સફર કરી શકે છે, અને હાઇકોર્ટ આ પ્રકારના કેસોમાં રાજ્યની અંદર કોઇપણ ખાસ કોર્ટમાં કેસ ટ્રાન્સફર કરી શકે છે.
  10. ત્રણ વર્ષ થી ઓછાં સમય માટેના જેલની સજાના ગુના માટે પણ આ જ રીતે પ્રયાસ કરવામાં આવે છે.
  11. કાયદા મુજબ સીઆરપીસી(CrPC) હેઠળ કોઇપણ ગુનાની સુનાવણીના કોર્ટના સત્રો યોજવાની તમામ સત્તા ખાસ કોર્ટ ધરાવે છે.
  12. જો ખાસ કોર્ટને જરૂરી લાગતું હોય તો કાર્યવાહી “બંધ બારણે/ખાનગી” રીતે પણ યોજી શકાય છે.
  13. સુનાવણી કામના બધા જ દિવસોમાં દૈનિક ધોરણે યોજવામાં આવે છે અને અન્ય ગુનાઓ કરતાં તેને વધુ અગ્રતા આપવામાં આવે છે.
  14. રાજ્ય સરકારને એક કરતાં વધુ ખાસ કોર્ટની રચના કરવા માટેની સત્તા છે.
  1. 90 દિવસ પુરા થયા બાદ કોઈ પણ અપીલને ધ્યાનમાં લેવામાં આવશે નહી..

૫.૩  NIA નું સંસ્થાકીય માળખું  

             NIA નું સંસ્થાકીય માળખું ઉપરથી નીચે સુધી આ મુજબ છે

  1. ડાયરેક્ટર જનરલ (ડી જી પી સમકક્ષ)
  2. એડીશનલ ડી જી (એડી 1 ડી જી)
  3. આઈ જી (ઈન્ટેલીજન્સ અને ઓપરેશન અને પોલીસી)
  4. આઈ જી (એડ્મીનીસ્ટ્રેશન અને ટ્રેનીગ)
  5. આઈ જી (ઇન્વેસ્ટીગેશન -૧)
  6. આઈ જી (ઇન્વેસ્ટીગેશન -૨)

૬.  બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટ(બીપીઆરડી)

પોલીસ દળોના આધુનિકીકરણના ભારત સરકારના હેતુને આગળ વધવામાં સહાયતા માટે ૨૮ ઓગસ્ટ,૧૯૭૦ના રોજ બ્યુરો ઓફ પોલીસ રીસર્ચ એન્ડ ડેવેલપમેન્ટની સ્થાપના કરવામાં આવી હતી.

તે વિવિધ પાસાં સંભાળનાર સલાહકાર સંસ્થા તરીકે વિકસ્યું છે હાલમાં તે સંશોધન,વિકાસ, તાલીમ અને સુધારાત્મક વહીવટ જેવા ચાર ચાર વિભાગો ધરાવે છે .

૬.૧  બીપીઆરડીના વિભાગોની કામગીરી

  • સંશોધન વિભાગ:
  1. અપરાધોનો અભ્યાસ અને વિષ્લેશણ અને પોલીસને અસર કરતી સામાન્ય કુદરતી સમસ્યાઓ વગેરે
  2. અપરાધોના વલણો અને કારણો
  3. અપરાધની અટકાયત/નિવારણ માટે અને તેની અસરકારકતાઓ અને અપરાધ સાથે સંબંધ
  4. સંસ્થા, તાકાત, સંચાલન,પધ્ધતિઓ ,પ્રક્રિયાઓ અને પોલીસ દળો  અને તેમના આધુનીકરણ, પોલીસ કાયદાઓ અને માર્ગદર્શિકાઓની ટેકનીક
  5. તપાસની પધ્ધતિઓ,ઉપયોગીતાઓ અને વૈજ્ઞાનિક સાધનો અને સજા રજુ કરવાનાં/પરિણામોમાં સુધારો દાખલ કરી શકાય છે.
  6. કાયદાઓની અયોગ્યતાઓ/ અપૂર્ણતાઓ
  7. બાળ અપરાધ/ગુનાખોરી
  8. પોલીસ યુનિફોર્મ, બેજીસ, ચંદ્રકો, સજાવટ, રંગ અને ધ્વજ, પોલીસ પરેડ, પ્રક્રિયાનું વોરંટ વગેરે
  9. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પોલીસ સંશોધન કાર્યક્રમોને મદદ, સંશોધન પ્રોજેક્ટોની પ્રક્રિયા અને સંકલન, વધારાના પારસ્પરિક સંશોધનને સ્પોન્સરિંગ/પ્રાયોજક
  10. પોલીસ સંશોધન પર સ્ટેન્ડિંગ કમિટી સંબંધિત કામ
  11. પોલીસ સાયન્સ કોંગ્રસ અને પોલીસ સમસ્યાઓ સંબંધિત અભ્યાસો માટે અન્ય પરિષદો અને પરિસંવાદ
  12. સામાજિક સુરક્ષા અને અપરાધ નિવારણ/અટકાયત કાર્યક્રમોમાં ભાગ લેવો
  13. અપરાધીઓની/ગુનેગારોની સારવાર અને અપરાધ અટકાવવાના ક્ષેત્રમાં યુનાઈટેડ નેસન્સના કામમાં ભાગ લેવો
  14. ભારતના તમામ અપરાધોની આંકડાકીય માહિતીની જાળવણી
  15. અપરાધોના વલણનું આંકડાકીય વિષ્લેશણ
  16. પોલીસ સાયન્સ અને ગુનાખોરી સંબંધિત દસ્તાવેજીકરણ
  17. પ્રકાશન:
  1. પોલીસ સંશોધન અને વિકાસ જર્નલ
  2. ભારતમાં અપરાધ
  3. ભારતીય પોલીસ જર્નલ
  4. આકસ્મિક મૃત્યુ અને આત્મહત્યાઓ
  5. સંશોધન અહેવાલો અને સમાચાર પત્રો
  6. પોલીસ કાર્ય સાથે જોડાયેલ બાબતો સંબંધિત અહેવાલો, સમીક્ષાઓ,અન્ય જર્નલો અને પુસ્તકો
    • વિકાસ વિભાગ:
  7. ભારતમાં પોલીસ દળો દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ સાધનોની કામગીરીની સમિક્ષા અને નીચેના ક્ષેત્રોમાં નવા સાધનો વિકસાવવા;
  8. શસ્ત્રો અને દારૂગોળા
  9. તોફાન નિયંત્રણ સાધનો.
  10. ટ્રાફિક નિયંત્રણ સાધનો.
  11. પોલીસ ટ્રાન્સપોર્ટ.
  12. બીજા અન્ય વૈજ્ઞાનિક સાધનો અને તપાસ માટેના વૈજ્ઞાનિક સાધનો.
  13. નેશનલ પ્રયોગશાળાઓ, વિવિધ વૈજ્ઞાનિક સંસ્થાઓ અને ખાનગી અને જાહેર ક્ષેત્રની સંસ્થાઓ ઉપરના ક્ષેત્રોસાથે સંકળાયેલ સંસ્થાઓ સાથે જોડાણ અને વિકાસ કાર્યક્રમો અને પોલીસ સાધનોના સ્વદેશી ઉત્પાદનો સાથે સંકલન.
  14. પોલીસ કાર્યના વિવિધ ક્ષેત્રોમાં કોમ્પ્યુટર ટેકનોલોજીનું અમલીકરણ.
  15. પોલીસ પ્રચાર અને પ્રસાર ફાઈલો, પોલીસ વીક અને પરેડ.
  16. પોલીસ સંશોધન અને વિકાસ, સલાહકારી કાઉન્સીલ અને તેની સ્ટેન્ડીંગ કમિટીઓ સંબંધિત અન્ય પોલીસ સંશોધન કરતા કામ કરે છે.

  • તાલીમ વિભાગ:
  1. પોલીસ તાલીમની વ્યવસ્થા અને બદલાતી સામાજીક પરિસ્થિતિઓમાં દેશની જરૂરિયાત અને તાલીમમાં વૈજ્ઞાનિક ટેકનીકની રજૂઆત /ઉપયોગીતા અનેપોલીસ વહીવટ અને સંચાલનમાં તાલીમ નીતિઓ અને કાર્યક્રમોનીરચના અને સંકલન કરે છે.
  2. કોલકત્તા, હૈદરાબાદ અને ચંદીગઢમાં સેન્ટ્રલ ડીટેકટીવ તાલીમ શાળાઓ.
  3. તાલીમની વ્યવસ્થામાં એકરૂપતા અને ચોક્કસ ધોરણોને ધ્યાનમાં રાખી અભ્યાસક્રમો અને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વિવિધ હોદ્દાઓ માટેના અભ્યાસક્રમમાં સમય સમય પર નવા પડકારો અને સમસ્યાઓને પહોચી વળવા માટેજરૂરી ફેરફારો અને સુધારા માટે તાલીમ કાર્યક્રમોનું મૂલ્યાંકન કરે છે.
  4. મૌલિક વિચારોને મદદ માટે નવા અભ્યાસક્રમો, પ્રોત્સાહનો, નિષ્ણાતો દ્વારા સુધારા માટે સૂચનો અને વિવિધ પોલીસ અધિકારીઓના ગ્રેડ અને જરૂરિયાતોને ધ્યાનમાં લઈને ઓરિએન્ટેશન કાર્યક્રમો કરવા.
  5. સેન્ટ્રલ તબીબી કાનૂની સંસ્થા અને સેન્ટ્રલ ટ્રાફિક સંસ્થાઓની રચના/સ્થાપનાને લગતી કામગીરી કરે છે.
  6. પોલીસ તાલીમ સંસ્થાઓ સાથે સંકલનથી યોગ્ય મેન્યુઅલ, પાઠયપુસ્તકો , પત્રિકાઓ, વ્યાખ્યાન નોંધ, કેસ સ્ટડીઝ, પ્રેક્ટીકલ અને આ સંસ્થાઓ માટે ઉપયોગી અન્ય શૈક્ષણીક સાહિત્ય તૈયાર કરે છે.
  7. ઓફિસરોને તાલીમને ઉચ્ચ પદાધિકારીઓથી પરિચિત કરવાના ખ્યાલથી જૂદી જૂદી તાલીમના પરિણામોને વધુ દ્રઢ કરવા સંબંધિત સાહિત્ય રાજ્યમાં ઇન્સ્પેકટર જનરલ/DIG  (તાલીમ) ને સરકયુલર વહેચવું.
  8. તાલીમ અને તાલીમની મદદ માટેના સાધનોને પ્રમાણભૂત કરવા અને તેના ઉત્પાદનની વ્યવસ્થા કરવી અને વિવિધ તાલીમ સંસ્થાઓને સપ્લાય કરે/પહોંચાડે છે.
  9. વિવિધ પોલીસ તાલીમ સંસ્થાઓના ઉપયોગ  માટે એક ફિલ્મનું ફરતું પુસ્તકાલય બનાવવું અને તેની જાળવણી કરવી.
  10. ભારતની અંદર અને બહારની યોગ્ય બિન-પોલીસ સંસ્થાઓને વિવિધ હોદ્દાના પોલીસ અધિકારીઓને તાલીમ માટે મદદ પૂરી પાડવી.
  11. પોલીસ તાલીમ સંસ્થાઓના વડા/ઉપરી માટે વાર્ષિક ચર્ચા પરિષદ અને તાલીમના ટૂંકા વિવિધ પાસાઓ પર પરિસંવાદનું આયોજન કરવું.
  12. સમયાનુસાર કેન્દ્ર હેઠળ જરૂરી નવી તાલીમ સંસ્થાઓની રચના માટે સૂચનો કરવા.
  13. ભારત અને વિદેશમાં પોલીસ કાર્યના વિવિધ પાસાંઓ, અભ્યાસક્રમ, તાલીમની પધ્ધતિઓં, શૈક્ષણીક સાધનો અને તાલીમ કાર્યક્રમો પર સાહિત્ય સંબંધિત માહિતી માટે ક્લીયરીંગ હાઉસ તરીકે કામ કરે છે.
  14. કેન્દ્ર અને રાજ્ય પોલીસ તાલીમસંસ્થાઓમાં લાયબ્રેરીઓ વિકસાવવામાં મદદ કરવી.
  15. યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ કાર્યક્રમ, યુનેસ્કો અને કોલંબો યોજના વગેરે હેઠળ તાલીમ સહાય પ્રોજેક્ટ અને ફેલોશીપ સંબંધિત પરસ્પર બાબતો સંબંધિત કર્મચારી ડીપાર્ટમેન્ટના તાલીમ નિયામક સાથે વાતચીત કરવી..
    • સુધારાત્મક વહીવટ

  1. જેલના આંકડાઓ અને જેલના વહીવટને અસર કરતી સામાન્ય કુદરતી સમસ્યાઓનો અભ્યાસ  અને વિષ્લેશણ.
  2. ઐકય/એકતા અને સુધારાત્મક વહીવટ ક્ષેત્રમાં રાજ્યો સંબંધિત માહિતીનું પ્રસારણ/પ્રસાર.
  3. સુધારાત્મક વહીવટમાં RICAs  અને અન્ય શૈક્ષણીક/સંશોધન, સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ સંશોધન અભ્યાસના સંકલન અને રાજ્ય સરકારોની સલાહ સાથે સંશોધન અભ્યાસ/સર્વે હાથ ધરવા માટેની માર્ગદર્શિકા તૈયાર કરવી.
  4. બદલાતી સામાજીક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી તાલીમ કાર્યક્રમોની સમિક્ષા કરવી અને અન્ય સંબંધિત પાસાઓ અને નવી વૈજ્ઞાનિક ટેકનીકો શરૂ કરવી.
  5. વિવિધ સ્તરે જેલના સ્ટાફને સુધારાત્મક વહીવટ ક્ષેત્રમાં તાલીમ પૂરી પાડવા માટે કોર્સ, અભ્યાસક્રમ સહિત એકસમાન તાલીમ મોડયુલ તૈયાર કરવા.
  6. સુધારાત્મક વહીવટ ક્ષેત્રમાં અહેવાલ, સમાચાર પત્રિકા, બુલેટીન્સ પ્રકાશિત કરવા અને દ્રશ્ય શ્રાવ્ય/ઓડીયો-વિઝુઅલ વગેરે સાધનો તૈયાર કરવા.
  7. સુધારાત્મક વહીવટ કાર્ય સંબંધિત માર્ગદર્શન માટે સલાહકાર સમિતિની રચના કરવી.

૭.  નેશનલ ક્રાઇમ રેકોર્ડસ બ્યુરો(એનસીઆરબી)

૭.૧    નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોની ઝાંખી

  • નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો એ ભારતની એવી સરકારી સંસ્થા છે કે જે ઈન્ડિયન પીનલ કોડમાં દર્શાવ્યા અનુસાર ગુનાઓ અંગે માહિતી એકત્રીત કરવા માટે અને તેના વિષ્લેશણ માટે જવાબદાર છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય સાથે એક જ કાર્યાલય હોવાથી, નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોનું મુખ્ય કાર્યાલય નવી દિલ્હીમાં છે. ભારતીય પોલીસના આધુનિકીકરણ માટે ભારત પોલીસને ઈન્ફર્મેશન ટેકનોલોજીથી સક્ષમ કરવાની જવાબદારી નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોની છે. તે યોગ્ય સાધનો, તકનિક અને માહિતી સાથે ઈન્વેસ્ટિગેટિંગ ઓફિસરો પૂરા પાડે છે, જેથી ગુના અને ગુનેગારોની ઝડપી અને વધુ સચોટ તપાસ થઈ શકે.

૭.૨    નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના કાર્યો

સરકારી ઠરાવ તારીખ ૧૧.૦૩.૧૯૮૬ અનુસાર એનસીઆરબી માટે નીચે અનુસારના કાર્યો/હેતુઓ નક્કી કરવામાં આવ્યા:

૧.   તપાસ કરનારને મદદ મળે અને અન્ય ગુનાના દુષ્કૃયોમાં સંકળાયેલા હોય તેમજ રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સ્તરે ગુનાના સંચાલનમાં સંકળાયેલ સહિતના ગુનેગારો અને ગુના વિશેની માહિતીની શોધખોળનું કાર્ય..

૨.   આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રિય ગુનેગારોની માહિતીનો સંગ્રહ કરવો, સંકલન કરવું અને તેનસંબંધિત રાજ્યો, રાષ્ટ્રિય સ્તરે તપાસ કરતી સંસ્થાઓ,અદાલતો અને ભારતમાં પોલીસ સ્ટેશનની નોંધને ધ્યાનમાં લીધા સિવાય ફોજદારી ફરિયાદ દાખલ કરનાર સુધી માહિતીનો પ્રસાર કરવો.

૩.   રાષ્ટ્રિય સ્તરે ગુનાઓની આંકડાકીય માહિતી એકત્રીત કરવી અને છણાવટ કરવી.

૪. ગુનેગારોની સુધારણા, તેઓની રિમાન્ડ(પાછા મોકલવા), જેલમાંથી શરતી   છુટકારા(પેરોલ),વહેલા મુક્ત કરવા,વગેરે માટેના કાર્યોની માહિતી પ્રાપ્ત કરવી અને તે માહિતી શિક્ષાત્મક અને સુધારણા સંસ્થાઓને મોકલી આપવી.

૫.  સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોની કામગીરી સાથે સંકલન કરવું, માર્ગદર્શન આપવું અને મદદ કરવી.

૬.   ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના કર્મચારીઓ માટે તાલીમની સુવિધાઓ પૂરી પાડવી

૭.   ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોનું મૂલ્યાંકન કરવું, વિકાસ કરવો અને આધુનિકીકરણ કરવું.

૮.  સેન્ટ્રલ પોલીસ ઓર્ગેનાઈઝેશન માટે કારોબારી અને વિકાસ આધારિત કોમ્પ્યુટર સિસ્ટમો અને કોમ્પ્યુટરાઇઝેશન માટે ડેટા પ્રોસેસીંગ અને તાલીમની જરૂરિયાતોને પૂરી કરવી.

૯.   નેશનલ સ્ટોર હાઉસ એ દોષિત વ્યક્તિઓના ફિંગરપ્રિંટ અને વિદેશી ગુનેગારોના પણ ફિંગરપ્રિંટની નોંધ રાખવાનું કામ કરે છે.

૧૦.  આંતરરાજ્યના ગુનેગારોને તેઓની ફિંગરપ્રિંટના આધારે શોધી કાઢવામાં મદદ કરશે.

૧૧. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને ફિંગરપ્રિંટ અને ફૂટપ્રિંટ સંબંધિત બાબતોમાં માર્ગદર્શન આપવું અને ફિંગરપ્રિંટ નિષ્ણાતો માટે તાલીમ અભ્યાસક્રમોનું આયોજન કરવું.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday